સ્પેશિયલ ફિચર્સ

શું તમે પણ એકથી વધારે ક્રેડિટ કાર્ડ રાખો છો? જો હા! તો તેના ફાયદા અને નુકસાન વિશે પણ વાંચી લો…

ક્રેડિટ કાર્ટ રાખવું અત્યારે સામાન્ય વાત બની ગઈ છે. એટલું જ નહીં પરંતુ ક્રેડિટ કાર્ડ (Credit Card) એક સામાન્ય નાણાકીય સાધન બની ગયું છે. ઘણા લોકો તો એક કરતાં વધુ ક્રેડિટ કાર્ડ રાખતા હોય છે. ક્રેડિટ કાર્ડના કારણે આપણી પાસે જો રૂપિયા ના હોય તો પણ ખરીદી કરી શકાય છે. પરંતુ આપણે એ પણ યાદ રાખવાની જરૂર છે કે, ખર્ચ કરેલા પૈસા આવતા મહિને તો ચૂકવવા જ પડશે. જેથી ખર્ચ કરતા પહેલા ખૂબ જ વિચારી લેવાનું અતિ આવશ્યક હોય છે.

એવા અનેક દાખલાઓ છે જેમાં વધુ પડતો ક્રેડિટ કાર્ડનો ઉપગોય કરીને લોકોને દેવાની જાળમાં ફસાઈ ગયા છે. ખરીદી કર્યાં બાદ સમયસર ચુકવણી ન કરવા બદલ ભારે વ્યાજ અને 24% સુધીનો દંડ વસૂલવામાં આવતો હોય છે. તો ચાલો આપણે આજે એક કરતા વધારે ક્રેડિટ કાર્ડ રાખવાના ફાયદા અને ગેરફાયદા વિશે વાત કરીશું.

એકથી વધારે ક્રેડિટ કાર્ડ રાખવાના ફાયદા

  1. ક્રેડિટ કાર્ડમાં મોટાભાગે 45 દિવસમાં તમે કોઈ પણ પ્રકારનું વ્યાજ ભર્યા વિના ખરીદી કરી શકો છો. પરંતુ જો તમારી પાસે એકથી વધારે ક્રેડિટ કાર્ડ હોય, ત્યારે તમે આ સમયગાળો વધુ લંબાવી શકો છો. તમે એક ક્રેડિટ કાર્ડનું બિલ બીજા ક્રેડિટ કાર્ડથી ચૂકવીને ક્રેડિટ ચક્રને લગભગ 45 દિવસ સુધી લંબાવી શકો છો. આને ક્રેડિટ રોલઓવર કહેવામાં આવે છે.
  2. કેટલાક ક્રેડિટ કાર્ડમાં વિશેષ પ્રકારની ઓફર અને ડિસ્કાઉન્ટ મળતા હોય છે, જે લાંબો સમય સુધી પણ ચાલે છે. જેમ કે, કેટલાક કાર્ડ મૂવી ટિકિટ અથવા હોટેલ બુકિંગ પર સતત સારું ડિસ્કાઉન્ટ આપે છે. જો તમે વારંવાર મુસાફરી કરો છો અથવા ફિલ્મો જુઓ છો, તો આવા કાર્ડ તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
  3. અલગ અલગ બેંકના ક્રેડિટ કાર્ય રાખવાથી તમને અનેક પ્રકારને રિવોર્ડ પોઈન્ટ્સ, કેશબેક અને અન્ય વિશેષ ઓફર મળે છે. આ તમને તમારી ખરીદી પર બચત કરવામાં મદદ કરી શકે છે. જેથી એક કરતા વધારે ક્રેડિટ રાખવાથી ફાયદો થાય છે.

એકથી વધારે ક્રેડિટ કાર્ડ રાખવાથી થતું નુકસાન

  1. જો તમારી પાસે એકથી વધારે ક્રેડિટ કાર્ડ છે, તે તમારે દરેક ક્રેડિટ કાર્ડ માટે વાર્ષિક ચાર્જ ચુકવવાનો રહે છે. જેથી તમે ક્રેડિટ કાર્ડ લેવા જાઓ છો ત્યારે ગણતરી કરો કે કાર્ડ્સથી તમને મળતા લાભો તેમના વાર્ષિક ચાર્જ કરતા ઓછા છે કે નહીં.
  2. જો તમારી પાસે વધારે ક્રેડિટ કાર્ડ હોય તો તમારે અલગ અલગ ચુકવણી તારીખો અને ક્રેડિટ ચક્રનો ટ્રેક રાખવો પડશે. જો તમારી પાસે ત્રણ કે તેથી વધુ ક્રેડિટ કાર્ડ હોય, તો તમે બિલ ચૂકવવાનું ભૂલી જાઓ તેવી શક્યતા વધી જાય છે. કેટલીકવાર, વસ્તુઓને સરળ અને વ્યવસ્થિત રાખવી વધુ સારી છે. જો બિલ ચૂકવવાનું ભૂલાઈ જશે તો તેમારે 24થી 35 ટકા જેટલો ચાર્જ ભરવો પડી શકે છે.
  3. વધુ ક્રેડિટ કાર્ડ રાખવાથી તમારી નાણાકીય જવાબદારી વધી જચી હોય છે. એટલું જ નહીં પરંતુ વધુ કાર્ડ રાખવાથી તમારી કુલ ક્રેડિટ મર્યાદા વધે છે, જે દેવાની જાળમાં ફસાઈ જવાની શક્યતા વધારે છે.

આપણ વાંચો:  WhatsApp પર કરી લેશો આ સેટિંગ તો બાજુમાં બેઠેલું પાર્ટનર પણ નહીં વાંચી શકે મેસેજ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button