Mukesh Ambani-Nita Ambaniનું ઘર Antilia કોણે ડિઝાઈન કર્યું છે, જાણો છો?
મુંબઈના સૌથી મોંઘા ઘરમાં જેની ગણતરી થાય છે એ એન્ટાલિયા વિશે તો તમને ખ્યાલ હશે જ ને? ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનું આ સપનાનું ઘર એન્ટાલિયાની ગણતરી મુંબઈ જ નહીં પણ દુનિયાના સૌથી મોંઘા ઘરોમાં કરવામાં આવે છે. એન્ટાલિયાની બહારની ડિઝાઈન કે સ્ટ્રક્ચર જોઈને જ એકાદ વખત તો તેને અંદરથી જોવાની ઈચ્છા ચોક્કસ જ થાય…
મુંબઈના એન્ટાલિયા ખાતે મુકેશ અંબાણી તેમના પરિવાર સાથે રહે છે અને વારે-તહેવારે એન્ટાલિયાની ઝાકઝમાળથી મુંબઈ અને મુંબઈગરા અંજાઈ જાય છે. પણ શું તમને ક્યારેય વિચાર આવ્યો છે કે આખરે આ કયા ધૂરંધરના મગજમાં આ આટલું ભવ્યાતિભવ્ય ઘર બનાવવાની કલ્પના આવી હશે? નહીં ને ચાલો, આજે તમને આ વિશે જણાવીએ…
આ પણ વાંચો: દેવામાં ડૂબેલા અનિલ અંબાણીને મળશે 4,000 કરોડ રૂપિયા, જાણો ક્યાંથી આવશે આટલા પૈસા?
એન્ટાલિયા એ દુનિયાનું સૌથી આલિશાન અને મોંઘા ઘરમાં કરવામાં આવે છે. આ ઘરનું ઈન્ટિરિયર જોઈને તમે ખૂદ પણ ચોંકી ઉઠશો. પણ વાત કરીએ એન્ટાલિયા બનાવવાની કલ્પના કરનારા ફળદ્રુપ મગજની તો આ ઘરને દુનિયાની સૌથી ફેમસ આર્કિટેક્ચરલ ફર્મ દ્વારા બનાવવામાં આવ્યું છે અને એ ફર્મનું નામ છે પાર્કિન્સ એન્ડ વિલ…
ખેર આ તો થઈ વાત ઘર ડિઝાઈન કરનાર ફર્મ વિશે. પણ વાત કરીએ ક્ન્સ્ટ્રક્શનની તો એન્ટાલિયાનું કન્સ્ટ્રક્શન Leightion Asia નામની ઓસ્ટ્રેલિયન કંપની દ્વારા કરવામાં આવ્યું છે. તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે એન્ટાલિયાને 8 રેક્ટર સ્કેલના ભૂકંપના આંચકા સહન કરવા માટે સક્ષમ બનાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો: અમે બંને ભાઇ Fevikwikથી જોડાયેલા છીએ, કોઇ ત્રીજું નહીં આવી શકે, અનંત અંબાણીએ આમ કેમ કહ્યું જાણો….
ટૂંકમાં કહેવાનું થાય તો મુંબઈમાં જો ક્યારેય ભૂકંપ આવશે તો પણ આપણા મૂકાભાઈનું એન્ટાલિયા એ ય ને અડીખમ ઊભું હશે, એને કોઈ ઈજા પણ નહીં પહોંચે.