શું તમે પણ ખાઓ છો ટામેટો કેચઅપ? તો થઇ જજો સાવધાન
શું તમે પણ નાસ્તામાં પૂડા, સમોસા પકોડા ખાવાના શોખીન છો? શું તમે પણ નાસ્તામાં ટોમેટો કેચઅપ ખાઓ છો? વેલ, એમાં તમારો વાંક નથી… કેચઅપ હોય છે જ એટલો સ્વાદિષ્ટ કે લોકોને ફ્રાઈસ અને સમોસા સાથે મીઠો-મસાલેદાર ટોમેટો કેચપ માણવો ગમે છે. ઘટ્ટ, ક્રીમી ટેક્સચર અને મીઠો-ખાટો સ્વાદ… ટોમેટો કેચઅપના આ ગુણોને લીધે, તે દરેકને પ્રિય છે. નાનું હોય કે મોટું, દરેકને નાસ્તા સાથે ટોમેટો કેચપનો સ્વાદ માણવો ગમે છે.
પણ સાવધાન !! ન્યુટ્રિશનિસ્ટ્સનું કહેવું છે કે કેચઅપ ખાવાથી ઘણી હેલ્થ પ્રોબ્લેમ થઈ શકે છે. ટોમેટો કેચઅપનું વધુ પડતું સેવન તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તમારે વજન વધવાથી લઈને એસિડિટી અને લીવર સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ચાલો સમજીએ-
ભલે ટોમેટો કેચઅપ આપણામાંથી મોટાભાગના લોકોનો ફેવરિટ હોય, પણ સમજી લો કે જંક ફૂડ સાથે તેનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક હોઈ શકે છે. કેલરી ઓછી હોવા છતાં અને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોવા છતાં, તે સ્વાસ્થ્ય માટે સારું નથી.
ટોમેટો કેચપ ભલે તમારો સ્વાદ વધારે છે, પરંતુ તેના ઘણા ગેરફાયદા પણ છે. ટોમેટો કેચપમાં ન તો પ્રોટીન હોય છે કે ન તો ફાઈબર કે મિનરલ્સ. ટોમેટો કેચપમાં ખાંડ, સોડિયમ, પ્રિઝર્વેટિવ્સ, ફ્રુક્ટોઝથી ભરપૂર કોર્ન સિરપ, મીઠું અને મસાલા મેળવવામાં આવે છે. તેમાં રસાયણો અને જંતુનાશકોનો ભરપૂર ઉપયોગ થાય છે. તેથી તે સ્વાસ્થ્ય માટે હાનિકારક કહેવાય છે. જ્યારે તમે તેને તળેલા જંક ફૂડ સાથે ખૂબ ઉત્સાહથી ખાઓ છો, તો કેલરી ચોક્કસ વધે છે.
ઘણા લોકોને ટોમેટો કેચઅપથી એલર્જી થઈ શકે છે. કેચઅપમાં હિસ્ટામાઈન કેમિકલ વધુ માત્રામાં હોય છે. હિસ્ટામાઈન એલર્જીક પ્રતિક્રિયાઓ વધારી શકે છે. જેના કારણે છીંક આવવાની સમસ્યા થઈ શકે છે.
ટોમેટો કેચપ બનાવવા માટે ટામેટાંને પહેલા બાફવામાં આવે છે અને પછી તેના બધા બીજ અને સ્કીન કાઢી નાખવામાં આવે છે. આ પ્રક્રિયા પછી તેને ફરીથી રાંધવામાં આવે છે. લાંબો સમય રાંધવાથી ટામેટાંમાં રહેલા તમામ પોષક તત્વો નાશ પામે છે.
જો તમે સ્વાદ માટે થોડો કેચપ લો છો તો ઠીક છે, પરંતુ જ્યારે તમે સાથે તેલયુક્ત અથવા મસાલેદાર જંક ફૂડનું સેવન કરો છો, ત્યારે શરીરમાં સોડિયમનું સ્તર વધી જાય છે, જે હાઈ બ્લડ પ્રેશર, હૃદયની સમસ્યાઓ અને અન્ય ઘણી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ઊભી કરે છે. ટોમેટો કેચપમાં મેલિક એસિડ અને સાઇટ્રિક એસિડ હોય છે, જે એસિડિટી અને હાર્ટબર્નની સમસ્યાને વધારે છે. ફ્રુક્ટોઝથી ભરપૂર ટોમેટો કેચપમાં કોર્ન સિરપ હોય છે જે ફેટી લિવર ડિસીઝ, ડાયાબિટીસ અને હાર્ટ ડિસઓર્ડર તરફ દોરી શકે છે. તેમાં નાખવામાં આવેલા પ્રિઝર્વેટિવ્સ સ્થૂળતા અને ડાયાબિટીસ જેવા રોગોનું કારણ બની શકે છે.
તો હવેથી જ્યારે તમે કેચપ ખાવ ત્યારે પહેલા તમારા આરોગ્યનો જરૂરથી વિચાર કરજો.