દુર્ગા માતાના વળામણાં વખતે દીકરી ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી, વીડિયો જોઈ લો!
દરેક ભક્ત માટે તેમના ઇશ્વર, પ્રેમ, સ્નેહ અને આસ્થાની મૂરત હોય છે. નવ દિવસ ભક્તોની આસ્થા અને શ્રદ્ધા સાથે નવરાત્રિ તથા દુર્ગાષ્ટમીનું પર્વ ઉજવાય છે અને આ નવ દિવસ બાદ જ્યારે માતાજી વિદાય લે છે ત્યારે ભાવનાત્મક દ્રશ્યો સર્જાય છે. માતાને વિદાય આપતી વખતે જય માતા દીના નારા ચારેકોર ગુંજી ઉઠે છે તો ક્યાંક લાગણીસભર દ્રશ્યો પણ જોવા મળ્યા.
ભક્તોના આવા જ કેટલાક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યા છે. એક વીડિયોમાં તમે જોઇ શકો છો કે એક નાનકડી બાળકી છે, જે મા દુર્ગાના પૂજનમાં એટલી હદે ડૂબેલી છે, કે માતાની ભક્તિ તેની આંખોમાંથી અશ્રુરૂપે વહેવા લાગે છે. બાળકીનો આ વીડિયો એટલી હદે અદ્ભૂત છે કે તેમાં બાળકી રોવા લાગી છે અને રડતા રડતા તે આસપાસ ગવાઇ રહેલા ભજનમાં પણ પોતાના સૂર મિલાવીને માતાજીની આરાધના કરી રહી છે. આ સિવાય અન્ય એક વીડિયો પણ જોવા મળ્યો કે જેમાં એક ભક્ત માતાના ચરણમાં પડેલો છે અને તે મા દુર્ગાની પ્રતિમાની સામે શીષ નમાવીને સતત રડી રહ્યો છે. એક પ્રખ્યાત ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી ભક્તોના આ અદ્ભૂત વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે.
આ વીડિયોને જોઇને અન્ય યુઝર્સમાં પણ જાણે ભક્તિની ભાવના જાગી ઉઠી છે. અનેક યુઝર્સ આ વીડિયો પર કમેન્ટ કરીને પોતાની શ્રદ્ધા જાહેર કરી રહ્યા છે. મોટાભાગના ભક્તોએ કમેન્ટમાં ‘જય માતા દી’ લખીને પોતાની ભાવનાઓ વ્યક્ત કરી છે. એક ભક્તે લખ્યું, ‘મિસ યુ મા.’ અન્ય એક ભક્તે લખ્યું હતું કે ‘આ ફક્ત દિવસ નથી, આ એક ઇમોશન છે.’ કેટલાક ભક્તોએ આવતા વર્ષે માતાજીને જલ્દી આવવાની પણ પ્રાર્થના કરી છે.