સ્પીડમાં દોડી રહેલી એકસપ્રેસ ટ્રેનના દરવાજા પર રીલ બનાવી રહ્યો હતો યુવક અને પછી થયું કંઈક એવું કે…
અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે અને દરરોજ અહીં જાત જાતના વીડિયો વાઈરલ થતાં હોય છે એમાંથી કેટલાક વીડિયો આપણને ઘણું બધું શીખવી જાય છે તો કેટલાક વીડિયો આપણને માથુ પટકવા પર મજબૂર કરી દે છે. એમાં પણ છેલ્લાં કેટલાય સમયથી તો લોકોમાં પબ્લિક ટ્રાન્સપોર્ટમાં લોકોને અગવડ પાડીને રીલ્સ બનાવવાનું ચલણ ખૂબ જ વધી ગયું ચલણ ખૂબ જ વધી ગયું છે.
આજે અમે અહીં તમારા માટે આવા જ એક વાઈરલ વીડિયોની વાત લઈને આવ્યા છીએ. જેમાં પૂરપાટ દોડી રહેલી એકસપ્રેસ ટ્રેનમાં રીલ્સ બનાવી રહેલાં એક યુવક સાથે એવું કંઈક થયું કે તેણે સ્વપ્નેય એની કલ્પના નહીં કરી હોય. ચાલો જોઈએ આખરે એવું તે શું થયું આ યુવક સાથે કે જે એણે વિચાર્યું સુધ્ધા નહીં હોય…
હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં એક યુવક પૂરપાટ ઝડપે દોડી રહેલી એકસપ્રેસ ટ્રેનના દરવાજા પર આવીને રીલ બનાવી રહ્યો હતો અને અચાનક જ પલકવારમાં એની સાથે કંઈક એવું બની ગયું કે જેની એણે ખુદ કલ્પના પણ નહોતી કરી.
આ વાઈરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક યુવક ટ્રેનના દરવાજા પર ઉભો રહીને સ્ટંટ કરતાં કરતાં રીલ બનાવી રહ્યો હતો અને અચાનક જ તેના હાથમાંથી તેનો મોબાઈલ ફોન સરીને નીચે પડી જાય છે. ટ્રેન એટલી બધી સ્પીડમાં હતી કે નીચે ઉતરીને મોબાઈલ ફોનને લઈ આવવાનું પણ શકય નહોતું અને આ જોઈને યુવક માથે હાથ મારી લે છે અને દુઃખી થવા સિવાય તેની આપશે કોઈ રસ્તો નથી રહેતો.
જોકે, આ વીડિયો ક્યાંનો અને ક્યારનો છે એની તો કોઈ માહિતી મળી શકી નહોતી પણ લોકો આ વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને તેના પર લાઈક્સ અને કમેન્ટનો વરસાદ કરી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર princy_cinderella_ and naira_princess_143 નામની આઈડી પરથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે.
જોકે, આ પહેલી વખત નથી કે આ રીતે યુવકો ટ્રેનમાં સ્ટંટ કરતાં જોવા મળ્યા હોય. આ પહેલાં પણ અનેક એવા વીડિયો સામે આવી ચૂક્યા છે અને એમાં યુવકોને લેવાના દેવા પડી ગયા હતા.