વિજ્ઞાન અને ટેકનોલોજીસ્પેશિયલ ફિચર્સ

રોજ સવારે પીવો આ Magical Drink અને જુઓ Magic…

ભારતીય રસોડું એ સ્વાદ અને ઔષધીય ગુણનો ખજાનો છે અને આજે અમે અહીં તમારા માટે એક આવા જ મેજિક ડ્રિંકની વાત લઈને આવ્યા છે. રોજ સવારે આ મેજિકલ ડ્રિંક પીવાથી અગણિત હેલ્થ બેનેફિટ્સ મળે છે. આવો જોઈએ શું છે આ મેજિક ડ્રિંક અને કઈ રીતે તેને ઘરે બનાવી શકાય એમ છે.

નાનકડી એલચીના દાણા સુગંધ અને સ્વાદ વધારવામાં સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવે છે અને રોજ સવારે એલચીનું પાણી પીવાથી અગણિત ફાયદાઓ થાય છે. એલચીમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, કેલ્શિયમ સહિતના અનેક મહત્ત્વના પોષક તત્વો હોય છે. આ સિવાય એલચીમાં મોટા પ્રમાણમાં એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે જે આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે અને રોજ એના પાણીનું સેવન કરવામાં આવે તો ફાયદાકારક સાબિત થાય છે. આ પાણીના સેવનથી વજન તો ઓછું થાય જ છે પણ એની સાથે સાથે તમારી ક્રેવિંગ ઘટાડવાનું કામ પણ કરે છે. આવો જોઈએ આ એલચીનું પાણી પીવાથી બીજા કયા ફાયદાઓ થાય છે-

પાચનતંત્ર સુધરે…
રોજ સવારે ખાલી પેટે એલચીના પાણીનું સેવન કરવામાં આવે તો તેને કારણે પાચનતંત્ર સુધરે છે. પાચન ક્રિયા ઝડપી બને છે. કબજિયાત, સોજા, અપચો જેવી અન્ય સમસ્યાઓમાંથી પણ રાહત મળે છે.

બોડી ડિટોક્સ થાય છે…
જી હા, એલચીનું પાણી પીવાથી બોડી ડિટોક્સિફાય થવામાં સૌથી મોટી મદદ મળે છે. એલચીના મૂત્રવર્ધક ગુણ શરીરમાંથી ટોક્સિનને બહાર કાઢવામાં મદદરૂપ સાબિત થાય છે.

મેટાબોલિઝમ થશે બુસ્ટ…
જો તમે તમારું મેટા બોલિઝમ સુધારવા માટે કોઈ ઘરગુથ્થુ ઉપાય શોધી રહ્યા છો તો એલચીના પાણીથી બેસ્ટ બીજો કોઈ ઉપાય હોઈ જ ના શકે. મેટાબોલિઝમને મજબૂત બનાવીને બોડીને વધારાના કેલરી બાળવામાં મદદ કરે છે. એટલે ટૂંકમાં કહીએ તો વજન ઘટાડવામાં પણ આ મેજિકલ ડ્રિંક ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે.

બ્લડપ્રેશર કરે કન્ટ્રોલમાં
આજકાલ હાઈ બ્લડપ્રેશર ખૂબ જ કોમન સમસ્યા થઈ ગઈ છે. જો તમે હાઈ બ્લડપ્રેશરની સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો તમારે તમારા ડાયેટમાં રોજ સવારે આ પાણીનો સમાવેશ કરવો જોઈએ. રિપોર્ટ્સની વાત પર વિશ્વાસ કરીએ તો બીપીને કન્ટ્રોલમાં રાખવા માટે એલચીનું પાણી એક બેસ્ટ ઓપ્શન સાબિત થાય છે.

કઈ રીતે બનાવશો આ મેજિકલ ડ્રિંક?
એલચીનું આ મેજિકલ ડ્રિંક બનાવવા માટે પાંચ-છ એલચી છોલીને આખી રાત પાણીમાં રાખી મૂકો. સવારે આ પાણીને ગરમ કરો અને એક એક ઘૂંટડો કરીને આ ગરમ પાણીનું સેવન કરો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button