સ્પેશિયલ ફિચર્સ

ઇએમયુ ડ્રાઇવરને લોકો પાઇલટ ન કહેવાય, તો પછી તેમને શું કહેવામાં આવે છે?

નવી દિલ્હી: ટ્રેનના ડ્રાઈવરને લોકો પાઇલટ કહેવામાં આવે છે. જેના વિશે દરેક લોકો સામાન્ય રીતે જાણતા હોય છે. પરંતુ લોકો એ નથી જાણતા કે તેઓને લોકો પાઇલટ કેમ કહેવામાં આવે છે, ખરેખર તે તેમને પાઈલટ પણ કહેવામાં આવતા નથી તો ચાલો તમને જણાવું કે તેમનું ડેજિગ્નેશન શું હોય છે અને તેમને શું કહેવામાં આવે છે. જો કે તેમનો ગ્રેડ પેસેન્જર ટ્રેનના મુખ્ય ડ્રાઈવર જેટલો છે. તેમને પણ માત્ર ગ્રેડ-એમાં જ રાખવામાં આવ્યા છે. આ હોવા છતાં તેમના ટાઇટલ અલગ છે.

જ્યારે રેલવે ટ્રેન ડ્રાઇવરોની ભરતી કરે છે, ત્યારે તે એક જ કેટેગરીમાં લોકો પાઇલટ અને મોટરમેનની ભરતી કરે છે. પરંતુ તેમને અલગ જ નામથી ઓળખવામાં આવે છે.


લાંબા અંતરની પેસેન્જર ટ્રેનના ડ્રાઇવરને લોકો પાઇલટ કહેવામાં આવે છે. કારણકે લાંબા અંતરની ટ્રેનને ખેંચવા માટે એક એન્જિનનો ઉપયોગ થાય છે. તેને ડીઝલ કે પછી વીજળીની મદદથી ચલાવવામાં આવે છે. આ એન્જિનનું નામ લોકોમોટિવ છે. એન્જિનને લોકોમોટિવના નામથી ઓળખવામાં આવે છે એટલે તેના ડ્રાઇવરને લોકો પાઈલટ કહેવામાં આવે છે. પરંતુ લોકલ ટ્રેનોમાં અલગથી કોઈ એન્જિન લગાવવામાં આવતું નથી.


જ્યારે DMU કે પછી MEMU પાસે અલગ એન્જિન હોતું નથી. સામાન્ય રીતે દર ત્રણ કોચ પછી ઇલેક્ટ્રિક ટ્રેક્શન મોટર ઇન્સ્ટોલ કરવામાં આવે છે જે ટ્રેનને ધક્કો મારવાનું અને ખેંચવાનું કામ કરે છે. આ ટ્રેન મોટરના આધારે ચલાવવામાં આવતી હોવાથી તેને ચલાવનારને મોટરમેન કહેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે મોટરમેનનો પગાર અને લાંબા અંતરની પેસેન્જર ટ્રેનના ડ્રાઈવર એટલે કે લોકો પાઇલટ જેટલો જ હોય ​​છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button