સ્પેશિયલ ફિચર્સ

ઉનાળામાં રસોડામાં રસોઈ કરતા હાલ થાય છે બેહાલ? આ ટિપ્સ ફોલો કરો…

અત્યારે બળબળતી ગરમી પડી રહી છે, ઉષ્ણતામાનમાં પણ વધારો જોવા મળી રહ્યા છે. આવી આ કાળઝાળ ગરમીમાં રસોડામાં કામ કરવું ગૃહિણીઓ માટે અઘરું થઈ પડે છે, કારણ કે ઉનાળામાં રસોડામાં ગેસ અને બીજા ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ ગરમીમાં વધારો કરે છે. આજે અમે અહીં તમને કેટલીક એવી ટિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેની મદદથી તમે બળબળતા ઉનાળામાં પણ તમારું હોટ કિચન એકદમ કૂલ કૂલ રહેશે.

અત્યારે એપ્રિલ મહિનામાં જ મે મહિના જેવી ગરમી પડી રહી છે ત્યારે રસોડામાં કામ કરવું ગૃહિણીઓ માટે અઘરું થઈ પડે છે. પરંતુ રસોડામાં ભોજન બનાવવું તો જરૂરી છે જ ને… જો તમે પણ આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો તો આજે અમે અહીં તમને કેટલીક એવી ટિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેની મદદથી તમે તમારા કિચનને ઠંડુ રાખી શકશો. ચાલો જોઈએ કઈ છે આ ટિપ્સ…

વેન્ટિલેશન ઈઝ મસ્ટ

Aerosol

અનેક લોકો જગ્યાના અભાવે કે પછી બીજા કોઈ કારણસર રસોડામાં વેન્ટિલેશનની વ્યવસ્થા નથી કરતાં, જેને કારણે રસોડાની ગરમ હવા બહાર નીકળવાને બદલે ઘરમાં ને ઘરમાં ફરે છે. આવું થવાથી રસોડામાં વધારે ગરમી લાગે છે. શક્ય હોય તો રસોડામાં એક્ઝોસ્ટ ફેન લગાવડાવો અને વેન્ટિલેશનની પૂરતી વ્યવસ્થા કરો. જમવાનું બનાવો એ પહેલાં જ ફેન ચાલુ કરી દો. જેેથી તમે જ્યારે રસોડામાં જમવાનું બનાવતા હોવ ત્યારે ગરમ હવા બહાર જતી રહે અને રસોડામાં ઠંડ અનુભવાય.

રસોડાના બારીઓ ખુલી રાખો

Magicbricks

વેન્ટિલેશનની સાથે સાથે રસોડાના બારી-બારણા ખુલ્લા રાખો, જેને કારણે રસોડામાં ક્રોસ વેન્ટિલેશન થતું રહે. રસોડામાં ક્રોસ વેન્ટિલેશન થતું રહે એ ખૂબ જ આવશ્યક છે, જેથી ઉનાળામાં પણ રસોડું એકદમ ઠંડુ રહે અને તમને રસોઈ બનાવતી વખતે કોઈ મુશ્કેલીનો સામનો ના કરવો પડે.

પોર્ટેબલ ફેન કે મિની કુલર છે પણ બેસ્ટ ઓપ્શન

Goldmedal

આજકાલ બજારમાં અલગ અલગ પ્રકારના મિની કુલર અને પોર્ટેબલ ફેન જોવા મળે છે. રસોડામાં જમવાનું બનાવતી વખતે તમે આની મદદ કરી શકો છો. જોકે, આ ફેન કે કુલરનો ઉપયોગ કરતી વખતે સાવધાની રાખવી જોઈએ. પરંતુ ગરમીથી બચવા માટે આ એક બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે.

ગેસને બદલે આ ગેજેટ્સનો કરો ઉપયોગ

sicenceabc

રસોઈ બનાવતી વખતે આપણે ગેસનો ઉપયોગ કરીએ છીએ, જેને કારણે ગરમી વધી જાય છે. પરંતુ ગેસને બદલે તમે ઈન્ડક્શન કે માઈક્રોવેવનો ઉપયોગ પણ કરી શકો છો. આ બંનેનો ઉપયોગ કરવાથી રસોડામાં એટલી ગરમી નથી લાગતી. રસોડામાં લાગતી ગરમીથી બચવા તમે આ ઓપ્શન પણ ટ્રાય કરી શકો છો.

જમવાનું બનાવવાનો બદલો ટાઈમ

freepik

ઉનાળામાં બપોરના સમયે રસોઈ બનાવવાને બદલે વાતાવરણ ઠંડુ હોય ત્યારે ભોજન બનાવો. બપોરના ગરમી વધારે હોય છે અને આવા સમયે રસોઈ બનાવવાથી હાલત વધારે ખરાબ થઈ જાય છે. બપોરે 12 વાગ્યા પહેલાં અને સાંજે 5 વાગ્યા પછી રસોઈ બનાવવા રસોડામાં જાવ, જેથી તમને રસોડામાં વધારે તકલીપનો સામનો ના કરવો પડે.

આપણ વાંચો : રસોઈ બનાવતી વખતે ક્યારે મીઠું નાખવું જોઈએ? મોટાભાગના લોકો કરે છે ભૂલ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button