સ્પેશિયલ ફિચર્સ

શિયાળામાં ડ્રાય સ્કીનથી છો પરેશાન તો આ રહ્યા ઉપાય

શિયાળાની સત્તાવાર શરૂઆત થઈ નથી, પરંતુ સવારે ને સાંજે ઠંડક અનુભવાય છે. શિયાળાની શરૂઆત થતાં જ ત્વચા અને વાળ બન્નેની વિશેષ સંભાળ લેવી પડે છે. ખાસ કરીને સૌને ત્વચા સૂકી થવાને લીધે ફાટી જવાની, ખંજવાળ આવવાની અને ઘણીવાર લોહી નીકળવાની પણ સમસ્યા સતાવે છે.

ત્વાચા સૂકાઈ ન જાય તે માટે ઘરેલું નુસખામાં એક તો લોકો નાળિયેરના તેલની માલિશ કરે છે અને બીજું સાબુને બદલે ચણાના કે બાજરાના લોટથી ન્હાવાનું પસંદ કરે છે. આ સિવાયનો એક બીજો ઘરેલું નુસખો અમે તેમને જણાવીશું.


એ છે પાકા કેળાનું ફેસ પેક. પેક બનાવવાની રીત ખૂબ સરળ છે. તમારે કરવાનું એ છે કે એક વધુ પાકેલા કેળાને છાલ સહિત ક્રશ કરી લો. હવે તેમાં થોડુ મધ અને નારિયેળ તેલ મિક્સ કરો. તમે નારિયેળ તેલના સ્થાને ઘી કે દહીંનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આ ફેસ પેકને સારી રીતે મિક્સ કરી લો. પછી તેને પોતાના ચહેરા પર લગાવો. લગભગ 25 મિનિટ આ રીતે જ છોડી દો અને પછી ઠંડા પાણીથી પોતાનો ચહેરો સાફ કરી લો.


આ કરાવાના ફાયદા જણાવીએ તો આ પેક પહેલા તો ત્વચાની અંદરના પોર્સમાં હાઈડ્રેશન વધારવાનું કામ કરે છે. તેનાથી સ્કિન અંદરથી મુલાયમ થશે. આપણને ખબર જ છે કે કેળા પોટેશિયમથી ભરપૂર છે અને સ્કિનમાં પિગ્મેંટેશનને ઘટાડે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button