સ્પેશિયલ ફિચર્સ

ઈશ્વરની અદ્ભૂત ભેટ છે આંખ

હેલ્થ + પ્લસ - સંકલન: સ્મૃતિ શાહ-મહેતા

આંખ… ‘આત્માની બારી’ તરીકે ઓળખાય છે.સૃષ્ટિના સર્જનહારે પોતે સર્જેલી જગતભરની સુંદર રચનાઓ માનવી જોઈ શકીએ તે માટે આંખોનું નિર્માણ કર્યું છે. પરમાત્માએ આપેલી આ ખૂબ જ અમૂલ્ય ભેટ છે. શું આપ જાણો છો કે, જ્યારે આંખના ૨૦ લાખ જેટલા અંશ એકસાથે કામ કરે ત્યારે જ આપણે જોઈ શકીએ છીએ? વળી, શું આપણે જાણીએ છીએ કે, આંખ પણ એક આધુનિક કેમેરો છે? જેમ આપણે વધુ મેગા પિક્સેલ (Mega Pixel)વાળો કેમેરો પહેલો પસંદ કરીએ છીએ, તેમ આપણી આંખ પણ મેગા પિક્સેલ ની ક્ષમતા ધરાવે છે અને આંખનું વજન માત્ર ૨૮ ગ્રામ જેટલું જ હોય છે.

જોકે, આપણે ભગવાનની આ ભેટની જોઈએ તેવી કિંમત સમજતા જ નથી. આજે વિશ્ર્વમાં ૪ કરોડથી અનેક વધુ લોકો દૃષ્ટિહીન છે, તો જરા વિચારો… જો આપણે પણ એમની જેમ દૃષ્ટિહીન હોત, તો શું આંખોનો દુરુપયોગ ક્યારેય કરતા હોત? આજે મોટા ભાગના લોકોની આંખો ટી.વી., સિનેમા, મોબાઈલ, કોમ્પ્યુટર વગેરેમાં કલાકો સુધી વ્યર્થ સમય વ્યતિત કરવાથી બગડે છે. તેમાં પણ આજની યુવા પેઢી તો દિવસના ૮-૧૦ કલાક સોશિયલ મીડિયા પાછળ વેડફે છે. પરિણામે ખૂબ જ નાની ઉંમરમાં ચશ્માનાં શિકાર બનવા લાગ્યા છે.

શું આપ જાણો છો કે, ૯૦% આંખોના રોગ આપણી બેદરકારીના કારણે જ થાય છે?

સુટેવ : આંખોની જાળવણી કરવા…

રોજ સવાર-સાંજ આંખમાં શુદ્ધ ઠંડા પાણીની છાલક
મારવી.

આંખોનો સ્પર્શ કરવો હોય ત્યારે હંમેશાં હાથ ધોઈને જ કરવો.

આંખોને નિયમિત અંતરે પટપટાવવાની ટેવ પાડવી. જેથી લાંબા સમય માટે આંખોને શ્રમ ન પડે અને કોરી ન પડી જાય.

કોમ્પ્યુટર પર કામ કરવી વખતે ૨૦-૨૦-૨૦નો નિયમ રાખવો. દરેક ૨૦ મિનિટે ૨૦ સેક્ધડ ૨૦ સેક્ધડ માટે ૨૦ ફૂટ દૂર જોવું અથવા આંખો બંધ કરીને આરામ આપવો.

ટી.વી. હંમેશાં ૮ થી ૧૦ ફૂટ દૂર રહીને જ જોવું.

દવાના ટીપાની બોટલને આંખનો સ્પર્શ થવા ન દેવો.
પાંચ વર્ષનાં નાના બાળકોને મોબાઈલ, ટી.વી., કોમ્પ્યુટર, આઈપેડ, વીડિયો ગેમ વગેરે કોઈ પણ લાઈટસ્ક્રીનમાં કાંઈ પણ જોવા ન દેવું. કેમ કે તે ઉંમરમાં એમની આંખો ખૂબ જ કોમળ હોય છે તેથી આંખોને ખૂબ જ નુકસાન પહોંચે છે.

કુટેવ:

  • નાના અક્ષરો કે ઓછી લાઈટમાં વાંચવું.સૂતા-સૂતા તથા ચાલુ ગાડીમાં વાંચવું.
  • જેને આંખોના નંબર હોય એમણે ચશ્મા વિના આંખો ખેંચાય તે રીતે વાંચવું કે કામ કરવું.
    આંખ માટે ખૂબ ઉપયોગી કસરત

આંખોના સ્વાસ્થ્ય માટે આ બધી કસરત ખૂબ જ ફાયદાકારક છે.

  • રોજ દિવસમાં ૨-૩ વાર આંખોને આ રીતે ફેરવવી.
  • રોજ ૨થી ૩ વાર કોઈ પણ વસ્તુ ઉપર આંખને ૩૦ સેક્ધડ માટે સ્થિર કરવી.
  • રોજ શીર્ષાસન કરવું. આંખના સ્વાસ્થ્ય માટે આહાર :
  • વિટામિન-અ થી ભરપૂર ખોરાક ખાસ લેવો.
    જેમ કે, લીલા પાંદડાવાળી ભાજી, ડોડીનાં કુમળાં પાન અને ફૂલનું શાક, ગાજર, શક્કરિયા, કોથમીરની ચટણી, તાજા મૂળા, લાલ કેપ્સીકમ મરચાં, કેરી, દૂધ-દહીં, ઘી, માખણ, સાકરટેટી, લીલા વટાણા, ટમેટા, તુલસી વગેરે…

*તળેલા અને વધુ ગળ્યા પદાર્થો આંખોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે.

*વધુ પડતા ખારા, તીખા કે ક્ષારવાળા પદાર્થોનું સેવન કરવું
નહીં.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker