Shukra Double Gochar: આ ચારે રાશિના જાતકોને થશે ધનલાભ, મળશે Back To Back Good News…

જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને વૈભવ અને ધનનો કારક ગણાવવામાં આવ્યો છે. આવો આ શુક્ર આજે એટલે કે 31મી જુલાઈના ગોચર કરીને સિંહ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. શુક્રનું સૂર્યની રાશિ સિંહમાં થઈ રહેલું આ ગોચર ખૂબ જ વિશેષ રહેવાનું છે. જુલાઈની જેમ જ ઓગસ્ટમાં પણ શુક્ર બે વખત ગોચર કરશે અને આખો ઓગસ્ટ મહિનામાં ચાર રાશિના જાતકોને અપાર ધનલાભ કરાવી રહ્યા છે.
આજે શુક્રએ સિંહ રાશિમાં ગોચર કર્યું છે. હવે તે 11મી ઓગસ્ટના પૂર્વા ફાલ્ગુની અને 22મી ઓગસ્ટના ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં ગોચર કરશે. જ્યારે બાદ 25મી ઓગસ્ટના શુક્ર કન્યા રાશિમાં ગોચર કરશે. આ શુક્ર એક મહિનાની અંદર જ બે વખત નક્ષત્ર પરિવર્તન અને બે વખત રાશિ પરિવર્તન કરશે, જેને કારણે અમુક રાશિના જાતકોને પારાવાર લાભ થઈ રહ્યો છે, આ રાશિના જાતકોને ધનલાભ થવાની સાથે સાથે જ એક પછી એક સારા સમાચાર સાંભળવા મળી શકે છે. ચાલો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ-
કર્કઃ

કર્ક રાશિના જાતકો માટે સિંહ રાશિમાં થઈ રહેલું શુક્રનું ગોચર લાભદાયી સાબિત થવાનું છે. આ રાશિના જાતકોને આર્થિક લાભ થઈ રહ્યો છે. એક કરતાં વધુ સ્રોતમાંથી આવક થશે. ઘરમાં કોઈ શુભ, માંગલિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. કોઈ જગ્યાએથી સારા સમાચાર સાંભળવા મળી શકે છે.
તુલાઃ

તુલા રાશિના સ્વામી શુક્ર છે અને એટલે જ આ રાશિના જાતકો માટે સિંહનું ગોચર પારાવાર લાભદાયી સાબિત થવા જઈ રહ્યું છે. આ રાશિના જાતકોની આવકમાં વૃદ્ધિ થશે. કોઈ જગ્યાએ પૈસા અટવાયા હશે તો તે પણ પાછા મળી શકશે. કરિયરમાં પ્રગતિ થઈ રહી છે. અંગતજીવન ખૂબ જ સારું રહેશે.
આ પણ વાંચો : આજનું રાશિફળ (31-07-24): મિથુન, કર્ક અને ધન રાશિના જાતકોને આજે થઈ રહ્યો છે ધનલાભ, જાણી લો બાકીની રાશિના શું છે હાલ?
વૃશ્ચિકઃ

આ રાશિના જાતકો માટે શુક્રનું રાશિ પરિવર્તન કરિયરમાં પ્રગતિના નવા નવા દ્વાર ખોલનારું સાબિત થઈ રહ્યું છે. આવકમાં વૃદ્ધિ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. કોઈ પાસેથી દેવું કર્યું હશે તો તે ચૂકવવામાં પણ સફળતા મળશે. રોકાણ માટે સારો સમય છે. જોબ ઈન્ટરવ્યુમાં સફળતા મળશે.
કુંભઃ

કુંભર રાશિના લોકો માટે પણ શુક્રનું આ રાશિ પરિવર્તન ખૂબ જ શુભ સાબિત થવા જઈ રહ્યું છે. પાર્ટનરશિપમાં બિઝનેસ કરી રહેલાં લોકો માટે આજનો દિવસ ખૂબ જ શુકનિયાળ રહેશે કારણ કે વેપારમાં લાભ થઈ રહ્યો છે. લાઈફ પાર્ટનર સાથે સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. ધનલાભ થશે. કોઈ સારા સમાચાર સાંભળવા મળશે.