નેશનલસ્પેશિયલ ફિચર્સ

યાદ રહેતું નથી…તો કરો ન્યુરોબિક્સઃ Memory Lossના આ છે સરળ ઉપાયો

જીવનની વ્યસ્તતા એટલી વધી ગઈ છે કે વ્યક્તિનું મન અનેક બાબતોમાં વહેંચાઈ ગયું છે. કામનું ભારણ વધી રહ્યું છે જેની સીધી અસર તમારી યાદશક્તિ પર પડી રહી છે. વર્કલોડ માત્ર તમારી યાદશક્તિને અસર કરતું નથી પણ તમને ડિપ્રેશનનો શિકાર પણ બનાવે છે. મનની શાંતિ મન અને શરીર બન્ને માટે જરૂરી છે.

ડ્યુક યુનિવર્સિટીના સંશોધકોએ કસરતો બનાવી છે જેને તેઓ ન્યુરોબિક્સ કહે છે. આ કસરતો મગજને નવી રીતે વિચારવાનો માર્ગ આપે છે. આ કસરતોની મદદથી માત્ર તમારી યાદશક્તિ જ નહીં પરંતુ તમારા મગજને પણ કસરત મળે છે.
શારીરિક પ્રવૃત્તિ મગજમાં રક્ત પુરવઠામાં વધારો કરી શકે છે અને મગજના કોષો વચ્ચેના જોડાણને મજબૂત બનાવે છે. સક્રિય રહેવાથી અને આહારમાં અમુક ખોરાક લેવાથી યાદશક્તિ સારી રાખવામાં મદદ મળે છે. કામનું આયોજન કરવાની ક્ષમતા સુધરે છે. તો ચાલો જાણીએ કે કઈ કસરતો મગજને સ્વસ્થ રાખવામાં મદદરૂપ સાબિત થાય છે.

સ્વસ્થ આહાર મગજની શક્તિ વધારે છે

જો તમે તમારા મગજના સ્વાસ્થ્યને સુધારવા માંગો છો, તો તમારા આહારમાં આરોગ્યપ્રદ ખોરાકનું સેવન કરો. તમારા આહારમાં ક્રીમ, માખણ અને માંસ જેવા ચરબીયુક્ત ખોરાક લેવાને બદલે, બદામ, બીજ અને ઓલિવ તેલ જેવી તંદુરસ્ત ફેટ ધરાવતી વસ્તુઓનો ઉપયોગ કરો. પાણી પીવાનું રાખો. જરૂર પૂરતું જ ખાઓ. મન થાય તે ખાઓ, પણ નિયંત્રણમાં. તમારો આહાર શરીરમાં સ્થૂળતા ન લાવવી જઈએ. તમારા આહારમાં ફળો અને શાકભાજી લો. જો તમે નોન-વેજમાં માછલીનું સેવન કરો છો તો તમારું મગજ સ્વસ્થ રહેશે.

આલ્કોહોલનું સેવન તમારી યાદશક્તિને અસર કરે છે.

તમે જાણો છો કે વધુ પડતો દારૂ પીવાનો શરીર-મન બધા માટે હાનિકારક છે. જો તમે લાંબા સમય સુધી આલ્કોહોલ પીતા હો, તો તમારા મગજના આગળનો ભાગ સંકોચાઈ શકે છે અને આ જીવનભરનું નુકસાન કરે છે. મહિલાઓ માટે રોજનો એક પેગ અને પુરુષો માટે બે પેગ સલાહભર્યા માનવામાં આવે છે.

વિડીયો ગેમ્સ તમારા મગજ માટે ટોનિક છે

ઘણા સંશોધનોએ સાબિત કર્યું છે કે વિડિયો ગેમ્સ રમવાથી મગજના એવા ભાગોને ઉત્તેજિત થાય છે જે હલનચલન, યાદશક્તિ, આયોજનશક્તિને તેજ બનાવે છે. કેટલાક નિષ્ણાતો કહે છે કે ગેમિંગ તમારા મગજને સુધારે છે. જોકે દિવસમાં માત્ર 15 કે 20 મિનિટ જ ગેમિંગ કરવું જોઈએ અને સાથે મનને કસરત કરાવે અને સતર્ક રાખે તેવી ગેમ રમવી.

આ પણ વાંચો : પેટની ચરબી ઘટાડવા માગો છો તો તમારા આહારમાં આ શાકભાજીનો સમાવેશ કરો

સંગીત મદદ કરે છે

સંગીત તમારા મગજને મદદ કરે છે. તમે સંગીત સાંભળો, પિયાનો વગાડો, તમારું મગજ સ્વસ્થ રહેશે. સંગીત યાદશક્તિ અને આયોજન ક્ષમતાને વધારે છે. જો તમે દરરોજ સંગીત સાંભળો છો, તો તમારી યાદશક્તિમાં સુધારો થશે. સંગીત એક થેરેપી છે અને મનના ઘણા રોગોમાં તે મદદરૂપ થાય છે.

મિત્રો બનાવો, તમારી યાદશક્તિ સ્વસ્થ રહેશે

મગજને સ્વસ્થ રાખવા માટે મિત્રો હોવા પણ જરૂરી છે. ઘણા સંશોધનોએ સાબિત કર્યું છે કે સામાજિક પ્રવૃત્તિઓ તમારા મગજમાં સુધારો કરે છે. મિત્રો બનાવો અને તેમની સાથે સમય વિતાવો, તમારી યાદશક્તિ તેજ બની જશે. આ સાથે મન હળવું થશે. તમને હસવા-રડવાનું વાતાવરણ મળશે અને તાજગી મળશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો