સ્પેશિયલ ફિચર્સ

ફોન ઉપાડ્યા પછી સામેથી અવાજ ન આવે તો થઈ જાવ સાવધ, DoTએ ‘સાઈલેન્ટ કોલ’ ને લઈને આપી ચેતવણી…

આજકાલ જમાનો સોશિયલ મીડિયા, ડિજિટલ વર્લ્ડનો છે. વધતાં જતાં ડિજિટાઈઝેશનના ફાયદા છે એ જ રીતે તેના ગેરફાયદા પણ છે. દિવસે દિવસે ડિજિટાઈઝેશનને કારણે ફ્રોડના કિસ્સાઓમાં પણ વધારો જોવા મળ્યો છે. સરકાર અને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન (DoT) દ્વારા નાગરિકોને જાગરૂક કરવામાં આવે છે. આ જ અનુસંધાનમાં ડોટ દ્વારા સાઈલેન્ટ કોલરને લઈને એક ચેતવણી ઉચ્ચારવલામાં આવી છે. દેશના કરોડો યુઝર્સને આવા કોલ્સથી સાવધ રહેવાની ભલામણ કરવામાં આવી છે. આવો જોઈએ શું છે આ સાઈલેન્ટ કોલ અને એનાથી તમને શું ફાયદો થશે…

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન દ્વારા નાગરિકોને સાઈલેન્ટ કોલ્સથી સાવધ રહેવાની ચેતવણી આપવામાં આવી છે. સાઈબર ક્રિમીનલ્સે યુઝર્સને ટાર્ગેટ કરવાનો આ નવો પેંતરો રચ્યો છે અને મોટા મોટા ગુનાઓને અંજામ આવે છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશને આવા કોલ્સને સંચાર સાથી એપ પર રિપોર્ટ કરવાનો આદેશ પણ આપ્યો છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોના માધ્યમથી સાઈલેન્ટ કોલ વિશે માહિતી આપવામાં આવી છે અને નાગરિકોને એનાથી સાવધ રહેવાનું પણ જણાવ્યું છે, જેથી કોઈ પણ સાઈબર ફ્રોડથી બચી શકાય. તમે પણ આ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ અહીં જોઈ લો-

શેર કરવામાં આવેલી પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે ફોન વાગ્યો અને રિસીવ કર્યા બાદ જ્યારે સામે લાઈન પરથી કોઈ અવાજ નથી આવતો તે કોઈ સામાન્ય કોલ નથી. સ્કેમર્સ આ રીતે છે ચેક કરે છે કે તમારો નંબર એક્ટિવ છે કે નહીં. આવી સ્થિતિમાં આવા નંબર પર કોલબેક ના કરો અને સંચાર સાથી એપ પર તરત જ આવા નંબરને રિપોર્ટ કરો. થોડી સમજદારી, ફ્રોડથી બચાવ અને ફોનથી કનેક્ટેડ રહો, સાઈલેન્ટ કોલથી દૂર રહો.

સાઈલેન્ટ કોલથી કઈ રીતે તમારી સાથે છેતરપિંડી થાય છે એની તો સાઈલેન્ટ કોલ સ્કેમર્સ માટે એક સ્ક્રિનિંગ સમાન છે. આમાં તેઓ ચેક કરે છે તમારો નંબર એક્ટિવ છે કે નહીં. તેઓ કોલ પિક અપ કર્યા બાદ ટારગેટ યુઝરના બેકગ્રાઉન્ડ, કોલ ઉઠાવવાની પેટર્ન, કોલ ડિસ્કનેક્ટ કરવામાં લાગેલો સમય વગેરેને મોનિટર કરે છે અને ત્યાર બાદ સાઈબર ફ્રોડ કરવાના ટાર્ગેટ લિસ્ટમાં રાખે છે. આવા કોલ આવ્યા બાદ યુઝરના નંબર પર બેંક એકાઉન્ટ સસ્પેન્ડ થવાની, ક્રેડિટ કાર્ડ બ્લોક થવાની કે અલગ અલગ પ્રકારના કોલ્સ-મેસેજ આવી શકે છે.

સ્કેમર્સ બેંક એક્ઝિક્યુટિવ, અધિકારી કે કોઈ સરકારી કર્મચારી બનીને યુઝર્સને કોલ કે મેસેજ કરે છે. યુઝર્સ અજાણ્યામાં જ સ્કેમર્સના ઝાંસામાં ફસાઈ જાય છે અને તેમની સાથે ફ્રોડ થઈ જાય છે. ડોટ દ્વારા યુઝર્સને સંચાર સાથી એપ કે વેબસાઈટનો ઉપયોગ કરવાની ભલામણ પણ કરવામાં આવી છે.

આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે અવશ્ય શેર કરજો, જેથી તેઓ કોઈ પણ પ્રકારની મુસીબતમાં ફસાતા કે સાઈબર ફ્રોડસ્ટરની ચૂંગાલમાં ફસાતા બચી જાય. આવી જ બીજી કામની અને મહત્ત્વની માહિતી જાણવા માટે અમારી સાથે ચોક્કસ જ જોડાયેલા રહો.

આ પણ વાંચો…આ બેંકના ક્રેડિટ કાર્ડધારકોને નવા વર્ષમાં લાગશે ઝટકોઃ નવા નિયમોથી ખિસ્સા પર વધશે બોજ

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button