ગઈકાલે ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન બિરીયાની સિવાય આ વસ્તુ પણ મંગાવી લોકોએ…
ગઈકાલે ભારત પાકિસ્તાન વચ્ચેની રોમાંચક મેચમાં ભારતીય ટીમને મળેલા વિજયના નશામાં આખો દેશ ડૂબી ગયો હતો. ભારતમાં ક્રિકેટને લઈને લોકોમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ જોવા મળે છે અને એમાં પણ જ્યારે ભારત અને પાકિસ્તાન મેચ હોય તો તો વાત જ કંઈક ઓર છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1 લાખથી વધુ લોકોએ લાઈવ મેચ નિહાળી હતી, તો કેટલાક લોકોએ સ્ટેડિયમની રહીને પોતાના ઘરોમાં બેસીને આ મેચનો આનંદ ઉઠાવ્યો હતો. આ મેચમાં ટીમ ઈન્ડિયાની જ્વલંત જીત બાદ માત્ર સ્ટેડિયમ જ નહીં પણ રેસ્ટોરાં, બાર, પબ અને ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ સ્વિગીએ પણ ધૂમ કમાણી કરી હતી.
મળી રહેલી માહિતી પ્રમાણે મેચ દરમિયાન સ્વિગી પર ધૂમ ઓર્ડર આપવામાં આવ્યા હતા. આ બાબતે સ્વિગી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસા તેના ઈન્સ્ટામાર્ટમાંથી થોડા કલાકોમાં જ હજારો કોન્ડોમનું વેચાણ થયું હતું. ઓનલાઈન ગ્રોસરી ડિલિવરી પ્લેટફોર્મ સ્વિગી ઈન્સ્ટામાર્ટને મેચ દરમિયાન 3509 કોન્ડોમનો ઓર્ડર મળ્યો હતો અને કોન્ડોમ ઉપરાંત સ્વિગી-ઝોમેટો પર દર મિનિટે સેંકડો બિરયાની, મીઠાઈઓ, ચોકલેટ્સ અને ચિપ્સનો ઓર્ડર કરવામાં આવ્યા હતા.
સ્વિગીએ ખુદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર આ અંગેની માહિતી આપી હતી. પોતાની પોસ્ટમાં આ એપ દ્વારા લખવામાં આવ્યું છે કે ‘ ભારત પાકિસ્તાનની મેચ દરમિયાન 3509 કોન્ડોમનો ઓર્ડર આપવામાં આવ્યો હતો, આજે કેટલાક ખેલાડીઓ મેદાનની બહાર રમી રહ્યા છે. કમ સે કમ તેઓ રમી રહ્યા છે, કારણ કે તેમણે પાકિસ્તાની ટીમની જેમ સરેન્ડર નથી કર્યું.
લોકોએ માત્ર કોન્ડોમ જ નહીં, મેચ દરમિયાન મોટી સંખ્યામાં બિરીયાનીનો ઓર્ડર પણ આપ્યો હતો. સ્વિગીએ શનિવારે જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ દરમિયાન તેને દર મિનિટે 250થી વધુ બિરીયાનીનો ઓર્ડર મળ્યો હતો. કંપનીએ જણાવ્યું કે હતું કે ચંદીગઢના એક પરિવારે એક સાથે 70 બિરીયાનીનો ઓર્ડર આપ્યો હતો. એવું લાગે છે કે તેઓ પહેલેથી જ ઉજવણી કરી રહ્યા હતા.
આ સિવાય ભારતીયોએ મેચ દરમિયાન 1 લાખથી વધુ કોલ્ડ ડ્રિંક્સનો ઓર્ડર પણ આપ્યો હતો, એવી માહિતી પણ કંપની દ્વારા આપવામાં આવી હતી.