સ્પેશિયલ ફિચર્સ

તમે પણ ખુશ રહેવા માંગો છો? આ છે સિક્રેટ ટ્રીક…

આજકાલની ભાગદોડથી ભરપૂર અને સ્ટ્રેસફૂલ લાઈફમાં દરેક વ્યક્તિને અંદરખાને ખુશ થવાની કે રહેવાની ઈચ્છા હોય છે. પરંતુ આખરે કઈ રીતે ખુશ રહેવું એ લોકોને સમજાતું નથી. જો તમે પણ એમાંથી જ એક હોવ તો આજે અમે અહીં કેટલીક સિક્રેટ ટ્રીક લઈને આવ્યા છીએ જેની મદદથી તમે પાંચ જ મિનિટમાં એકદમ ખુશમખુશ થઈ જશો. ચાલો જોઈએ કઈ છે આ ટિપ્સ…

આખા દિવસમાં એવી અનેક વાતો કે ઘટનાઓ બનતી હોય છે કે જેને કારણે આપણે ઈચ્છા ના હોવા છતાં પણ દુઃખી થઈ જઈએ છીએ. પરંતુ આજે અમે અહીં તમને કેટલાક એવા ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ કે જેની મદદથી તમે મિનિટોમાં જ તમારો મૂડ ચેન્જ કરીને હેપ્પી હેપ્પી થઈ જશે.

આ પણ વાંચો: તમારા રસોડામાં પણ છે આ દાળ? આજે જ ખાવાનું બંધ કરી દો, નહીંતર…

મ્યુઝિક ઈઝ બેસ્ટ થેરેપી

જી હા, મ્યુઝિક એ સૌથી બેસ્ટ થેરેપી છે. સંગીત સીધું આપણા દિલને સ્પર્શી જાય છે એટલે જ્યારે પણ તમારો મૂડ ખરાબ હોય કે તમે દુઃખી હોવ ત્યારે હંમેશા તમારું મનગમતું મ્યુઝિક સાંભળો. મ્યુઝિકને કારણે તમે એકદમ હેપ્પી ફિલ કરશો.

વોક કરો

જ્યારે પણ તમને લાગે કે તમે દુઃખી છો અને તમારો મૂડ ખરાબ છે તો મોબાઈલને બાજુ પર મૂકીને થોડા સમય માટે વોક પર કે કોઈ એવી જગ્યાએ ફરવા જાવ, જ્યાં તમારા મગજને શાંતિ અને હેપ્પીનેસ અનુભવાય.

મદદ કરો

સાંભળવામાં વિચિત્ર લાગશે, પણ આ હકીકત છે. જ્યારે પણ તમે કોઈને મદદ કરો છો ત્યારે તમને અંદરથી એક અલગ પ્રકારની ખુશી મળે છે, એટલે જ્યારે પણ તમને ડાઉન ફીલ થાય તે તમે દુઃખી છો એવું લાગે તો તમારે કોઈને મદદ ચોક્કસ કરવી જોઈએ.

રીડિંગ કરો

મ્યુઝિક અને બાકીની એક્ટિવિટીની જેમ જ મૂડ સુધારવામાં રીડિંગ એટલે વાંચન કરવું પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જ્યારે પણ તમને લાગે કે તમે દુઃખી છો અને તમારે તમારો મૂડ થોડો અપલિફ્ટ કરવાની જરૂર છે તો તમારે તમારી મનગમતી કોઈ બુક વાંચવાનું શરૂ કરવું જોઈએ.

પોઝિટિવ વિચાર કરો

મુસીબત કે કોઈ મુશ્કેલીના સમયમાં આપણને આપણા વડીલોએ હંમેશાથી પોઝિટિવ અને સારા વિચારો કરવાની સલાહ આપી છે. આ ખૂબ જ ઈફેક્ટિવ પગલું છે. જો તમને લાગે કે તમે લો ફીલ કરો છો અને તમારે તમારો મૂડ અપલિફ્ટ કરવાની જરૂર છે તો તમારે સારા સારા અને પોઝિટિવ વિચાર કરવા જોઈએ.

હેલ્ધી ફૂડ ખાવ

ફૂડ પણ આપણા મૂડને સુધારવામાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ઘણી વખત એવું બને છે કે આપણો મૂડ ખરાબ હોય છે ત્યારે આપણે હેલ્થ માટે ખરાબ એવું ફૂડ વધારે ખાઈએ છીએ. પરંતુ એથી ઉલટું તમારે આ સમયે હેલ્થી અને ટેસ્ટી ફૂડ ખાવું જોઈએ, જેથી તમારો મૂડ વધારે સારો થાય અને હેલ્થને પણ ફાયદો મળે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button