અંગ્રેજી ભાષાના એવા શબ્દો કે જે બીજી ભાષામાંથી ઉધાર લેવામાં આવ્યા છે, જાણીને ચોંકી ઉઠશો…

આપણે રોજબરોજની જિંદગીમાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરીએ છીએ. આપણી આસપાસના વિવિધ ક્ષેત્રમાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ ખૂબ જ સામાન્ય બાબત બની ગઈ છે. પરંતુ શું તમને ખબર છે કે અંગ્રેજી ભાષામાં કેટલાક એવા શબ્દો છે કે જે આપણને લાગે તો છે અંગ્રેજી ભાષાના છે, પણ હકીકત તો કંઈક અલગ છે. આ શબ્દો બીજી ભાષામાંથી ઉધાર લેવામાં આવ્યા છે. ચોક્કસ જ તમે પણ આ શબ્દનો ઉપયોગ કરતાં જ હશો, પણ આ વાતની જાણકારી તમને પણ નહીં હોય. ચાલો જોઈએ કયા છે આ શબ્દો…
આજકાલ દરેક ક્ષેત્રે અંગ્રેજી ભાષાનો ઉપયોગ ખૂબ જ સામાન્યપણ બાબત બની ચૂકી છે. નોકરી હોય કે એજ્યુકેશન હોય કે સોશિયલ ગેટ ટુ ગેધર હોય દરેક જગ્યાએ અંગ્રેજી ભાષા બોલતા અને જાણતા લોકોને વધારે મહત્ત્વ આપવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે કે અંગ્રેજી ભાષાના કેટલાક શબ્દો એવા પણ છે કે જે બીજી ભાષામાંથી ઉધાર લેવામાં આવ્યા છે અને આપણે એ શબ્દો અંગ્રેજી ભાષાના જ છે, એવું માનીએ છીએ. એટલું જ નહીં પણ આપણે રોજબરોજના વ્યવહારમાં આ શબ્દનો છૂટથી ઉપયોગ પણ કરીએ છીએ.
આ પણ વાંચો: અંગ્રેજી ભાષાના સૌથી વધુ બોલાતા શબ્દ વિશે જાણો છો? 99 ટકા લોકોને નથી ખબર…
આજે આપણે અહીં આ સ્ટોરીમાં આવાજ કેટલાક શબ્દો વિશે વાત કરીશું કે જે અંગ્રેજી ભાષાના છે એવું માનવામાં આવે છે, પરંકુ હકીકતમાં તો આ શબ્દો બીજી ભાષામાંથી ઉધાર લેવામાં આવ્યા છે.
જંગલઃ
જી હા, જંગલ શબ્દ આપણામાંથી મોટાભાગના લોકોને એવું લાગે છે કે તે અંગ્રેજી ભાષાનો છે, પરંતુ હકીકતમાં એવું નથી. આ શબ્દ સંસ્કૃત ભાષાના જંગલ શબ્દ પરથી લેવામાં આવ્યો છે અને આ શબ્દનો અર્થ એવો થાય છે કે વૃક્ષો અને જનાવરોથી ભરપૂર વિસ્તાર.
લેમનઃ
આપણે લેમન શબ્દનો ઉપયોગ ખૂબ જ સરળતાથી કરીએ છીએ, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે લેમન એ અંગ્રેજી ભાષાનો શબ્દ નથી. આ શબ્દના મૂળ અરબી અને ફારસી ભાષા સાથે જોડાયેલા છે. અરબીનો લૈમુન શબ્દ અંગ્રેજી ભાષામાં લેમન બની ગયું.
મોન્સૂનઃ
ચોંકી ઉઠ્યા ને? પણ આ હકીકત છે. મોન્સૂન શબ્દ અંગ્રેજી ભાષાનો છે એવી આપણામાંથી મોટાભાગના લોકોની સમજ છે. પણ હકીકત એકદમ અલગ છે. મોન્સૂન શબ્દ અરબી ભાષાનો શબ્દ છે. અંગ્રેજોએ ભારતમાં ચોમાસાની ઋતુ માટે આ શબ્દનો ઉપયોગ કર્યો હતો અને ત્યારથી જ ચોમાસા માટે મોન્સૂન શબ્દનો ઉપયોગ ખૂબ જ પ્રચલિત થયો.
ટેરિફઃ
ટેરિફ શબ્દ સાંભળીને તમારા મનમાં પણ હાલમાં જ અમેરિકાના પ્રમુખ દ્વારા વિવિધ દેશો પર લાદવામાં આવેલા ભારેભરખમ ટેરિફનો મુદ્દો યાદ આવી ગયો હશે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ટેરિફ એ અરબી ભાષાના શબ્દ તારીફ પરથી આવ્યો છે. આ શબ્દનો ઉપયોગ વેપારમાં ટેક્સ કે શુલ્ક માટે કરવામાં આવે છે.
સિરપઃ
લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ સિરપ શબ્દ પણ અંગ્રેજી ભાષાનો શબ્દ નથી. આ શબ્દ પણ અરબી ભાષા પરથી ઉધાર લેવામાં આવ્યો છે. અંગ્રેજીમાં આ શબ્દનો ઉપયોગ દવાઓ અને મીઠાઈ માટે કરવામાં આવે છે.
છે ને એકદમ અનોખી માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં વધારો કરજો હં ને? આવી બીજી અનોખી માહિતી અને સમાચાર જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.



