સ્પેશિયલ ફિચર્સ

ડાયમંડ સફજન ખાધું છે ક્યારેય? એક સફરજનની કિંમતમાં આવી જાય…

હેડિંગ વાંચીને ગૂંચવાઈ ગયા ને? આખરે આ ડાયમંડ સફરજન છે શું અને શા માટે એક સફરજનની કિંમતમાં આખરે કેટલા કિલો સફરજન આવતા હશે, બરાબર ને? તમારા આ બંને સવાલોના જવાબ તમને આર્ટિકલ પૂરો થતાં સુધીમાં મળી જશે. પણ એ પહેલાં તમને જણાવી દઈએ કે આ ખાસ સફરજન ખાવા માટે તમારે પહોંચી જવું પડશે તિબેટ ખાતે.

તિબેટમાં જોવા મળતાં આ ડાયમંડ સફરજને અત્યારે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. કિંમતની સાથે જ સુંદર આકાર, રંગ અને ખાટા-મીઠા સ્વાદને કારણે આ સફરજનને ફળપ્રેમીઓ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ એક ડાયમંડ સફરજનની કિંમત 500 રૂપિયા છે. હવે તમે જ કહો 500 રૂપિયામાં તમે ભારતમાં કેટલા સફરજન ખાઈ શકો? બે-અઢી કિલો સફરજન તો આરામથી આવી જ જાય ને?

ચીન ખાતે તિબેટમાં આવેલા ન્યિંગચી પર્વતમાળામાં આ અનોખા ડાયમંડ સફરજનના ઝાડ જોવા મળે છે. અહીં ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં આ સફરજન ઉગતા હોવાને કારણે તેનું વેચાણ પણ એ જ પ્રમાણે કરવામાં આવે છે. ચીનમાં આવેલા સર્વોત્તમ ફળ વેચનારા ફેરિયાઓને જ આ સફરજન વેચવામાં આવે છે. એટલું જ નહીં આ અનોખું સફરજન સરળતાથી ઉપલબ્ધ પણ નથી. એમાં પણ દરેક વ્યક્તિને ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં આ સફરજન આપવામાં આવે છે, એવી માહિતી સ્થાનિક અખબારોમાં વાંચવા મળી હતી.

સ્વાદમાં આ સફરજન મીઠા હોઈ તેના બહારનું પડ એકદમ ઘટ્ટ અને કડક હોય છે, એટલે આ ફળ નામની જેમ જ હીરાની જેમ ચમકદાર દેખાય છે અને એનો રંગ જાંબુળી હોય છે. અંદરના ઘરનો ભાગ સફેદ જ હોય છે. આપણે જે સફરજન ખાઈએ છીએ એ સફરજન તૈયાર થવા માટે બે-ત્રણ વર્ષનો સમયગાળો લાગે છે, જ્યારે આ ખાસ ડાયમંડ સફરજન તૈયાર થવા માટે આઠ વર્ષનો સમય લાગે છે.

ઓક્ટોબર મહિનાની આસપાસમાં માત્ર બે મહિના માટે જ આ તૈયાર થયેલાં સફરજન એકઠા કરી શકા અને એમાં પણ બધા ભેગા કરેલાં સફરજન સારી ગુણવત્તાના હોય એ જરૂરી નથી. તૈયાર સફરજનમાંથી માત્ર 30 ટકા સફરજન જ બજારમાં વેચવા માટે પહોંચે છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર @massimo નામના હેન્ડલ પરથી આ ડાયમંડ સફરજનના ફોટો શેર કરવામાં આવ્યો છે. નેટિઝન્સ આ ડાયમંડ સફરજનને ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને આ પોસ્ટ પર જાત જાતની કમેન્ટ કરી રહ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress