સ્પેશિયલ ફિચર્સ

28મી ઓક્ટોબરના ભૂલથી પણ ના કરશો કામ, નહીંતર…

ખગોળશાસ્ત્રમાં જવલ્લે જ એવું જોવા મળે છે કે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ એક જ મહિનામાં આવે અને ઓક્ટોબર, 2023માં આવો જ એક સંયોગ થયો હતો. સૂર્યગ્રહણ બાદ હવે 28મી ઓક્ટોબરના ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે. સૂર્યગ્રહણની વાત કરીએ તો તે ભારતમાં નહીં દેખાવવાનું હોવાથી તેના માટે કોઈ સૂતકકાળ લાગ્યો નહોતો, પરંતું ચંદ્રગ્રહણને લઈને એવું નથી. ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવવાનું નથી અને એને કારણે સૂતકકાળ પણ લાગશે. ધાર્મિક માન્યતાઓની વાત કરીએ તો ગ્રહણ સમયે નકારાત્મક ઊર્જાઓ વધી જાય છે અને કેટલીક એવી બાબતો છે જેનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. આ વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ 29મી ઓક્ટોબર, 2023ના રાતે 1.06 કલાકે શરૂ થયું સવારે 2.22 કલાકે પૂરું થશે.

ભારત ઉપરાંત આ ગ્રહણ નેપાળ, શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ફિલિપાઈન્સ, થાઈલેન્ડ, ઓસ્ટ્રેલિયા, જાપાન અને ઈન્ડોનેશિયા જેવા દેશોમાં જોવા મળશે. અહીંયા આપણે કેટલીક એવી બાબતો વિશે વાત કરી લઈએ કે જે ગ્રહણ દરમિયાન વર્જિત છે અને એ કરવાથી તમારે બચવું જોઈએ. આ વાતોનું રાખો ખાસ ધ્યાન- છરીનો ઉપયોગ છે વર્જિત- ચંદ્રગ્રહણ શરૂ થાય અને એ પૂરું થાય એ સમયગાળા દરમિયાન ભૂલથી પણ છરીથી શાકભાજી કે ફળ સમારવાનું ટાળો, કારણ કે એના દુષ્પરિણામો જોવા મળી શકે છે. સૂવાનું મનાઈ- ગ્રહણના સમયગાળા દરમિયાન સૂવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે, કારણ કે આની અસર જોવા મળશે. શક્ય હોય ત્યાં સુધી ગ્રહણકાળ દ્વારા સૂવાનું ટાળો. પૂજાપાઠ કરવાથી બચો- ચંદ્રગ્રહણ શરૂ થયા બાદ પૂજાપાઠ, આરાધના, જપ-તપ વગેરે કરવાનું ટાળવું જોઈએ.

જો તમે આ સમયગાળા દરમિયાન પૂજાપાઠ કરો છો તો પણ એની કોઈ અસર નહીં જોવા મળે. ખાવા-પીવાનું ટાળો- ગ્રહણના સમયગાળામાં ખાવા-પીવાની પણ મનાઈ કરવામાં આવી છે. એવી માન્યતા છે કે ગ્રહણના કાળમાં ખાવાને કારણે તેની ખરાબ અસર જોવા મળી શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button