ગુરુ પૂર્ણિમા પર આજે અવશ્ય કરો આ કામ, જીવનમાં આવશે સુખ-શાંતિ અને બીજું પણ ઘણું…

આજે 10મી જુલાઈના દેશભરમાં લોકો ધામધૂમ અને પૂરી શ્રદ્ધા સાથે ગુરુ પૂર્ણિમાનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો તેમના ગુરુ, માતા-પિતા કે જે કોઈ પણ તેમને સાચો રસ્તો બતાવે છે તેમના પ્રત્યે આભાર પ્રગટ કરીને આશિર્વાદ પ્રાપ્ત કરે છે. હિંદુ શાસ્ત્રોમાં પણ આ દિવસે પવિત્ર દિવસ માનવામાં આવે છે અને એવું કહેવાય છે કે આ દિવસે કોઈ પણ સારું કે મંગળ કાર્ય કરવામાં આવે તો ઘરમાં સુખ-શાંતિનું આગમન થાય છે અને જીવનમાં ધન-ધાન્યની વૃદ્ધિ થાય છે. જો તમે મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો આ દિવસે અહીં જણાવેલા ઉપાય ચોક્કસ કરજો-
ગુરુજનોનો આદર કરોઃ
ગુરુ પૂર્ણિમાના દિવસે દરેક વ્યક્તિએ તેમના ગુરુ, માતા-પિતાના આશિર્વાદ લઈને તેમનો આદર કરવો જોઈએ. આ દિવસે તેમના ચરણસ્પર્શ કરીને તેમની મનપસંદ ભેટ આપીને તેમની શુભેચ્છાઓ મેળવવી જોઈએ.
દાન-ધર્મ કરોઃ
આ દિવસે દાન-ધર્મ કરવાનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. ગરીબ કે જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન, કપડાં કે પૈસાનું દાન કરો. આ દિવસે બ્રાહ્મણોને મંદિરમાં દાન આપવું પણ શુભ માનવામાં આવે છે.
પીળા રંગનો ઉપયોગ કરોઃ
ગુરુ પૂર્ણિમાનો સંબંધ ગુરુ ગ્રહ સાથે છે અને એમનો પ્રિય રંગ પીળો છે. આ દિવસે પીળા કપડાં પહેરો. મંદિરમાં ભગવાનને પણ પીળા રંગના ફૂલ અને ભોગ ચઢાવવો જોઈએ. આનાથી ભાગ્યોદય થાય છે અને જીવનમાં સુખ-શાંતિ આવે છે.
પૂજા પાઠ કરોઃ
આ દિવસે પૂજા-પાઠ કરવાનું શાસ્ત્રમાં વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. આ દિવસે ભગવાન વિષ્ણુ કે તમારા ઈષ્ટ દેવની પૂજા કરવી જોઈએ. ઘરના મંદિરની સાફ-સફાઈ કરીને પૂજા કરવાથી ભગવાનની કૃપા દ્રષ્ટિ વરસે છે.
આપણ વાંચો: ગુરુ દેવો ભવઃ આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે કેટલા વાગે કરશો પૂજાવિધિ, જાણો
ગુરુ મંત્રનો જાપ કરોઃ
ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ દ્વારા આપવામાં આવેલા મંત્રનો જાપ કરો કે પછી તમે ઓમ બ્રીમ બૃહસ્પતયે નમ: જેવા મંત્રનો જાપ કરો. આ મંત્રનો જાપ કરવાથી મન શાંત થાય છે અને જીવનમાં સકારાત્મક ઊર્જા આવે છે.