જો ભારતમાં ભૂકંપ આવે તો Android પર આવશે એલર્ટ, ફટાફટ ઓન કરી લો આ સેટિંગ…

જો ભારતમાં ભૂકંપ આવે તો Android પર આવશે એલર્ટ, ફટાફટ ઓન કરી લો આ સેટિંગ…

રશિયાના કિનારાના કામચટકા ખાતે 8.8 રેક્ટર સ્કેલ તીવ્રતાનો વિનાશકારી ભૂકંપ આવ્યો હતો અને એને કારણે અનેક દેશોમાં સુનામીનું એલર્ટ આપવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં સ્વાભાવિક છે કે સવાલ થાય કે જો ભારતમાં ભૂકંપ કે કોઈ કુદરતી આફત આવે તો એનું એલર્ટ કેવી રીતે મળશે? ડોન્ટ વરી તમારા આ સવાલનો જવાબ પણ અહીં તમને મળી જશે. હવે તમારા એન્ડ્રોઈડ ફોન પર જ એલર્ટ મળી જશે, બસ એના માટે તમારે ખાલી એક ઓન સેટિંગ કરવી પડશે. ચાલો જોઈએ-

રશિયા ખાતે આવેલા આ વિનાશક ભૂકંપની અસર ભારત પર તો કોઈ અસર નહીં જોવા મળે, પણ એનો અર્થ એવી નથી કે ભારતમાં ભૂકંપના આંચકા આવતા જ નથી. ભારતમાં પણ અનેક વખત અલગ અલગ રાજ્યમાં ભૂકંપના આંચકા અનુભવાતા હોય છે. આવી સ્થિતિમાં ભારતમાં જો ભૂકંપના આંચકાની આગોતરી જાણ કઈ રીતે થાય? એવો સવાલ થાય એ સ્વાભાવિક છે. તો તમારા આ સવાલનો જવાબ છે કે એન્ડ્રોઈડ મોબાઈલ પર જ આની જાણકારી મળી જાય છે.

શું છે આ ફીચર?
આજે અમે અહીં તમને ભૂકંપનું એલર્ટ આપતી એક સિસ્ટમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ગૂગલ દ્વારા એન્ડ્રોઈડ યુઝર્સ માટે શરૂ કરવામાં આવેલું આ ફીચર ખૂબ જ કામનું સાબિત થશે. એન્ડ્રોઈડ ફોન પર મળનારું આ ફીચર નેચરલ ડિઝાસ્ટરને તો રોકી નથી શકતા, પણ આ ફીચર લોકોને તેની આગોતરી જાણ કરે છે અને સુરક્ષિત સ્થળ પર પહોંચવામાં મદદ કરે છે.

કઈ રીતે કરે છે કામ?
એન્ડ્રોઈડની આ સિસ્ટમ હકીકતમાં મોબાઈલને મિનિ સેસિમોમીટર્સ તરીકે યુઝ કરે છે. આવી સ્થિતિમાં જ્યારે પણ ભૂકંપ આવે છે તો તે મોબાઈલથી ડિટેક્ટ કરે છે. ત્યાર બાદ તરત જ પોતાની સિસ્ટમને એનેલાઈઝ કરે છે. માહિતી સાચી હશે તો તમારી આસપાસ હાજર તમામ મોબાઈલ યુઝર્સને તે ભૂકંપની એલર્ટની માહિતી આપે છે.

ચાલો જાણીએ કઈ રીતે ઓન કરશો આ સેટિંગ-
⦁ એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં એન્ડ્રોઈડ 5.0 કે એની આગળનું લેટેસ્ટ વર્ઝન છે
⦁ આ સાથે જ ધ્યાન રાખો કે એક્ટિવ ઈન્ટરનેટ કનેક્શન હોવા જોઈએ અને જીપીએસ ઓન હોવું જોઈએ
⦁ એન્ડ્રોઈડ સ્માર્ટફોનની સેટિંગમાં જાવ
⦁ સેફ્ટી અને ઈમર્જન્સીનું ઓપ્શન ઓન કરો
⦁ જો આ ઓપ્શન ના દેખાય તો એડવાન્સ્ડ ઓપ્શન ક્લિક કરો
⦁ ત્યાર બાદ યુઝર્સને પોતાના ફોનની સ્ક્રીન પર અર્થક્વેક એલર્ટ આપશે
⦁ જો આ સેટિંગ ઓફ હોય તો એને ઓન કરી લો
⦁ એક વખત અર્થક્વેક એલર્ટ્સને ઈનેબલ કરશો એટલે ભૂકંપ આવતા જ તમને એલર્ટ મળશે

આ પણ વાંચો…WhatsApp Callનું પણ થઈ શકે રેકોર્ડીંગ; તે માટે ફોલો કરો આટલા સ્ટેપ

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button