સ્પેશિયલ ફિચર્સ

બળાત્કાર પીડિત પુરુષને ખરેખર મળે છે કાયદાનો લાભ?

ફોકસ પ્લસ – પ્રથમેશ મહેતા

સંપૂર્ણ વાતનો સાર એ કે પુરુષો સાથે પણ બળાત્કાર થાય છે. આઇપીસીની જગ્યાએ જે ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) લાવવામાં આવી છે તે પુરુષો વિરુદ્ધની જાતિય સતામણીના અપરાધોને માન્યતા આપતી નથી, કારણ કે કલમ ૩૭૭ને દૂર કરવામાં આવી છે.

મારો ૧૭ વર્ષનો પુત્ર અચાનક શાંત રહેવા લાગ્યો. હું કંઇ પૂછતી તો તે કંઇ કહેતો નહીં. મને તેની ચિંતા થવા લાગી. ત્યાર બાદ એક દિવસ ઘરે પોલીસ આવી ત્યારે સંપૂર્ણ ઘટના સામે આવી હતી અને તેને શું સહન કરવું પડ્યું તેનો ખ્યાલ પણ આવ્યો.

સંપૂર્ણ હકીકત પ્રકાશમાં આવ્યા બાદ તે ગામ છોડીને જતો રહ્યો અને ફરી અહીં આવવા ઇચ્છતો નથી. આ કહેવું છે એક માનું જેના કિશોર દીકરા સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું અને એ પણ સોફ્ટ ડ્રિન્કમાં બેભાન કરવાની દવા મિલાવીને.

આવી જ એક ઘટના ૨૩ વર્ષના યુવક સાથે બની હતી તેના પિતાનું કહેવું છે કે નમારો દીકરો અચાનક ડ્રિપેશનમાં જતો રહ્યો અને તેને ઘણા દિવસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. અમને સંપૂર્ણ વાત ત્યારે ખબર પડી જ્યારે તેની સાથે થયેલા દુષ્કર્મનો વીડિયો વાઇરલ થયો.
આ બન્ને ઘટના મેરઠ જિલ્લાના સરુરપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા એક ગામની છે. ગામનો એક ૩૭ વર્ષીય દુકાનદાર અજિત ચૌહાણ ૧૦થી ૨૩ વર્ષના છોકરાઓને
કોઇ પણ બહાને મનાવીને, ફોસલાવીને પોતાના ઘરે લઇ જતો હતો.

સોફ્ટ ડ્રિન્કમાં બેભાન કરવાની દવા ભેળવીને તેઓને પીવડાવી દેતો હતો અને તેમની સાથે દુષ્કર્મ આચરતો હતો.

આ દરેક ઘટના તે પોતાના મોબાઇલના કેમેરામાં રૅકોર્ડ પણ કરતો. આ વીડિયો બતાવીને બ્લેકમેઇલ કરતો અને તેમની સાથે વારંવાર સેક્સ કરતો તથા પૈસા પણ પડાવતો.

એક પીડિતે જ્યારે વીડિયો લીક કર્યો ત્યારે આ સંપૂર્ણ પ્રકરણ પ્રકાશમાં આવ્યું હતું અને અનેક છોકરાઓ સાથે થયેલા સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. અજિત ચૌહાણની પોક્સો એક્ટ અને અન્ય કલમો હેઠળ ધરપકડ કરાઇ છે.

સંપૂર્ણ વાતનો સાર એ કે પુરુષો સાથે પણ બળાત્કાર થાય છે. આઇપીસીની જગ્યાએ જે ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) લાવવામાં આવી છે તે પુરુષો વિરુદ્ધની જાતિય સતામણીના અપરાધોને માન્યતા આપતી નથી, કારણ કે કલમ ૩૭૭ને દૂર કરવામાં આવી છે.

ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓની વાત કરીએ તો તેઓ ફક્ત ટ્રાન્સજેન્ડર એક્ટ, ૨૦૧૯નો સહારો જ લઇ શકે છે જેના હેઠળ મહિલા બળાત્કાર સંબંધિત કાયદાની સરખામણીમાં બહુ ઓછી સજા છે.
ઘણાં વર્ષોથી પુરુષો કલમ ૩૭૭નો જ સહારો લેતા આવ્યા છે અને આ કાયદા હેઠળ નોંધાવવામાં આવેલા કેસને પણ નજરઅંદાજ ન કરી શકાય.

એલજીબીટીક્યુ એક્ટિવિસ્ટ હરીશ ઐયર જણાવે છે કે ૯૦ના દાયકામાં તેઓ એક સર્વાઇવર (પીડિત)ના રૂપમાં સામે આવ્યા ત્યારે તેઓ એકલા જ હતા, પરંતુ હવે ઘણા લોકો સામે
આવ્યા છે તેથી જૂના બહાના કામ આવતા નથી.

કલમ ૩૭૭ હેઠળ સૌથી વધુ કેસ અસહમતીથી સેક્સના છે અને તેના હેઠળ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યના કેસ પણ નોંધવામાં આવે છે. ટ્રાન્સ સમુદાયમાં સૌથી મોટો મુદ્દો જાતિય હિંસાનો છે.
ટ્રાન્સજેન્ડર એક્ટ હેઠળ જો આ પ્રકરણે ગુનો નોંધવામાં આવે તો સજા બહુ ઓછી થાય છે.
આ સિવાય આ એક્ટ હેઠળના ગુનાઓ જામીનપાત્ર છે અને પોલીસ તાત્કાલિક એફઆઇઆર પણ નોંધી શકે નહીં.

આરોપીની ધરપકડ બાદ તાત્કાલિક તેને પોલીસ અથવા મેજિસ્ટ્રેટથી જામીન મળી જાય છે. તેનાથી પીડિત સામે જોખમ વધી જાય છે.

કલમ ૩૭૭ હતી ત્યારે પણ ફરિયાદ નોંધાવવા જવામાં મુશ્કેલી હતી, કારણ કે પોલીસ આવા કેસને ગંભીરતાથી લેતી નથી. પોલીસ સ્ટેશનમાં પીડિત પુરુષની હાંસી ઉડાવવામાં આવે છે.
પુરુષો વિરુદ્ધ થતી જાતીય સતામણીના કેસ માટે નવા કાયદાની જરૂર નથી, પણ બીએનએસમાં નમહિલાથની જગ્યાએ નવ્યક્તિથ કરી દેવામાં આવે. ત્યારે પુરુષોને પણ ન્યાય મળવા લાગશે.
સરકારની જવાબદારી છે કે તમામ નાગરિકોને જાતીય સતામણી સામે સુરક્ષા પ્રદાન કરે. આ બંધારણીય અધિકાર છે અને તેને જ નજરઅંદાજ કરવામાં આવી રહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button