‘કોણ કહે છે કે ચા વેચનાર રોલ્સ રોયસ ખરીદી શકતો નથી?’ Dolly chaiwalaના આ Video એ ધૂમ મચાવી
કોણ કહે છે કે ચા વેચનાર રોલ્સ રોયસ ખરીદી શકતો નથી. સમય બદલવામાં સમય નથી લાગતો મિત્રો… તમે માત્ર મહેનત કરો. પ્રખ્યાત ડોલી ચાયવાલાનો આ વીડિયોને અત્યાર સુધીમાં 27 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. (dolly chaiwala buy rolls royce) અને 16 લાખથી વધુ લોકોએ તેને લાઈક કર્યું છે. ઘણા યુઝર્સ આ વીડિયો પર કોમેન્ટ પણ કરી રહ્યા છે. તો કેટલાક લોકો ડોલીને ટ્રોલ પણ કરી રહ્યા છે.
ઇન્ટરનેટ સેન્સેશન બની ગયેલી ડોલી ચાયવાલા (Dolly Chaiwala) ની લોકપ્રિયતા વધી રહી છે. બિલ ગેટ્સે (Bill Gates) તેની ‘ટપરી’માં ચા પીધી તે પછી તે આખી દુનિયામાં રાતોરાત પ્રખ્યાત થઈ ગયો. આજકાલ કોઈને કોઈ કારણસર ડોલી ચાયવાલા લોકોમાં ચર્ચામાં છે. ડોલીની સોશિયલ મીડિયા પર પણ સારી ફેન ફોલોઈંગ છે. તે અવારનવાર પોતાના એકાઉન્ટમાંથી તસવીરો અને વીડિયો શેર કરે છે, જેને લોકો જોવાનું પસંદ કરે છે.
#Boycott_Casteist_Kangana डॉली भाई ने खरीद लिया, Rolls Royce Car अब मनुवादियों की जल जायेगी l ❤️❤️❤️#DollyChaiwala pic.twitter.com/XWD0CI6UrJ
— Raj Rawat (गरीबों की आवाज़) (@raj_rawat1) March 26, 2024
ડોલીએ હાલમાં જ પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે રોલ્સ રોયસ સાથે જોવા મળી રહી છે. આ પહેલા પણ ડોલી લેમ્બોર્ગિની જેવી લક્ઝુરિયસ કારની તસવીરો અને વીડિયો શેર કરી ચૂકી છે. પરંતુ હવે તેના રોલ્સ રોયસ સાથેના આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ડોલી ચાયવાલા કારની અંદર બેઠેલો જોવા મળી રહ્યો છે. પછી ખૂબ જ સ્વેગ સાથે તે કારમાંથી બહાર આવે છે અને કારની સામે સ્ટાઇલમાં ઉભો રહે છે.
તમને જણાવી દઈએ કે ડોલી ચાયવાલા નાગપુરનો રહેવાસી છે અને તે ત્યાં પોતાની ટપરી પણ લગાવે છે. નાગપુરમાં ઘણા લોકો હવે તેમને તેમની દુકાનોના ઉદ્ઘાટન માટે બોલાવે છે. ઘણી બ્રાન્ડ્સ પણ તેમની સાથે કોલબ્રેટ કરે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 2.1 મિલિયન ફોલોઅર્સ છે. હાલમાં તે રજાઓ ગાળવા માલદીવ ગયો છે. આ વીડિયો વિશે તમારું શું કહેવું છે? અમને કોમેન્ટ કરીને જણાવો.