21 દિવસ સુધી પાણીમાં નાખીને આ વસ્તુ પીવો અને જુઓ મેજિક…
ભારતીય રસોડામાં અનેક વસ્તુઓ, મસાલાઓ હોય છે કે જેઓ ભોજનનો સ્વાદ વધારવાની સાથે સાથે જ સ્વાસ્થ્યવર્ધક પણ હોય છે. આજે અમે અહીં તમને આવી જ એક વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છે. આ વસ્તુ એટલે વરિયાળી. વરિયાળી મોટાભાગના ઘરોમાં જોવા મળે છે અને આપણે જમ્યા બાદ મોઢાનો સ્વાદ બદલાવવા માટે તેનો ઉપયોગ કરતાં હોઈએ છીએ. આવી આ વરિયાળી પોષક તત્વોથી ભરપૂર તો છે જ પણ જો તમે શિયાળામાં સતત 21 દિવસ સુધી આખી રાત પાણીમાં પલાળીને બીજા દિવસે સવારે નરાણે કોઠે તેનું પાણી પીઓ, તો તે તમારા શરીરને કુદરતી રીતે સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે. ચાલો જાણીએ કે તેનાથી અન્ય કયા કયા ફાયદા થઈ શકે છે.
આ પણ વાંચો : ફટકડી અને મધનો ઉપયોગ કરી આ સ્વાસ્થ્ય સમસ્યામાં રાહત મેળવો
વજન ઘટાડે
વધતુ વજન એ આજના સમયની યુનિવર્સલ સમસ્યા છે અને એવામાં જો તમે પણ વજન ઘટાડવા માંગો છો તો તમારે વરિયાળીના પાણીનું સેવન કરીને તમારી અનહેલ્ધી ક્રેવિન્ગ્સને ઘટાડી શકો છો. વરિયાળીમાં રહેલ ફાઈબર તમને લાંબા સમય સુધી ભૂખ પણ નહીં લાગવા દે. આ સિવાય વરિયાળીમાં રહેલા પોષક તત્વો મેટાબોલિઝમ વધારે છે અને વજન ઘટાડવામાં પણ મદદરૂપ સાબિત થાય છે.
પાચનશક્તિ સુધારે
વરિયાળી ડાઇઝેશન સંબંધિત સમસ્યાઓમાં રાહત આપે છે અને એટલે જ જમ્યા બાદ વરિયાળી ખાવામાં આવે છે. જો તમે સવારે ખાલી પેટ વરિયાળીનું પાણી પીવો છો, તો તેને કારણે ડાઈઝેશન એન્ઝાઈમ્સને એક્ટિવ કરે છે. આ સાથે સાથે પેટ ફૂલી જવું, ગેસ અને કોન્સ્ટિપેશન જેવી સમસ્યાઓમાં પણ રાહત આપે છે. આ ઉપરાંત ડાઇઝેશન સિસ્ટમને પણ હેલ્ધી રાખવામાં મદદ કરે છે.
આ પણ વાંચો : શિયાળામાં વધુ પડતી ચા પીવાની આદત નોતરી શકે છે આટલી સમસ્યા!
મેટાબોલિઝમ વધારે
જો તમે પણ દરરોજ 21 દિવસ સુધી રોજ સવારે ખાલી પેટ વરિયાળીનું પાણી પીવો છો તો તેને કારણે મેટાબોલિઝમ સુધારે છે. વરિયાળીમાં જોવા મળતું એનેથોલ મેટાબોલિઝમ માટે સારું માનવામાં આવે છે. મેટાબોલિઝમમાં વધારો કરીને શરીરમાં કેલરી ઘટાડે છે, જે ખાસ કરીને વજન ઘટાડવા માંગતા લોકો માટે સારું છે. આ માટે તમારે નિયમિતપણે વરિયાળીનું પાણીનું સેવન કરવું જોઈએ.