સ્પેશિયલ ફિચર્સ

ઘરમાં છે Financial Crisis? તો Holi પહેલાં કરો આ ત્રણ ઉપાય અને જુઓ Magic…

આપણા હિંદુ શાસ્ત્રો અને વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક એવા ટોટકા જણાવવામાં આવ્યા છે કે જેને અનુસરીને જીવનની મોટામાં મોટી વિપદાઓમાંથી મુક્તિ મેળવી શકાય છે. આજે અમે અહીં તમારા માટે આવા જ એક ટોટકાની વાત લઈને આવ્યા છીએ. આ ટોટકો છે પૈસા સંબંધિત…

આપણામાંથી લગભગ દરેક જણની એક ઈચ્છા તો હશે જ કે આપણી પાસે એટલા પૈસા હોય કે આપણી સાત પેઢીઓ તરી જાય અને આપણે એ માટે મહેનત પણ કરતાં જ હોઈએ છીએ. પરંતુ આ મહેનતને જ્યારે આવા કોઈ એકાદ ઉપાયનો સહારો મળી જાય ત્યારે પરિસ્થિતિ થોડી વધારે સુધરી જાય છે. આજે અમે અહીં તમને આવા જ ત્રણ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જે તમારે હોળી પહેલાં કરી લેવા જોઈએ. હોળી પહેલાં કરેલા આ ઉપાયથી તમારી તિજોરી પૈસાથી છલકાઈ ઉઠશે…


વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યા અનુસાર ધનની દેવી લક્ષ્મીને સાફ-સફાઈ ખૂબ જ પસંદ છે અને સાફ-સૂથરી જગ્યામાં જ તેમનો વાસ રહે છે. પરિણામે હોળી આવી રહી છે ત્યારે દિવાળીની જેમ જ આખા ઘરની સાફ સફાઈ કરી લો. આવું કરવાને કારણે ઘરમાં રહેલી નકારાત્મક ઊર્જા પણ બહાર જતી રહેશે અને ઘરનો માહોલ પોઝિટિવ રહેશે. મા લક્ષ્મીને આવો માહોલ ખૂબ જ ગમે છે અને તમારી તિજોરી ધનથી છલકાઈ ઉઠશે.


આ સિવાય આર્થિક તંગી દૂર કરવા માટે હોળીથી પહેલાં તમે ઘરમાં ક્રિસ્ટલનો કાચબો પણ લાવી શકો છો. હોળી પહેલાં ઘરમાં ક્રિસ્ટલનો કાચબો લાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે અને એને કારણે ઘરમાં પોઝિટિવ એનર્જી આવે છે. એવી માન્યતા છે કે ક્રિસ્ટલનો કાચબો આર્થિક તંગીને દૂર કરીને સમૃદ્ધિ લઈને આવે છે.


વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ધનની દેવી મા લક્ષ્મી અને કુબેર દેવતાની પ્રતિમા લાવવી પણ શુભ માનવામાં આવે છે. વાસ્તુના નિયમ અનુસાર જો તમે ઘરમા કુબેરદેવ અને લક્ષ્મીની મૂર્તિની સ્થાપના કરો છો તો તમારી પૈસા સંબંધિત તમામ સમસ્યા દૂર થઈ જાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button