આવી Dream Job તો બધાને જોઈએ, દિવસના આટલા જ કલાક કામ અને બાકીનો સમય…
આ દુનિયામાં ભાત-ભાતના લોકો વસે છે અને એમાંથી અનેક લોકો પોતાની જોબ સાથે ખુશ હશે તો અમુક લોકો પોતાની નોકરીથી એટલા ખુશ નહીં હોય તો વળી કેટલાક લોકો એવા પણ હશે કે જેમને કામ પણ કરવું હશે, પરંતુ એની સાથે સાથે તેમને આરામ પણ જોઈતો હશે. જોકે, આવી જોબ મળવી જરા અઘરી જ છે. પરંતુ એક જર્મન છોકરીએ સૌની ડ્રીમ જોબ એવી નોકરી પોતાના નામે કરી લીધી છે. આ ડ્રીમ જોબની સાથે સાથે તે પોતાના હરવા-ફરવાનો શોખ પણ પૂરો કરી રહી છે. ચાલો જોઈએ એવું તે શું ખાસ છે આ નોકરીમાં-
એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર આ યુવતીનું નામ સિરિરાત નેંસીવિઝ (Sirirat Nensewicz) છે અને તેની ઉંમર 27 વર્ષની છે. આમ તો સિરિરાત થોડાક દિવસ માટે ઓસ્ટ્રેલિયા ફરવા માટે આવી હતી પરંતુ તેણે પરદેસમાં નોકરી શોધી લીધી છે. તમે પણ આ ડ્રીમ જોબ વિશે જાણશો તો તમને તે નોકરી ઓછીને વેકેશન વધારે લાગશે, એટલું જ નહીં પણ આ નોકરી વિશે સાંભલીને તમને પણ થશે કે કે ભાઈ કોઈ અમને પણ આવી જ નોકરી ઓફર કરે…
સિરિરાત મૂળ જર્મનીમાં રહેતી એક સોલો ટ્રાવેલર છે. ફેબ્રુઆરીમાં તે ઓસ્ટ્રેલિયા હોલીડે વર્કિંગ વિઝા લઈને આવી હતી, જે 12 મહિના સુધી વેલિડ હતું. જ્યારે તેને વિઝા એક્સ્ટેન્શન જોઈતું હતું ત્યારે એને ઓછામાં ઓછું 88 દિવસ નોકરી કરવી જરૂર હતી. આ માટે તેણે 100થી વધુ જગ્યા પર પોતાના સીવી મોકલાવ્યા હતા. જોકે, આ બધા વચ્ચે તે બીચની નજીક રહેવા માંગતી હતી અને તેને પંપકિન આઈલેન્ડ વિશે માહિતી મળી. પંપકિન આઈલેન્ડ ખાતે આવેલા એક ઈકો રિસોર્ટમાં નોકરી માટે એપ્લાય કર્યું અને બે દિવસમાં તેને નોકરી પણ મળી ગઈ.
જોકે, આ પંપકિન આઈલેન્ડ આવવા માટે નાનકડી બોટ ખરીદવી પડી. આ રિસોર્ટ એટલો નાનો હતો કે ત્યાં એક મેનેજર અને બે વર્કર જ રહેતા હતા. અઠવાડિયામાં એક દિવસ જ ગેસ્ટ આવતા હતા. એટલું જ નહીં પાંચ દિવસમાં તેને 24 કલાક એટલે કે સરેરાશ રોજના બે જ કલાક કામ કરવું પડતું હતું. અહીં રહેવાનું વગેરે ફ્રી હતું. સવારે આઠ વાગ્યાથી તેનું કામ શરૂ થતું હતું અને ત્રણ કલાક સુધી જ કામ કરવું પડતું. સાંજે બે કલાક તેને કામ કરવું પડતું હતું. ટૂંકમાં આખો દિવસ સિરીરાતને માત્ર પાંચ જ કલાક કામ કરવું પડતું હતું.
બાકીના ખાલી રહેલાં સમયમાં સિરીરાત બીચ પર હિંચકા પર સૂતા સૂતા, સમુદ્રમાં સ્વિમિંગ કરીને પસાર કરતી હતી. આ રીતે કામ કરીને સિરીરાતે પોતાની રિટર્ન ટિકિટના પૈસા તો ભેગા કરી જ લીધા હતા. આને કહેવાય એક પંથને બે કાજ. સિરીરાતે ઓસ્ટ્રેલિયામાં ફરવાની સાથે સાથે જ પોતાના ફરવાનો અને મોજ-મસ્તી કરવાનો શોખ પણ પૂરો કર્યો હતો. છે ને એકદમ મજાની નોકરી?