સ્પેશિયલ ફિચર્સ

સ્કૂલોને લીધે બાળકોનો મોબાઈલ પરનો સ્ક્રીન ટાઈમ ઘટવાને બદલે વધ્યો

અમદાવાદઃ કોરોનાના સમય દરમિયાન સૌથી વધારે નુકસાન થયું હોય તો તે શિક્ષણનું અને વિદ્યાર્થીઓનું થયું છે. આ સમય દરમિયાન બાળકો સ્કૂલે ન જઈ શક્તા હોવાથી ઑનલાઈન એજ્યુકેશનનો તોળગો કાઢવામાં આવ્યો અને વિદ્યાર્થીઓને ઘરેબેઠાં ભણાવવામાં આવ્યું.

આ સમય દરમિયાન માતા-પિતા માટે બાળકને લેપટૉપ અથવા મોબાઈલ આપાવનું ફરજિયાત બની ગયું. જ્યારે કોરોનાની મહામારી ઓછી થઈ અને સ્કૂલમાં બાળકો જવા લાગ્યા ત્યારે એમ હતું કે હવે મોબાઈલની આદત છૂટશે, પરંતુ આમ ન થતા બાળકોને મોબાઈલનું વણગણ લાગ્યું અને તેમનો સ્ક્રીનટાઈમ વધી ગયો. માતા-પિતા પાસે બાળકને તેનો સેપરેટ મોબાઈલ આપવા સિવાય કોઈ છૂટકો નથી.

Read more:

આ સાથે બાળકોના પણ વૉટ્સ એપ ગ્રુપ વધી જાય છે. સ્કૂલના, ટ્યૂશનના, સ્પેશિયલ એક્ટિવિટીના ગ્રુપમાં જ બધી માહિતી શેર થાય છે. અમુક વાલીઓ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે શાળામાં પ્રવેશતા જ વોટસેપ ગ્રુપમાં જોડી દેવામાં આવે છે. હવે શાળાઓ કોઈ પણ પ્રકારની સુચનાઓ, ટાઈમ ટેબલ કે હોમવર્ક તમામ કામ વોટસેપ ગ્રુપ દ્વારા જ આપે છે. બાળક માટે ઘરમાં એક મોબાઈલ હોવો આવશ્યક બની ગયું છે અને તે પણ સ્માર્ટ ફોન હોવો જોઈએ. ઘરમાં ઓછામાં ઓછા ત્રણ મોબાઈલના બિલ ભરવા પડે છે. બાળક ભણવા સાથે મોબાઈલનો ક્યા કામ માટે ઉપયોગ કરે છે, તે પેરેન્ટ્સમાં માટે જાણવું કે તેના પર નિયંત્રણ રાખવું અઘરું બની જાય છે.

Read more:

સ્ક્રીન ટાઈમ વધવાથી બાળકોની આંખો બગડે છે, તેના મન પર પણ અસર થાય છે, પરંતુ પેરેન્ટ્સ કંઈ ખાસ કરી શકતા નથી. 8 ધોરણ પછીના બાળકો એવા પણ છે જે માત્ર નામ પૂરતા સ્કૂલે જતા હોય છે. તેઓ મોટેભાગે ઓનલાઈન ભણે છે. તેમના સ્ક્રીન ટાઈમ ઘણા વધારે હોય છે અને તે ઉપરાંત તેઓ મનોરંજન માટે પણ મોબાઈલ સામે જ બેઠા રહે છે. ઘણા માતા-પિતા પણ એવા છે કે બાળકને મોબાઈલ હાથમાં ધરી દે છે અને કોઈ નિયંત્રણ રાખતા નથી. એક તરફ માતા-પિતા સ્કૂલની ઉંચી ફી ભરે, સ્કૂલબેગ-બુક્સ વગેરે ખરીદે અને રોજના ખર્ચ કરે ત્યારે હવે તેમના ખર્ચમાં મોબાઈલ પણ ઉમેરાયો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો