સ્પેશિયલ ફિચર્સ

આ ગામમાં લોકો ઘરની બહાર લગાવે છે પુરુષોનું ગુપ્તાંગ, કારણ જાણીને ચોંકી ઉઠશો…

દુનિયાભરમાં સેંકડો દેશ છે અને દરેક દેશમાં અલગ અલગ અલગ રીત-રિવાજ હોય છે, પરંતુ એમાંથી કેટલાક રીતિ-રિવાજો એટલા વિચિત્ર હોય છે કે જેના વિશે સાંભળીને તમને એવું લાગે કે હેં આવું તે કંઈ હોતું હશે? આજે અમે અહીં તમને આવા જ એક ગામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેના વિશે વાંચીને તમારી આંખો પહોળી થઈ જશે. આ ગામ આવેલું છે ભૂટાનમાં. ભૂટાનના આ ગામમાં લોકો ઘરની બહાર એવી વસ્તુ વસ્તુઓ લગાવે છે કે તમારી આંખો પહોળી થઈ જશે. ચાલો જોઈએ કયું છે આ ગામ અને આખરે એવું તે શું લગાવે છે આ ગામના લોકો ઘરની બહાર…

અત્યાર સુધી તમે સાંભળ્યું હશે કે લોકો ખરાબ નજરથી બચવા માટે ઘરની બહાર લીંબુ મરચાં લગાવે છે. એવું કહેવાય છે કે આવું કરવાથી નેગેટિવિટી દૂર રહે છે. પરંતુ ભૂટાનના આ ગામમાં લોકો ઘરની બહાર પુરુષોનું પ્રાઈવેટ પાર્ટ એટલે કે લિંગ લગાવે છે. ચોંકી ગયા ને? ભૂટાનના ગામમાં દરેક ઘરની બહાર પુરુષોના લિંગના ફોટો, પેઈન્ટિંગ વગેરે જોવા મળે છે અને આની પાછળ એક માન્યતા જવાબદાર છે.

ભૂટાનમાં ચિમી લ્હાખાંગ નામનું એક પ્રસિદ્ધ મંદિર છે. આ મંદિર લામા દ્રુકપાને સમર્પિત છે. સ્થાનિકોની એવી માન્યતા છે કે તેમણે પોતાના શક્તિશાળી લિંગથી એક રાક્ષસને હરાવ્યો હતો. સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે અહીંના તમામ ઘરની બહાર દિવાલ પર અલગ અલગ રંગ અને ડિઝાઈનના બનાવવામાં આવેલા લિંગ લગાવવામાં આવ્યા છે. મંદિરોના દરવાજા પર લાકડાના નાના મોટા લિંગની આકૃતિઓ જોવા મળે છે. અહીંની દુકાનો પર પણ તમને આવા લિંગ જોવા મળી જાય છે.

એક સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સરે આ ગામનો વીડિયો પણ પોતાના એકાઉન્ટ પર શેર કર્યો હતો. ચિમી લ્હાખાંગ ભૂટાનના સૌથી પ્રસિદ્ધ મંદિરોમાંથી એક છે. અહીંયા મહિલાઓ સંતાન પ્રાપ્તિના આશિર્વાદ મેળવવા આવે છે એટલે એને ભૂટાનના ફર્ટિલિટી મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે.

નવાંગ ચોગ્યારે આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું જે 14મા દ્રુક્પા ગમાતા હતા. મંદિરની અંદર બનાવવામાં આવેલા એક સ્તુપનું નિર્માણ એત યોગીએ કર્યું હતું, જેમને સ્થાનિકો ડિવાઈન મેડમેન તરીકે ઓળખતા હતા. દ્રુકપા કુનાલી નામના બૌદ્ધ ધર્મ ગુરુ હતા અને તેઓ તિબેટથી ભૂટાન આવ્યા હતા. તેમનું લોકોને શિક્ષા આપવાનો અંદાજ અનોખો હતો એટલે લોકો તેમને ડિવાઈન મેડમેન તરીકે ઓળખતા હતા.

હવે તમે પણ જ્યારે ભૂટાન ફરવા જવાનો પ્લાન બનાવો તો એક વખત આ ફર્ટિલિટી મંદિર અને ગામની મુલાકાત ચોક્કસ લેજો. હં ને?

આપણ વાંચો : તમને પણ લાગી ગઈ છે આવા વીડિયો જોવાની લત? આ રીતે મેળવો મુક્તિ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button