બોલો! એલોન મસ્ક અને પુતિને મહાકુંભમાં પવિત્ર સંગમમાં ડુબકી લગાવી

પ્રયાગરાજઃ વિશ્વનો સૌથી મોટો ધાર્મિક અને આધ્યાત્મિકતાનો સંગમ એવો મહાકુંભ મેળો 13 જાન્યુઆરીથી શરૂ થઇ ગયો છે. દેશવિદેશથી લાખો શ્રદ્ધાળુઓ ત્રિવેણી સંગમ પર આકર્ષિત થયા છે. તેઓ ગંગા, યમુના અને પૌરાણિક લુપ્ત નદી સરસ્વતીના ત્રિવેણી સંગમ પર શ્રદ્ધાની ડુબકી લગાવવા આવી રહ્યા છે. એમ કહેવાય છે કે અહીં ડુબકી લગાવવાથી તમારો જન્મ-મરણનો ફેરો સફળ થઇ જાય છે. સંગમ સ્થળ નજીકનું તાપમાન છ ડિગ્રી સેલ્સિયસ જટલું નીચું જતા રહેવા છતાં પણ અત્યાર સુધીમાં છ કરોડથી પણ વધુ ભાવિકો ત્રિવેણી સંગમમાં ડુબકી લગાવી ચૂક્યા છે. એવા સમયે સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો વાયરલ થઇ રહ્યા છે, જેમાં રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન, ડોનાલ્ડ ટ્રમ્પ, ઇલોન મસ્ક ઉપરાંત અનેક વિદેશી ખેલાડીઓ ત્રિવેણી સંગમમાં ડુબકી લગાવતા જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો: મહાકુંભમાં ભક્તિમાં લીન જોવા મળી બોલિવૂડ અભિનેત્રી, વીડિયો વાયરલ
ઇન્સ્ટાગ્રામ પેજ આર્ટિફિશિયલ બુદ્ધિ દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોને ‘મહાકુંભ પ્રયાગરાજ ખાતે સેલિબ્રિટીઝ’ એવું રૂપકડું શિર્ષક પણ આપવામાં આવ્યું છે. આ વીડિયો ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઇટાલિયન પીએમ જ્યોર્જિયા મેલોનીને ડુબકી મારતા અને એકબીજાનું અભિવાદન કરતા દર્શાવતા ક્રમ સાથે ખુલે છે. ત્યાર બાદ તો પવિત્ર ત્રિવેણી સંગમમાં ડુબકી લગાવનારા સેલિબ્રિટીઝની લાઇન લાગી જાય છે. પીએમ મોદી બાદ મેસ્સી, ટ્રમ્પ, રોનાલ્ડો, ઇલોન મસ્ક, રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન, ઋષિ સુનક, જ્હોન સિના, જસ્ટિન ટ્રુડો એમ ઘણા મહાનુભાવો પવિત્ર ડુબકી લગાવતા જોવા મળે છે.
આ વાયરલ વીડિયો એકદમ વાસ્તવિક લાગે છે. સોશિયલ મીડિયા પર આ વીડિયોને લાખો લાઇક્સ મળી ચૂક્યા છે. લોકોને આ વીડિયો ઘણો જ પસંદ આવ્યો છે. લોકો ઘણી ટિપ્પણીઓ કરી રહ્યા છે અને આ સર્જનાત્મક્તાને બિરદાવી રહ્યા છે. એક નેટિઝને લખ્યું હતું કે આ તો માસ્ટર પીસ છે. તો અન્ય એક જણે લખ્યું હતું કે સર્જનાત્મક્તા માટેનો ઓસ્કર એવોર્ડ.
જોકે, કેટલાક લોકોએ આ આર્ટિફિશયલ વીડિયોની ટીકા પણ કરી હતી અને એઆઇનો ઉપયોગ કરવાની નૈતિક અસરો વિશે ચિંતા વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો: અમિતાભ બચ્ચને કર્યું મહાકુંભમાં સ્નાન? ટ્વીટ જોઈને ફેન્સ અસમંજસમાં, યુઝર્સે કહ્યું…
જોકે, આ વીડિયો બનાવનારાઓએ માફી માગતા લખ્યું છે કે આ વીડિયો અાપણી સંસ્કૃતિ અને પરંપરાઓ માટેના અત્યંત આદર સાથે બનાવવામાં આવ્યો છે. જો આને કારણે અજાણતા પણ કોઇની લાગણી દુભાઇ હોય તો અમે દિલથી માફી માગીએ છીએ.
તમે પણ આ વીડિયો જુઓ અને તમને કેવો લાગ્યો એ અમને જરીરથી લખી મોકલજો.