Toothpaste પર આ અલગ અલગ Colourના ડોટનો અર્થ શું છે, જાણો છો?
આપણે ડેઈલી રૂટિનમાં ઘણી બધી વસ્તુઓ જોઈએ છીએ, ઉપયોગમાં પણ લઈએ છીએ પણ આપણને એ બધા વિશે બધી જ માહિતી જરૂરી હોય એવું નથી. ઘણી વખત તો આપણને કોઈ જગ્યાએ માહિતી મળી ત્યારે આપણે ગૂગલ કરીને એના વિશેની માહિતી લેતા હોઈએ છીએ અને થોડાક સમય બાદ પછી પાછું એના વિશે ભૂલી જઈએ છીએ. પરંતુ હંમેશાં આપણા મગજમાં એ વસ્તુઓ રહી જતી હોય છે અને એમાંથી ઘણી વખત એ વસ્તુ યાદ રહી જવાનું કારણ ખૂબ જ ઈન્ટરેસ્ટિંગ હોય છે. આજે અમે તમને અહીં આવા જ એક અમેઝિંગ ફેક્ટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
આપણે બધા જ લોકો દરરોજ સવારે ઉઠીને દાંત ઘસવા માટે ટૂથ પેસ્ટનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ શું તમે ક્યારેય ટૂથપેસ્ટની પાછળની બાજુએ જોવા મળતાં કલરફૂલ ડોટ્સની નોંધ લીધી છે? કદાચ આપણામાંથી અમુક લોકોએ તેની નોંધ લીધી હશે, પણ આ પાછળનું કારણ તો નહીં જ ખબર હોય. ચાલો આજે અમે તમને એના વિશે જણાવીએ…
ખૂબ જ ઓછા લોકોને ટૂથપેસ્ટની પાછળની બાજુએ જોવા મળતા આ લાલ, બ્લ્યુ, ગ્રીન અને કાળા રંગના ડોટ્સનો અલગ અલગ અર્થ હોય છે અને અમને વિશ્વાસ છે કે એક વખત તમે પણ જો આ કલરફૂલ ડોટ્સનુો અર્થ જાણી લેશો તો બીજી વખત ટૂથપેસ્ટ ખરીદતા પહેલાં એનો કલર ચોક્કસ જ તપાસશો.
વાત જાણે એમ છે કે ટૂથપેસ્ટથી પાછળ જોવા મળતાં કાળા, બ્લ્યુ, લીલા અને ગ્રીન રંગના ટપકાં જ તમને ટૂથપેસ્ટ ખરીદવામાં મદદ કરશે, એટલું જ નહીં પણ તમારા દાંતનું આરોગ્ય પણ એ જ નક્કી કરી છે. અત્યાર સુધી તમે પણ આ બધી બાબતોને ધ્યાનમાં લીધા વિના જ ટૂથપેસ્ટ ખરીદી કરી હશે અને અજાણતામાં જ તમે તમારા દાંતનું આરોગ્ય ખરાબ કર્યું હશે. ચાલો જોઈએ કયા કલરના ડોટવાળી ટૂથપેસ્ટ છે તમારા દાંતના સ્વાસ્થ્ય માટે બેસ્ટ છે…
બ્લેક કલર
જો તમે ખરીદેલી ટૂથપેસ્ટ પર બ્લેક કલરનું ડોટ જોવા મળે છે તો તમારે આજે જ આ ટૂથપેસ્ટનો ઉપયોગ કરવાનું બંધ કરવું જોઈએ, કારણ કે આ ટૂથપેસ્ટ બનાવવામાં ભરપૂર પ્રમાણમાં કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે. આ પેસ્ટને ખરીદવાનું ટાળવું જોઈએ.
રેડ કલર
જો તમારી પેસ્ટ પર પણ લાલ કલરનું ટપકું છે અને તમે વિચારી રહ્યા છો કે રેડ કલરનું ડોટ તો કોઈ વસ્તુ નોનવેજ હોય ત્યારે જોવા મળે છે તો શું તમે યુઝ કરો છો એ પેસ્ટ પણ નોનવેજ છે? તો તમારી જાણ માટે કે તમારી પેસ્ટ પર જોવા મળનારા આ રેડ કલરના ડોટના અર્થ અલગ છે. આ કલરના ડોટવાળી પેસ્ટ મિક્સ હોય છે, જેમાં નેચરલની સાથે સાથે કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
બ્લ્યુ કલર
બ્લ્યુ કલરના ડોટવાળી ટૂથપેસ્ટની વાત કરીએ તો આવી પેસ્ટમાં કુદરતી વસ્તુઓની સાથે સાથે ઔષધીય ગુણ ધરાવતી વસ્તુઓનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. આ પ્રકારની ટૂથપેસ્ટ ખરીદવી દાંતના આરોગ્ય માટે યોગ્ય છે.
ગ્રીન કલર
લાસ્ટ બટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ એટલે ગ્રીન કલરના ડોટવાળી ટૂથપેસ્ટ વિશે વાત કરીએ તો આ ટૂથપેસ્ટને સૌથી સેફ અને હેલ્ધી ટૂથપેસ્ટ ગણવામાં આવે છે. આ ટૂથપેસ્ટ બનાવવામાં પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એટલા માટે આવી ટૂથપેસ્ટનો ઉપયોગ કરવો દાંતના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે.