આમચી મુંબઈનેશનલસ્પેશિયલ ફિચર્સ

જો તમે પણ તમારી કાર પર FASTag લગાવ્યું છે તો આજે જ કરી લો આ કામ, નહીંતર…

મુંબઈ: જી હા, જો તમે પણ તમારી કાર પર FASTag લગાવ્યું છે તો આ તમારા અમતે અત્યંત મહત્વના સમાચાર છે. જો તમે આજને આજ જ આ નાનકડું કામ નહીં કરો તો તમે મોટી મુશ્કેલીમાં ફસાઈ શકો એમ છો.

તમારે આજે જ તમારી કાર પર લગાવવામાં આવેલા FASTag માટે KYCની પ્રક્રિયા પૂરી નથી કરી તો તમારી સમસ્યાઓ વધી શકે છે. National Highway Authority Of India (NHAI) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર જે લોકોએ હજુ સુધી તેમના FASTag માટે KYC નથી કરાવ્યું એમના FASTag આવતીકાલથી ડીએક્ટીવ કરી દેવામાં આવશે. પહેલી ફેબ્રુઆરીથી FASTag Deactivate પછી બેલેન્સ ક્લિયર થયા પછી પણ બ્લેકલિસ્ટ કરવામાં આવશે. જો તમે પણ તમારૂ FASTag એક્ટીવ રાખવા માંગતા હોવ તો પહેલાં ફટાફટ આ પ્રોસેસ જાણી લો.


લાંબા સમયથી FASTag સંબંધિત અનિયમિતતાઓને કારણે NHAI દ્વારા કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. NHAIએ જાહેરાત કરી છે કે જેમના FASTagની KYC પ્રોસેસ પૂર્ણ નથી, એવા FASTagને આજે એટલે કે 31મી જાન્યુઆરી બાદ બેંક દ્વારા ડીએક્ટીવ અથવા બ્લેકલિસ્ટ કરવામાં આવશે, પછી ભલે ને એમાં પૂરતું બેલેન્સ હોય. ચાલો તમને જણાવીએ કે તમે કઈ રીતે તમારું FASTag Status ચેક કરી શકશો અને KYC અપડેટ કરી શકશો. આ માટે તમારે અહી જણાવવામાં આવેલા કેટલાક સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરવા પડશે.

  • સૌથી પહેલાં તો તમારે https//fastag.ihmcl.com/ ના પેજ પર જવું પડશે.
  • હવે આ પેજ પર જઈને તમને loginનું ઓપ્શન દેખાશે એના પર ક્લિક કરો.
  • ત્યાર બાદ તમારો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને પાસવર્ડની ડીટેલ્સ ફિલ કરો.
  • આટલું કર્યા બાદ એક વેરીફીકેશન OTP જનરેટ થશે
  • લોગિન કરીને ડેશબોર્ડ પર My Profile પર ક્લિક કરો.
  • My Profileમાં તમારી સામે FASTag KYC સ્ટેટસ અને પ્રોફાઈલ ડીટેલ્સ ખૂલી જશે.
  • જો તમારું KYC બાકી હોય તો તમારે KYC સબ સેક્શનમાં જવું પડશે.
  • અહીં તમારે તમારા જરૂરી આઈડી પ્રૂફ, એડ્રેસ પ્રૂફ અને ફોટો જેવી માહિતી સબમિટ કરવાની રહેશે
  • ત્યાર બાદ સબમિટના ઓપ્શન પર ક્લિક કરો. થઈ ગયું તમારૂ KYC પૂરું…
    વાત કરીએ FASTag KYC પૂર્ણ કરવા માટે જરૂરી દસ્તાવેજોની તો તે નીચે પ્રમાણે છે-
  • વેહિકલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ
  • આઈડી પ્રૂફ
  • એડ્રેસ પ્રૂફ
  • એક પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • ઓળખ અને સરનામાના પુરાવા તરીકે પાસપોર્ટ, વોટર આઈડી કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ અને પેન કાર્ડમાંથી કોઈપણ એકનો ઉપયોગ કરી શકાય છે…

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button