સાસુએ યુઝ કરી જમાઈની ટૂથપેસ્ટ અને પછી જે થયું એ…
પરિવારમાં નાના-મોટા ઝઘડા થતાં જ હોય છે, પણ ઘણી વખત આ નાના લાગતા ઝઘડા એટલું મોટું સ્વરૂપ ધારણ કરી લે છે કે આખે આખો પરિવાર વિખેરાઈ જાય છે. અત્યાર સુધી તમે ઘર તૂટવાના પરિવારોમાં થયેલાં વિખવાદ માટેના અલગ અલગ કારણો વિશે સાંભળ્યું હશે, પણ શું તમે ક્યારેય એક ટૂથપેસ્ટને કારણે કોઈ વચ્ચે એટલો મોટો ઝઘડો થયો હોય? ચાલો તમને આજે એના વિશે-
સોશિયલ મીડિયા પર આ ઘટના ખૂબ જ વાઈરલ થઈ રહી છે. આ ઘટનામાં એક જમાઈ પોતાની સાસુથી નારાજ થઈને પત્ની અને દીકરીને મૂકીને વેકેશન પરથી પાછો ફર્યો હતો. સાસુની ભૂલ એટલી જ હતી કે તેણે પોતાના જમાઈની ટૂથપેસ્ટ યુઝ કરી હતી. પરિવારમાં જોવા મળેલા કલહનું અનોખું કારણ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કારણ બન્યો છે.
સોશિયલ મીડિયા પર શખ્સને એની આ વર્તણૂક માટે યુઝર્સની તીખી પ્રતિક્રિયાનો પણ સામનો કરવો પડ્યો હતો. રેડિટ પર પોતાની પોસ્ટમાં 38 વર્ષીય વ્યક્તિએ લખ્યું હતું કે તે અને તેની 35 વર્ષીય પત્ની તેમ જ પાંચ વર્ષની દીકરી સાથે લાંબા સમયથી વેનિસ અને ઈટલી પર વેકેશન પ્લાન કરી રહ્યો હતો. વેનિસ હંમેશાથી જ મારી પત્ની માટે એક રોમેન્ટિક સપનું રહ્યું હતું અને આ વેકેશન પર વ્યક્તિની સાસુ પણ એમની સાથે ગઈ હતી.
આ પણ વાંચો : હમ સાથ સાથ હૈઃ PM મોદી અને રાહુલ ગાંધી એકબીજાને મળ્યા, તસવીરો વાઈરલ
વ્યક્તિ ત્યારે નિરાશ થઈ ગયો હતો જ્યારે એને ખબર પડી કે તેની પત્નીએ ચાર લોકો માટે એક જ રૂમ બુક કરી છે અને એમાં બે ક્વીન બેડ હતી. રેડિટરે કહ્યું કે મારી સાસુએ મારી પત્નીના મોંઘા સૌંદર્ય પ્રસાધન યુઝ કરતી જોઈને હું નાખુશ થયો હતો, એટલું જ નહીં તે અમારા બેડ પર પણ બેસતી હતી.
વ્યક્તિએ લખ્યું હતું કે મારા માટે ખૂબ જ ખરાબ છે અને મને નથી ગમતું કે મારી સાસુ એ જ પલંગ પર બેસે કે જ્યાં હું અને મારી પત્ની સૂઈએ છીએ. પોતાની પોસ્ટમાં આગળ એવું પણ લખ્યું હતું કે મારી સાસુએ એની હેર ડાય શોધવાના ચક્કરમાં મારી આખી બેગ ફેંદી નાખી હતી. હાઈટ તો એ થઈ કે જ્યારે વ્યક્તિને ખબર પડી કે તેની સાસું તેની ટૂથપેસ્ટ પણ યુઝ કરી રહી હતી.
આ જોયા બાદ તો વ્યક્તિની સહનશક્તિનો બાંધ તૂટી ગયો હતો. આ મામલે વ્યક્તિ સાથે સાસુ અને પત્ની સાથે ઝઘડો થઈ ગયો હતો. વ્યક્તિના આ વર્તન પર તેની પત્નીએ ખૂબ જ સંભળાવ્યું હતું. આ બધાથી કંટાળીને વ્યક્તિ પોતાનું વેકેશન અડધું મૂકીને પાછા ફરવાનો નિર્ણય લીધો હતો. પત્નીએ એને ઘણી વખત ફોન કર્યો અને પણ તેણે એક પણ ફોનનો જવાબ નહીં આપ્યો. શખ્સના આવા વર્તનને કારણે સોશિયલ મીડિયા પર લોકોએ આકરી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે