સ્પેશિયલ ફિચર્સ

30 કરોડ રૂપિયાનો પગાર, કામ માત્ર સ્વિચ ઓન ઓફ કરવાનું, તો ય કોઈ તૈયાર નથી…

આપણામાંથી અનેક લોકોની એવી નોકરી કરવાની ઈચ્છા તો હશે જેમાં કરોડો રૂપિયાનો પગાર મળે, શાંતિથી કામ થાય અને કોઈ ઓફિસ પોલિટિક્સ ના હોય, બરાબર ને? અને એમાં પાછી બોસ નામની ઝંઝટ ના હોય તો તો પુછવું જ શું? આજે અમે અહીં તમને એક એવી જ નોકરી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં 30 કરોડ રૂપિયાનો પગાર છે, કોઈ બોસ નથી અને કામ છે માત્ર સ્વિચ ઓન ઓફ કરવાનું. ચાલો તમને આખી ઈનસાઈડ સ્ટોરી જણાવીએ-

સોશિયલ મીડિયા પર કરવામાં આવેલા દાવા અનુસાર આ નોકરી મિસ્રના એલેક્ઝાન્ડ્રિયા બંદર પર ફારોસ નામના ટાપુ પર આવેલા લાઈટ હાઉસ ઓફ એલેક્ઝાંડ્રિયાના કિપરની છે, જેને દુનિયાનું સૌથી મુશ્કેલ કામ માનવામાં આવે છે. જુમોન લાઈટ હાઉસના કીપરની આ નોકરી માટે વર્ષે દહાડે 30 કરોડ રૂપિયાનો પગાર આપવામાં આવશે અને નોકરીની સૌથી મોટી સુવિધા વિશે વાત કરીએ તો વ્યક્તિ જ્યારે ઈચ્છે ત્યારે ઉંઘી શકે છે, પણ ખાલી એક જ વાતનું ધ્યાન રાખવાનું છે કે લાઈટ હાઉસની લાઈટ ઓન રહે.

આ નોકરી કરનાર વ્યક્તિએ લાઈટ હાઉસમાં એકલા રહેવું પડશે. આ લાઈટ હાઉસ પોર્ટ એરિયામાં આવેલું છે એટલે દૂર દૂર સુધી માણસ નથી દેખાતા. અહીંયા વાતચીત કરવા માટે બીજું કોઈ માણસ નથી મળતું. સમુદ્રની વચ્ચોવચ્ચ આવેલા લાઈટ હાઉસમાં રહેનારે ખતરનાક તોફાનાનો સામનો પણ કરવો પડે છે. મહત્ત્વની વાત એટલે આ નોકરી કરવા ઈચ્છુક વ્યક્તિએ 10મું પાસ હોવું જોઈએ.

આપણ વાંચો પાસવર્ડ કઈ રીતે લીક થાય છે? જાણો આખી ABCD…

બીજા એક રિપોર્ટમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે હવે જુમોન લાઈટ હાઉસ ઓટોમેટેડ છે અને એટલે જ અહીં લાઈટ સળગાવવા માટે કોઈ કીપરની જરૂર નથી. 30 કરોડ રૂપિયાના પગારનો આંકડો પણ વધારીને કહેવામાં આવી રહ્યો છે. ઓનલાઈન અને સોશિયલ મીડિયા પર જોબને લઈને અનેક પોસ્ટ જોવા મળે છે.

હવે સરકાર દ્વારા લાઈટ હાઉસ પ્રતિબંધિત કરવામાં આવ્યા છે કે પછી તેમના મેઈન્ટેનન્સ માટે વિવિધ એજન્સીઓની નિમણૂંક કરવામાં આવી હોય છે. લાઈટ હાઉસની જોબમાં પગાર 40 હજાર ડોલરથી લઈને 60 હજાર ડોલર સુધીની હોય છે.

આવી કોઈ નોકરી છે કે નહીં એ તો રામ જાણે પણ, આવી કોઈ નોકરી હોય તો કેવી મજા પડી જાય નહીં?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button