કંગના રનૌત સામે નવી આફતઃ ઈમરજન્સી રિલીઝ થશે કે નહીં?
અભિનેત્રી સાથે હવે મંડી લોકસભા વિસ્તારની ભાજપની સાંસદ કંગના રનૌતની મુશ્કેલીઓ વધી શકે છે. કંગનાએ તેના મહત્વાકાંક્ષી ફિલ્મ ઈમરજન્સીની રિલીઝ ડેટ એક વર્ષમાં ચાર વાર આગળ પાછળ કરી છે, ત્યારે હવ તેનું ટ્રેલર લૉંચ થઈ ગયું છે અને હવે તે 6 સપ્ટેમ્બરે રીલિઝ થવાની છે ત્યારે ફરી વિધ્ન આવ્યું છે. કંગનાની ફિલ્મ પૂર્વ મહિલા વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીના જીવન પર અને ખાસ કરીને તેમણે જાહેર કરેલી કટોકટી પર આધારિત છે ત્યારે શીખ સમુદાયે આનો વિરોધ કર્યો છે.
આ પણ વાંચો : કયા દર્દમાં છે Amitabh Bachchan? પૂછ્યો સવાલ જવાબ માટે જાગતા રહ્યા રાતભર…
પહેલા તો પંજાબના સાંસદ સરબજીત સિંહ ખાલસાએ આનો વિરોધ નોંધાવ્યો છે અને ફિલ્મમાં સિખ સમુદાયને ખોટી રીતે દર્શાવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે ત્યારે ઓસ્ટ્રેલિયા સિખ પરિષદે પણ ફિલ્મને થિયેટરોમાં રીલિઝ ન કરવાનો અનુરોધ કરતો પત્ર લખ્યો છે. પરિષદે આરોપ લગાવ્યો છે કે ફિલ્મમાં ઐતિહાસિક ઘટનાઓને ખોટી રીતે દર્શાવવામાં આવી છે અને શીખ સમુદાયને પણ અન્યાય કરવામાં આવ્યો છે, તેવો આક્ષેપ કર્યો છે.
પંજાબના સાંસદે એમ પણ કહ્યું છે કે આ ફિલ્મનું ટ્રેલર જોઈને લાગે છે કે અમારા સમુદાયના બલિદાનને યોગ્ય રીતે દર્શાવવામાં આવ્યો નથી. જો ફિલ્મ રીલિઝ થશે તો કાયદો અને વ્યવસ્થા જોખમાશે.
જોકે બીજી બાજુ કંગના પોતાની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. અભિનેત્રીએ ફિલ્મમાં ઘણો સારો અભિયન કર્યો હોય તેમ જણાય છે અને ઈન્દિરાના રોલમાં તે ખૂબ જ નિખરી આવી છે. જોકે અગાઉ આ વિષય પર મધુર ભંડારકર ઈન્દુ સરકાર બનાવી ચૂક્યા છે, પરંતુ ફિલ્મને જોઈએ તેવો પ્રતિસાદ મળ્યો નથી.