મુંબઈ કે દિલ્હી નહીં અહીંના લોકો છે સૌથી વધુ લફડાબાજ… એક્સ્ટ્રા મેરેટિયલ અફેર્સમાં કર્યું ટોપ…

મુંબઈ કે દિલ્હી નહીં અહીંના લોકો છે સૌથી વધુ લફડાબાજ… એક્સ્ટ્રા મેરેટિયલ અફેર્સમાં કર્યું ટોપ…

હાલમાં જ સોશિયલ મીડિયા પર કોલ્ડપ્લે કોન્સર્ટમાંથી ટેક કંપનીના સીઈઓ અને એચઆર હેડનો વીડિયો વાઈરલ થઈ રહ્યો હતો. સોશિયલ મીડિયા પર બંનેના અફેયરની જોરશોરથી ચર્ચા શરૂ થઈ ગઈ હતી. મજાની વાત તો એ હતી કંપનીના સીઈઓ પરિણીત છે અને બે બાળકોના પિતા છે. આ પ્રકરણ બાદ પ્રોફેશનલ લાઈફની સાથે સાથે તેમની પર્સનલ લાઈફ પણ જોખમમાં આવી ગઈ હતી. આ વીડિયો બાદ લોકો એક્સ્ટ્રા મેરેટિયલ અફેયરને લઈને જાતજાતના તર્ક-વિતર્ક આપી રહ્યા છે.

પરિણીત લોકોને ડેટિંગ માટે પ્લેટફોર્મ પૂરું પાડનારી એક વેબસાઈટ દ્વારા હાલમાં કેટલાક ચોંકાવનારા અહેવાલો રજૂ કર્યા છે. આ અહેવાલમાં દેશના કયા શહેરના લોકો સૌથી વધુ લફડાબાજ છે એનો ખુલાસો કરવામાં આવ્યો છે. જો તમે વિચારી રહ્યા હોવ કે આ શહેરોમાં મુંબઈ, દિલ્હી, બેંગ્લોર જેવા શહેરનું નામ હશે તો તમે ખોટા ટ્રેક પર છો. લફડાબાજ લોકોની યાદીમાં જે શહેરે ટોપ કર્યું છે એનું નામ તમે સ્વપ્નેય નહીં વિચારી શકો અને આ શહેરે મુંબઈ અને દિલ્હી જેવા શહેરોને પાછળ છોડીને ટોપમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. આવો જોઈએ કયુ છે આ શહેર અને રિપોર્ટમાં બીજા શું શું ખુલાસા થયા છે…

વિદેશનો આ કોન્સેપ્ટ હવે આપણે ત્યાં પણ ચલણમાં આવી ગયો છે. હાલમાં જ એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં દેશમાં ઝડપથી વધી રહેલાં એક્સ્ટ્રા મેરેટિયલ અફેયર વિશે ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા છે. આ રિપોર્ટમાં જ એક્સ્ટ્રે મેરેટિયલ અફેયરમાં દેશના કયા રાજ્યો અગ્રેસર છે એની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે.

સામાન્યપણે લોકોની એવી સમજ હોય છે કે અફેયર્સ વગેરેમાં દિલ્હી, મુંબઈ, બેંગ્લોર જેવા અનેક મોટા શહેરોનો સમાવેશ થાય છે. પરંતુ આ ડેટિંગ એપ દ્વારા આપવામાં આવેલા આંકડાઓએ સર્વસામાન્ય સમજને ખોટી પાડી છે. તમને જાણીને નવાઈ લાગશે તામિલનાડુના કાંચીપુરમે મુંબઈ, દિલ્હી જેવા મેટ્રો સિટીને પાછળ છોડી દીધા છે. આ શહેર આ યાદીમાં ટોપ પર છે એકદમ. આ શહેરથી આ એપ પર સાઈન અપ કરનારા યુઝર્સની સંખ્યા સૌથી વધારે છે.

ડેટિંગ એપ દ્વારા ચીટિંગમાં સૌથી મોખરે-2025માં દિલ્હી-એનસીઆરના નવ સ્થાનોનો સમાવેશ થાય છે. જેમાંથી દિલ્હીના છ જિલ્લાઓનો સમાવેશ થાય છે. મધ્ય દિલ્હી, દક્ષિણ-પશ્ચિમ દિલ્હી, પૂર્વ દિલ્હી, દક્ષિણ દિલ્હી, પશ્ચિમ દિલ્હી, ઉત્તર અને પશ્ચિમ દિલ્હીનો સમાવેશ આ યાદીમાં થાય છે. આ સાથે સાથે જ પડોશમાં આવેલા ગુડગાંવ, ગાઝિયાબાદ અને નોએડા જેવા શહેરોએ પણ આ યાદીમાં પોતાની જગ્યા બનાવી છે.

એક્સ્ટ્રા મેરેટિયલ અફેયર્સનું પ્રમાણ વધારે હોય એવા સ્થળની વાત કરીએ તો ટોપ 20 શહેરોની યાદીમાં કાંચીપુરમ, સેન્ટ્રલ દિલ્હી, ગુરુગ્રામ, ગૌતમબુદ્ધ નગર, દક્ષિણ પશ્ચિમ દિલ્હી, દહેરાદૂન, પૂર્વ દિલ્હી, પુણે, બેંગ્લોક, દક્ષિણ દિલ્હી, ચંદીગઢ, લખનઉ, કોલકતા, પશ્ચિમ દિલ્હી, કામરૂપ, ઉત્તર પશ્ચિમ દિલ્હી, રાયગઢ, હૈદરાબાદ, ગાઝિયાબાદ અને સૌથી છેલ્લે જયપુરનું નામ આવે છે.

આ પણ વાંચો…કોલ્ડપ્લે કોન્સર્ટમાં કંપનીના સીઈઓ અને એચઆર હેડનો વીડિયો થયો વાઈરલ…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button