શિયાળામાં ખાવ આ સૂકો મેવો અને…
છેલ્લાં એક-બે દિવસથી મુંબઈમાં સરસમજાની ફૂલ ગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે અને આ શિયાળામાં જ અનેક બીમારીઓ કે સિઝનલ ફ્લ્યૂ, શરદી, ખાંસી, તાવ વગેરે થવાની શક્યતા રહેલી છે. આવી પરિસ્થિતિમાં આ બીમારીઓથી બચવા માટે અને આપણા શરીરમાં ઉર્જા રહે એ એ માટે આહારમાં જો કેટલાક નાના મોટા ફેરફાર કરવામાં આવે તો આ સમસ્યાઓથી બચી શકાય છે અને આજે અમે અહીં આવી જ એક ટિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
તમારે શિયાળામાં તમારા ડાયેટમાં ખજૂરનો સમાવેશ કરવો જોઈએ, કારણ કે આ ખજૂર તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. શિયાળામાં તમે ખાલી પેટે ખજૂરનું સેવન કરો છો તો તેનાથી અસંખ્ય ફાયદાઓ થાય છે. દરેક વ્યક્તિએ ઓછામાં ઓછી ચાર ખજૂર તો શિયાળામાં ખાવી જ જોઈએ. તમે આખી રાત ખજૂરને પલાળીને રાખીને પણ ખાઈ શકો છો કે પલાળ્યા વગર પણ સવારે ખજૂરનું સેવન કરી શકો છો.
ખજૂરમાં અનેક વિવિધ પોષક તત્વો હોય છે કે જેમાં કેલ્શિયમ, પ્રોટિન્સ, આયર્ન, વિટામિન કે, સોડિયમ વગેરેનો સમાવેશ થાય છે. આ સિવાય એવું પણ કહેવાય છે કે ખજૂર વિટામિન બી 6નો પણ શ્રેષ્ઠ સ્રોત છે. આ સાથે સાથે જ ખજૂરમાં એન્ટિ ઓક્સિડન્ટ્સ પણ જોવા મળે છે, જેને કારણે શરીરને એનર્જી મળે છે અને હાર્ટ પણ નિરોગી રહે છે.
ખૂબ જ ઓછા લોકોને એ વાતની જાણ હોય છે કે ખજૂર ખાવાને કારણે હાર્ટ એટેક આવવાનું જોખમ પણ ઘટે છે અને એની સાથે સાથે શરીરમાં રહેલા બેડ કોલેસ્ટ્રોલનું લેવલ ઘટે છે. ખજૂરમાં રહેલા વિટામિન બી6ને કારણે લોહી જાડું થતું અટકે છે અને હાડકાં પણ મજબૂત બને છે. ખજૂરને કારણે આંખોના આરોગ્યને પણ નુકસાન થતું અટકે છે.
આ ઉપરાંત કેન્સર, ડાયાબિટીસ જેવી બીમારી થવાનું જોખમ પણ ખજૂરનું સેવન કરવાથી ઘટે છે, એટલે જો આખું વર્ષ નિરોગી રહેવું હોય તો શિયાળામાં ખજૂર ખાવાનું શરૂ કરી દો આજથી જ…