તમે પણ ઓનલાઈન ડિલિવરીના બોક્સ, બેગ્સ ફેંકી દો છો? તમારી નાનકડી ભૂલ તમારું ખાતું ખાલી કરાવશે…

આજકાલનો જમાનો ડિજિટલ છે અને લોકો રોજબરોજના મોટાભાગના કામ ઓનલાઈન કરવા લાગ્યા છે પછી એ ઘરે બેઠા ફૂડ ઓર્ડર કરવાની વાત હોય કે કપડાં ખરીદવાની હોય કે ઘરનું કરિયાણુ લેવાની વાત હોય. તમામ કામ માટે લોકો ઈ-કોમર્સ વેબસાઈટ પર આધાર રાખતા જઈ ગયા છે. આ ખૂબ જ આરામદાયક છે. પરંતુ જો તમે આ સુવિધાનો ઉપયોગ કરતી વખતે પૂરતી સાવધાની ના રાખવામાં આવે તો તમારું બેન્ક એકાઉન્ટ પણ ખાલી થઈ શકે છે. આવો જોઈએ તમને જણાવીએ કે તમારે કઈ રીતે સાવધાની રાખવી જોઈએ-
જો તમે પણ ઓનલાઈન શોપિંગ કરો છો તો તમને ખ્યાલ હશે કે ઓનલાઈન શોપિંગની વસ્તુઓ કાં તો બેગમાં કે બોક્સમાં પેક કરવામાં આવે છે, જેના પર એક કાગળની ચબરખી ચોંટાડવામાં આવી હોય છે. આ ચબરખી પર તમારા ઘરનું એડ્રસ, નામ અને મોબાઈલ નંબર, ઈમેલ આઈડી વગેરે જેવી પર્સનલ ડિટેઈલ્સ હોય છે. આ સિવાય બિલમાં તમે શું મંગાવ્યું છે એની ડિટેઈલ્સ પણ જોવા મળે છે.
આપણામાંથી મોટાભાગના લોકો સામાન કાઢી લીધા બાદ થેલી કે બોક્સને એમને એમ ફેંકી દે છે. હવે આ બોક્સ કે થેલી જો સ્કેમર્સના હાથમાં જાય તો તેઓ તમને ફોન કે મેલ કરીને તમે ખરીદેલા પ્રોડક્ટના ફીડબેક માટે મેલ કે ફોન કરશે કે પછી ડિસ્કાઉન્ટ લાલચ આપશે. આ માટે તેઓ તમને એવી લિંક આપશે, જેના પરથી તમે સામાન ઓર્ડર કર્યો હશે. તમે જેવું એ લિંક પર ક્લિક કરશો તો તરત જ તમારા તમામ એકાઉન્ટ કોમ્પ્રોમાઈઝ થઈ જશે.
દુનિયાભરમાં ધાર્મિક આસ્થા ઘટી રહી છે? જાણો કયા ધર્મના લોકો વધુ નાસ્તિક બન્યા!
સ્કેમર્સ તમારા એકાઉન્ટમાંથી પૈસા કાઢી લેશે કે પછી તમારા પર્સનલ ફોટો પણ મોર્ફ કરીને તેનો ઉપયોગ કરી શકે છે. આ ઉપરાંત તેઓ તમારા ફોટોથી તમને જ બ્લેકમેઈલ કરીને તમારી પાસેથી રેમન્સમ મની માંગી શકે છે. અનેક ડિલિવરી બોક્સ પર માત્ર એડ્રેસ હોય છે જેની મદદથી કોઈ પણ અપરાધી ખૂબ જ સરળતાથી તમારા ઘર સુધી પહોંચી શકે છે.
જો તમે પણ આ પ્રકારના સ્કેમથી બચવા માંગો છો તો જ્યારે પણ તમે ડિલિવરી બોક્સ કે થેલી ફેંકો તો તેના પરથી નામ, એડ્રસ અને આવી જ બીજી પર્સનલ ડિટેઈલ્સવાળી ચિઠ્ઠીને હટાવી લો. જો આ ચિઠ્ઠી ચિપકાવેલી છે તો કોઈ ધારદારથી ચાકુની મદદથી તેને હટાવી દો અને ત્યાર બાદમાં જ તેને ફેંકો. તમારી આ નાનકડી સાવધાની તમને અને તમારા પરિવારને મોટી મુશ્કેલીમાં ફસાતાં બચાવી શકે છે.