ઉનાળામાં વધુ આવે છે ઈલેક્ટ્રિસિટી બિલ? આ સ્માર્ટ ટ્રિક ફોલો કરો અને જુઓ મેજિક…

ઉનાળામાં વીજળીનો ઉપયોગ ખૂબ જ વધી જાય છે અને એની સાથે સાથે જ વધી જાય છે ઈલેક્ટ્રિસિટીનું બિલ… આજના સમયમાં ઈલેક્ટ્રિસિટી આપણા જીવનનો એક મહત્ત્વનો હિસ્સો બની ગયો છે પણ આપણે તેનો ઉપયોગ કરવાની સાથે સાથે એનો વેડફાટ પણ એટલો જ કરીએ છીએ. ઈલેક્ટ્રિસિટી બચાવવાથી બે ફાયદા થશે એક તો પૈસા બચશે અને એની સાથે સાથે જ પર્યાવરણનું જતન પણ કરી શકાશે.
ઉનાળાના સમયમાં સામાન્યપણે ઈલેક્ટ્રિસિટીનો વપરાશ ખૂબ જ વધી જતો હોય છે કારણ કે આ સમયગાળા દરમિયાન પંખા, એર કંડિશનર, કૂલર જેવા વિદ્યુત ઉપકરણ ચાલુ રહેતા હોય છે, જેને કારણે ઈલેક્ટ્રિસિટીના બિલમાં વધારો થયો છે. આજે અમે અહીં તમારા માટે કેટલાક એવા ઉપાયો જણાવી રહ્યા છે કે જેને કારણે તમારું વીજળીનું બિલ ઓછું થશે.
આ પણ વાંચો : ગુજરાતમાં સૂર્ય દેવનો પારો ચઢ્યો, હજુ 5 દિવસ પ્રચંડ ગરમીની હવામાન વિભાગની આગાહી
તમારી જાણ માટે કે જો તમે સતત એક કલાક માટે 1000 વોટના ઈલેક્ટ્રોનિક ગેજેટ્સનો ઉપયોગ કરો છો તો તે એક યુનિટ વીજળીનો ઉપયોગ કરે છે અને વાત કરીએ AC બે હજાર વોટ સુધીના હોય છે અને તમે પાંચ કલાક સુધી AC ચાલુ રાખો છો એ માટે 10 યુનિટ વીજળી ખર્ચાય છે.
જો તમે પણ તમારું ઈલેક્ટ્રિસિટી બિલ ઘટાડવા માંગો છો તો તમારે તમારા ઘરના સાદા બલ્બને LEDથી રિપ્લેસ કરી દો, કારણ કે LED ઓછા વોલ્ટેજના હોય છે અને એને કારણે તમારી વીજળી ઓછી ખર્ચાશે અને એની સાથે સાથે જ વીજળીનું બિલ પણ ઘટશે. આ સિવાય જો તમારે બિલ ઘટાડવું હોય તો નવા ગેજેટ્સ અને ડિવાઈસનો ઉપયોગ કરો. ફ્રિજમાં શક્ય એટલે ઓછી વસ્તુઓ રાખો, આવું કરવાથી પણ ઈલેક્ટ્રિસિટીનું બિલ વધારે આવે છે.
આ પણ વાંચો : Summer Forecast: એપ્રિલ મહિનો રહેશે કાળઝાળ, હવામાન વિભાગ દ્વારા આગ ઓકતી ગરમીની આગાહી
મોસ્ટ ઈમ્પોર્ટન્ટ થિંગ એટલે કે જો તમારા ઘરે AC છે તો તેની સાથે પંખો પણ ચાલુ કરો આને કારણે તમારો રૂમ ઝડપથી ઠંડો થઈ જશે જેથી તમારે લાંબા સમય સુધી AC નહીં ચાલું રાખવું પડે. આ સિવાય AC ચલાવતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ટેમ્પરેચર લેવલ બહારના વાતાવરણ પ્રમાણે જ સેટ કરો. ACને રૂમના ટેમ્પરેચર પર જ એટલે કે 24 પર ચલાવવું જોઈએ.
જ્યારે જરૂર ના હોય એ સમયે ટીવી સ્વીચ, ચાર્જિંગ પોઈન્ટ વગેરેની સ્વીચ બંધ રાખો, કારણ કે સ્વીચ ચાલું હોય એટલે પાવર સપ્લાય પણ ચાલું જ રહે છે જેને કારણે બિલમાં વધારો થાય છે, એટલે જો તમે પણ તમારું વીજળીનું બિલ ઓછું કરવા માંગતા હોવ તો આ ટિપ્સ ફોલો કરવાનું શરૂ કરી દો…
આ પણ વાંચો : અમદાવાદની કાળઝાળ ગરમી સામે નાગરિકોને રક્ષણ આપશે પાલિકા અને ટ્રાફિક પોલીસ
આ સિવાય અનેક લોકો સુતા પહેલા TVની સ્વિચ બંદ કરીને નથી ઉંઘતા જેથી પાવર સપ્લાય ચાલુ રહે છે. એના કારણે પણ બિલ વધુ આવે છે. જે ઉપકરણનો ઉપયોગ લાંબા સયમ સુધી ન કર્યો હોય તેને સર્વિસ પછી જ ઉપયોગ કરો આવુ કરવાથી વીજળીનો વપરાશ ઓછો થશે અને બિલ ઓછુ આવશે.