ફેબ્રુઆરી મહિનામાં 28માંથી આટલા દિવસ બેંકો રહેશે બંધ, RBIએ આપી દીધી ચેતવણી…
2025નું નવું નક્કોર વર્ષ શરૂ થઈ ગયું છે અને એની સાથે જ પહેલો મહિનો જાન્યુઆરી પણ પૂરો થવાને હવે ગણતરીના દિવસો બાકી છે. આ વખતે ફેબ્રુઆરી મહિનામાં 28 દિવસ જ હશે. જો તમે પણ તમારા મહત્ત્વના બેંકિંગ સંબંધિત કામકાજ આવતા મહિને પૂરા કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે તો પહેલાં આ સમાચાર વાંચી લો, કારણ કે આવતા મહિને 28 દિવસમાંથી બેંકો અમુક જ દિવસો ચાલુ રહેશે.
આ પણ વાંચો: SBI, ICICI, HDFC બેંકોને લઈને RBIએ આપી મહત્ત્વની માહિતી, તમારું પણ ખાતું હોય તો જાણી લેજો…
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા દર મહિને બેંક હોલીડેઝની યાદી બહાર પાડવામાં આવે છે અને આ વખતે પણ ફેબ્રુઆરી મહિના માટે આરબીઆઈ દ્વારા બેંક હોલીડેઝની યાદી બહાર પાડવામાં આવી છે. તમે પણ આ યાદી જોઈ લો એ પ્રમાણે તમારા બેંકિંગના કામ પ્લાન કરજો, જેથી તમારે મુશ્કેલી ઉઠાવવાનો વારો ના આવે. મળતી માહિતી મુજબ ફેબ્રુઆરી મહિનામાં બેંક 28 દિવસમાંથી 14 દિવસ બેંકો બંધ રહેશે. ચાલો જોઈએ આવતા મહિને ક્યારે ક્યારે બેંકો બંધ રહેશે-
ત્રીજી ફેબ્રુઆરીને સરસ્વતી પૂજા નિમિત્તે અગરતલા ખાતે બેંકોમાં રજા રહેશે
- 11મી ફેબ્રુઆરીના ચેન્નઈમાં થાઈ પૂસમ નિમિત્તે બેંકમાં કામકાજ બંધ હશે
- 12મી ફેબ્રુઆરીના શ્રી રવિદાસ જયંતિ નિમિત્તે શિમલામાં બેંકોમાં રજા આપવામાં આવશે
- 15મી ફેબ્રુઆરીન લુઇ-નગાઇ નિમિત્તે ઇમ્ફાલમાં બેંક હોલીડે રહેશે
- 19મી ફેબ્રુઆરીના મહારાષ્ટ્રમાં મુંબઈ, નાગપુર સહિત અને શહેરોમાં છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ નિમિત્તે બેંકમાં કામકાજ બંધ રહેશે
- 20મી ફેબ્રુઆરીના સ્ટેટહુડ ડે/સ્ટેટ ડેના નિમિત્તે આઈઝોલ અને ઇટાનગરમાં બેંક હોલીડે જાહેર કરવામાં આવ્યો છે
- 26મી ફેબ્રુઆરીના મહાશિવરાત્રિ નિમિત્તે અમદાવાદ, આઇઝોલ, બેંગલુરુ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંડીગઢ, દેહરાદૂન, હૈદરાબાદ (આંધ્રપ્રદેશ અને તેલંગણા), જયપુર, જમ્મુ, કાનપુર, કોચી, લખનઉ, મુંબઈ, નાગપુર, રાયપુર,રાંચી, શિમલા, શ્રીનગર અને તિરુવનંતપુરમ ખાતે બેંકોમાં રજા રહેશે
- 28મી ફેબ્રુઆરીના લોસરના તહેવારને કારણે ગેંગટોકમાં બેંકોમાં કામકાજ બંધ રહેશે
ખેર આ તો થઈ તહેવારો નિમિત્તે આપવામાં આવેલા બેંક હોલિડેઝની વાત. હવે વાત કરીએ બેંક કર્મચારીઓેને આપવામાં આવતી સાપ્તાહિક રજાઓ વિશે- - બીજી ફેબ્રુઆરીના રોજ બેંકમાં રવિવાર નિમિત્તે રજા રહેશે
- આઠમી ફેબ્રુઆરીના બીજા શનિવાર નિમિત્તે બેંકોનું કામકાજ બંધ રહેશે
- નવમી ફેબ્રુઆરીના રવિવાર નિમિત્તે બેંકોમાં રજા રહેશે
- 16મી ફેબ્રુઆરીએ રવિવાર હોવાને કારણે વીકલી હોલીડે રહેશે
- 22મી ફેબ્રુઆરીના ચોથા શનિવાર નિમિત્તે બેંકોનું કામકાજ બંધ
- 23મી ફેબ્રુઆરીના રવિવાર છે જે સાપ્તાહિક રજા રહેશે