ભારતની રાષ્ટ્રીય મિઠાઈ જલેબીનું સાચું નામ શું છે, જાણો છો?

હેડિંગ વાંચીને તમે પણ ચોંકી ઉઠ્યા ને? કેટલાક લોકોને તો એવું પણ થઈ ગયું હશે કે જલેબીનું સાચું નામ તો જલેબી જ હોવાનું ને એમાં વળી પૂછવાનું શું? જો તમે આવું વિચારી રહ્યા છો તો બોસ તમારી આ માન્યતા ખોટી છે. આજે અમે અહીં તમને જલેબીનું સાચુ નામ જણાવવા જઈ રહ્યા છીએ. ચોક્કસ જ આ નામ વિશે જાણીને તમે પણ ચોંકી ઉઠશો…
ભારતમાં એકથી ચઢિયાતી એક મિઠાઈઓ જોવા મળે છે. આ મિઠાઈઓનો સ્વાદ માણવા માટે દેશના ખુણે-ખુણેથી જ નહીં પણ વિદેશથી પણ આવે છે. આ લિસ્ટમાં જલેબીનું નામ ટોપ પર છે. જલેબી પોતાની મિઠાશ માટે ખૂબ જ જાણીતી છે. એટલું જ નહીં પણ તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે જલેબી ભારતની રાષ્ટ્રીય મિઠાઈ પણ છે.
આ પણ વાંચો: TMKOCના જેઠાલાલની મનગમતી જલેબીને અંગ્રેજીમાં શું કહેવાય છે? 99 ટકા લોકોને નહીં ખબર હોય જવાબ….
વાત કરીએ જલેબીની તો ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત સુધી જલેબીનો જલબો કાયમ છે. પરંતુ શું તમને ખબર છે કે જલેબીનું સાચું નામ શું છે? ઘણા લોકોનું એવું માનવું છે કે જલેબીનું સાચું નામ તો જલેબી જ હશે ને? એમાં વળી પૂછવાનું શું? પરંતુ હકીકતમાં એવું કશું નથી. ચાલો હવે વધારે સસ્પેન્સ ક્રિયેટ કર્યા વિના તમને જણાવીએ જલેબીનું સાચું નામ શું છે-
આ પણ વાંચો: દશેરાના માત્ર ફાફડા-જલેબી નથી ખાતા કરોડોનું ખરીદ-વેચાણ પણ થાય છે ગુજરાતમાં
જલેબીનું સાચુ નામ જલાબિયા છે. જલાબિયા એ મૂળ અરબી ભાષાનો શબ્દ છે. ધીરે ધીરે જલાબિયાનું શોર્ટફોર્મ જલેબી થઈ ગયું. વાત કરીએ જલાબિયાના પ્રાચીન એટલે કે સંસ્કૃત નામની તો તે કુંડલિકા છે. આપણે જોયું હશે તો ખ્યાલ આવશે કે જલેબી રાઉન્ડ રાઉન્ડ કરીને જ બનાવવામાં આવે છે. આ જ કારણે તેનું નામ કુંડલિકા પડ્યું હશે એવી એક સર્વ સામાન્ય માન્યતા હોવાનું કહેવાય છે.
ચોંકી ઉઠ્યા ને, આ માહિતી જાણીને? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…