નેશનલસ્પેશિયલ ફિચર્સ

અંગ્રેજોએ સોનું લૂટ્યું છતાં પણ ભારત પાસે છે યુકે કરતા મોટો ભંડાર

વૈશ્વિક અનિશ્ચિતતાના આજના સમયમાં દેશની આર્થિક સ્થિરતા સુનિશ્ચિત કરવામાં સોનાનો ભંડાર મહત્વનો ભાગ ભજવે છે. સોનું આર્થિક સ્થિરતામાં વિશ્વાસ જગાડે છે. સોનાનું મૂલ્ય સ્થિર અને વિશ્વસનીય છે. સોનાએ ઐતિહાસિક રીતે દેશના ચલણના મૂલ્યને ટેકો આપવા માટે મહત્વનો ફાળો આપે છે. સોનાનો ભંડાર દેશની આર્થિક સ્થિતિ દર્શાવે છે. સોનાના ભંડારને આધારે ફોર્બ્સે વિશ્વના ટોપના દેશોની યાદી જાહેર કરી છે અને તમને એ જાણીને આશ્ચર્ય થશે કે અંગ્રેજો તેમના હકુમતકાળમાં આપણા દેશમાંથી બંને હાથે સોનું લૂંટીને ગયા હોવા છતાં ભારત પાસે યુકે કરતા સોનાનો મોટો ભંડાર છે. સોનાના ભંડારના સંદર્ભમાં ટોપ-20 દેશોની યાદીમાં ભારત કયા સ્થાને છે, ભારતનું રેન્કિંગ શું છે અને ભારત પાસે કેટલું ગોલ્ડ રિઝર્વ છે તે જાણીએ…

સૌથી વધુ ગોલ્ડ રિઝર્વ ધરાવતા દેશોની યાદીમાં યુએસએ પ્રથમ ક્રમાંકે છે. અમેરિકા પાસે વિશ્વમાં સૌથી વધુ 8,136.46 ટન સોનુ છે.

બીજા નંબરે જર્મની પાસે 3,352.65 ટન સોનાનો ભંડાર છે.
ત્રીજા ક્રમાંકે ઇટાલી પાસે 2,451.84 ટન ગોલ્ડ રિઝર્વ છે.
ચોથા નંબર પર ફ્રાંસ પાસે 2,436.88 ટન સોનાનો ભંડાર છે.
પાંચમાં ક્રમાંકે રશિયા 2,332.74 ટન ગોલ્ડ રિઝર્વ છે.
છઠ્ઠે ક્માંકે આવતા ચીન પાસે 2,191.53 ટન સોનાનો ભંડાર છે.
વિશ્વનું સ્વર્ગ કહેવાતા ટચુકડા દેશ સ્વિટ્ઝર્લેન્ડ પાસે 1,040.00 ટન સોનાનો ભંડાર સાથે સાતમાં સ્થાને છે.
આઠમા નંબરે જાપાન પાસે 845.97 ટન સોનાનો ભંડાર છે
નવમા નંબરે ભારત પાસે 800.78 ટન સોનાનો ભંડાર ધરાવે છે.
દસમા ક્રમે નેધરલેન્ડ પાસે 612.45 ટન ગોલ્ડ રિઝર્વ છે.
યુકે 310.29 ટનના સોનાના ભંડાર સાથે રેન્કિંગમાં 17મા સ્થાને છે.

આંતરરાષ્ટ્રીય વેપાર અને લેવડદેવડમાં પણ સોનાનો ભંડાર મહત્વનો ભાગ ભજવે છે. જ્યારે ડોલરનું મૂલ્ય ઘટે છે, ત્યારે સોનાની કિંમત વધે છે. કેટલાક દેશો વેપાર અસંતુલનને ઉકેલવા અથવા લોન લેવા માટે સોનાનો ઉપયોગ કરે છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત