કારમાં પગ મૂકતા જ એસી ચાલુ કરશો નહીં, નિષ્ણાંતો જણાવે છે કારણ….
ભારતના મોટાભાગના વિસ્તારોમાં ભયંકર ગરમી પડી રહી છે. દેશ ઉનાળાના તાપમાન અને હીટવેવ્સ સાથે ઝઝૂમી રહ્યો છે. એવામાં વાહન માલિકો તેમની કારમાં ચઢ્યા પછી તુરંત એર કંડિશનર ચાલુ કરવાનું કેઝ્યુઅલ રૂટિન અપનાવી રહ્યા છે.
તીવ્ર ગરમીમાંથી રાહત મેળવવાના ચક્કરમાં તેઓ તેમના ફેફસાના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી રહ્યા છે, એમ નિષ્ણાંતો જણાવી રહ્યા છે.
ક્લિનિકલ એક્સપર્ટ સાથે વાતચીતમાં જાણવા મળ્યું હતું કે કારમાં પ્રવેશતાની સાથે જ AC શા માટે ચાલુ નહીં કરવું જોઇએ અને તેના બદલે શું કરવું જોઇએ.
તેઓ જણાવે છે કે, “જ્યારે તમે તમારી કાર બહાર તડકામાં પાર્ક કરો છો અને થોડા સમય પછી અંદર પ્રવેશો છો, ત્યારે ગૂંગળાવી નાખતી ગરમી તમને તાત્કાલિક એર કંડિશનર ચાલુ કરવા પ્રેરે છે.
ડૉક્ટર તરીકે, હું તમને આમ નહીં કરવાની ભલામણ કરીશ. તમારી કારની અંદરનું તાપમાન તમારા ફેફસાં (અને શરીર) ના નિયમિત તાપમાન કરતા વધારે છે અને તેના કારણે તમારા ફેફસાં dry થવાનું જોખમ વધી જાય છે,” એમ એક જાણીતા ક્લિનિકલ એક્સપર્ટ જણાવે છે.
“તમારી કારની બારીઓ નીચે કરો અને અંદરનું તાપમાન ઠંડું થવા અને સામાન્ય થવા માટે 5 મિનિટ રાહ જુઓ. પછી AC ચાલુ કરો,”એમ તેઓ કહે છે.
“કારની અંદરની હવા dry અને ધૂળથી ભરેલી હોય છે. જો AC વેન્ટ્સ નિયમિતપણે સાફ ન કરવામાં આવે તો, તેમાં પણ ધૂળ જામી શકે છે, અને જ્યારે તમે તમારા વાહનમાં પ્રવેશો છો, ત્યારે તમને તીવ્ર ગંધ આવી શકે છે.
આવી દૂષિત હવાના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી છીંક આવવી, એલર્જી, નાક અને ગળામાં dryness અને અસ્થમા અને બ્રોન્કાઇટિસ જેવી સમસ્યાઓ થઈ શકે છે,” એમ તેઓ જણાવે છે અને ઉમેરે છે કે વાહનની અંદરની હવાની ગુણવત્તા તમે જે કારનો ઉપયોગ કરી રહ્યાં છો તેની બ્રાન્ડ પર પણ આધાર રાખે છે.
“પ્રીમિયમ વાહનોમાં ક્લીનર વેન્ટ્સ અને ડસ્ટ રિપેલન્ટ ટેક્નોલોજી હોય છે, પણ નોર્મલ બ્રાન્ડમાં આવી ટેક્નોલોજી હોતી નથી.