અહીં મળે છે Special Tea, કિંમત એટલી કે આવી જશે આઈફોન અને બીજું પણ…
દુનિયામાં અને એમાં પણ ખાસ કરીને ભારતમાં ચાપ્રેમીઓની કોઈ કમી નથી. તમને ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ મળશે કે જેને ચા પસંદ ના હોય. ઘણા લોકો સ્પેશિયલ ટી પણ પીવાનું પસંદ કરે છે. આ સ્પેશિયલ ચાની કિંમત કેટલી હોઈ શકે 20 રૂપિયા, 50 રૂપિયા વધુને વધુ 100-500 રૂપિયા, બરાબર ને? જો તમને કોઈ કહે કે ભારતમાં મળતી એક ચાની કિંમત લાખો રૂપિયાની છે તો તમારા માનવામાં આ વાત આવે ખરી, નહીં ને? ચાલો તમને આ વિશે જણાવીએ…
આ પણ વાંચો: શિયાળાનો તોડ છે કાશ્મીરી કાવો
તમે અત્યાર સુધી જાત જાતની અલગ અલગ ફ્લેવરની ચા પીધી હશે, પરંતુ શું તમે ક્યારેય સોનાની ચા પીધી છે? તમને જાણીને નવાઈ લાગશે કે ભારત જ એક કેફે છે જ્યાં આ ગોલ્ડ ટી મળે છે. અહં… આ ભારત એટલે દુબઈમાં આવેલા ઈન્ડિયન કેફેની વાત થઈ રહી છે અહીં. આ ગોલ્ડ ટીની ખાસિયત વિશે વાત કરીએ એ પહેલાં તેની કિંમત વિશે વાત કરીએ.
એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર દુબઈના કેફેમાં મળતી આ ચાના એક કપની કિંમત એક લાખ રૂપિયાની આસપાસ છે. આ ગોલ્ડ ટીને 24 કેરેટ સોનાની પત્તી સાથે સર્વ કરવામાં આવે છે. એટલું જ નહીં આ અનોખી ગોલ્ડ ટીને ચાંદીના કપ-પ્લેટમાં સર્વ કરવામાં આવે છે.
આ પણ વાંચો: તમે પણ બટેટાંની છાલને નકામી સમજીને ફેંકી દો છો? આ વાંચ્યા બાદ નહીં કરશો આવું…
મૂળ ભારતીયની ઉદ્યોગપતિ સુચેતા શર્માના રેસ્ટોરાં બોહો કેફેમાં આ ચા મળે છે. બોહો નામનું આ રેસ્ટોરાં ડીઆઈએફસીના એમિરેટ્સ ફાઈનાન્શિયલ ટાવર્સમાં આવેલું છે. જોકે, દુબઈમાં આ સોનાની ચા જ નહીં પણ બીજી પણ અનેક એવી ચિત્ર વિચિત્ર વસ્તુઓ મળે છે જેના વિશે કદાંચ આપણે વિચાર્યું પણ ના હોય.
આ અનોખી ચા વિશે સાંભળીને તમે પણ ચોંકી ઉઠ્યા ને? હવે જ્યારે પણ દુબઈ જાવ તો એક વખત ચોક્કસ આ કેફેની મુલાકાત લેજો, ચા પીવી કે નહીં એનો નિર્ણય તો તમારા પર છોડીએ છીએ…