4th Juneના Result જોતી વખતે રાખજો આ 10 સાવધાની… જાણો કોણે આપી સલાહ?

દેશમાં લોકશાહીના પર્વની ઊજવણી રહી છે અને અત્યાર સુધીમાં પાંચ તબક્કાના મતદાનની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે, અને હજી બે તબક્કાનું મતદાન બાકી છે અને ત્યાર બાદ ચોથી જૂનના આ ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવશે. પરંતુ એ પહેલાં જ સોશિયલ મીડિયા પર એક અબજોપતિની પોસ્ટ વાઈરલ થઈ રહી છે. આ પોસ્ટમાં અબજોપતિએ ચોથી જૂનના ચૂંટણીના પરિણામો જોતી વખતે રાખવી પડનારી 10 સાવધાનીઓ વિશે વાત કરી હતી. આવો જોઈએ કઈ છે આ 10 વાતો…
આ ઉદ્યોગપતિ બીજું કોઈ નહીં પણ અબજોપતિ હર્ષ ગોએન્કા (Harsh Goenka) છે. હર્ષ ગોએન્કાએ ચૂંટણીના પરિણામો ટીવી પર જોતી વખતે કેટલીક સાવધાની આપતી પોસ્ટ લખી છે. આરપીજી ગ્રુપના માલિક હર્ષ ગોએન્કાએ પોતાના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે જે ખૂબ જ જ વાઈરલ થઈ રહ્યા છે.
હર્ષ ગોએન્કાએ પોતાની પોસ્ટમાં ટીવી જોઈ રહેલાં એક વ્યક્તિનો ફોટો શેર કર્યો છે અને પહેલી તકેદારી વિશે વાત કરતાં જણાવ્યું હતું કે હળવો નાસ્તો કર્યા બાદ બ્લડ પ્રેશરની દવા લઈ લેજો. આ સાથે સાથે જ તેમણે પોસ્ટમાં આગળ એવું પણ લખ્યું છે કે ચૂંટણીના પરિણામ જોતી વખતે Sotbitrateની સાથે એક બોટલ ઠંડુ પાણી પણ પોતાની સાથે રાખી મૂકજો.
આ પણ વાંચો : 4th Juneના Result જોતી વખતે રાખજો આ 10 સાવધાની… જાણો કોણે આપી સલાહ?
ચોથી સલાહ આપતા તેમણે જણાવ્યું હતું કે ટીવીનો અવાજ ધીમો રાખજો તો પાંચમી સલાહ આપતા તેમણે કહ્યું હતું કે આ સમયે પરિવારના સભ્યો કે મિત્રોને ચોક્કસ તમારી પાસે રાખજો. આ સિવાય તેમણે ઢીલા તેમ જ સુતરાઉ કપડાં પહેરવાની સાથે સાથે એસી કે કૂલ ચાલુ રાખવાનું પણ જણાવ્યું હતું.
હર્ષ ગોએન્કાએ આગળ જણાવ્યું હતું કે જેમ જેમ ચૂંટણીના પરિણામો આવશે એમ એમ ઊંડા ઊંડા શ્વાસ લેવાનું રાખો અને વચ્ચે વચ્ચે હસતાં પણ રહો. સંસાર એક માયા છે અને હંમેશા તેનું સ્મરણ કરતાં રહો, કારણ કે આવશે તો મોદી જ…
ગોએન્કાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહી છે અને બે કલાકમાં જ 26,000થી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.