સ્પેશિયલ ફિચર્સ

ટ્રેનમાં ચઢતાની સાથે જ કરો આટલું કામ અને નિરાંતે સૂઇ જાવ

તમે તમારુ ડેસ્ટિનેશન નહીં ચૂકો

રાત્રે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે, મુસાફરોમાં હંમેશા એવો ડર રહે છે કે તેઓ ઉંઘી જશે અને તેમનું સ્ટેશન ચૂકી જશે. ખરેખર ઘણા મુસાફરો ઊંઘના કારણે ડેસ્ટિનેશન સ્ટેશન ચૂકી જાય છે. પરંતુ, ભારતીય રેલવે તમને આ સમસ્યામાંથી છૂટકારો આપે છે. જો તમે ભારતીય રેલવેની ડેસ્ટિનેશન એલર્ટ વેકઅપ સુવિધાનો લાભ લો છો, તો તમે શાંતિથી સૂઈ શકો છો. તમારા સ્ટેશન પર પહોંચતા પહેલા જ, રેલ્વે તમારા મોબાઇલ પર એલર્ટ સંદેશ મોકલીને તમને જાગૃત કરશે જેથી તમે તમારું સ્ટેશન ચૂકી ન જાઓ. IRCTCની આ સેવા રાત્રિના સમયે મુસાફરી કરતા મુસાફરો માટે કોઈ ભેટથી ઓછી નથી. જોકે, ડેસ્ટિનેશન એલાર્મ ફીચરની સુવિધા માત્ર રાત્રે જ ઉપલબ્ધ છે

ઉંઘી જવાને કારણે કે ઝોકું આવી જાય, આંખ લાગી જવાના કારણે મુસાફરો સ્ટેશન ચૂકી ન જાય તેની ખાતરી કરવા માટે, રેલવેએ ડેસ્ટિનેશન એલર્ટ સુવિધા શરૂ કરી છે. આ સુવિધા મુસાફરો માટે રાત્રે 11 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી ઉપલબ્ધ છે. હાલમાં આ સેવા દેશની કેટલીક પસંદ કરેલી લાંબા અંતરની ટ્રેનોમાં જ ઉપલબ્ધ છે. ખાસ વાત એ છે કે આ સુવિધા માટે યાત્રીઓએ વધારે પૈસા ચૂકવવા પડતા નથી. જોકે, આ સુવિધા એક્ટિવેટ કરવા માટે તમારે 139 નંબર પર કોલ કરવો પડશે. મેટ્રો શહેરોમાંથી કૉલ કરવા માટે 1.20 રૂપિયા પ્રતિ મિનિટના દરે ચાર્જ લેવામાં આવશે. જ્યારે નોન-મેટ્રો શહેરો માટે દર 2 રૂપિયા પ્રતિ મિનિટ નક્કી કરવામાં આવ્યો છે. તે જ સમયે, SMS માટે 3 રૂપિયા ચાર્જ કરવામાં આવશે.


ટ્રેન ગંતવ્ય સરનામે પહોંચે તે પહેલા રાત્રે મુસાફરી કરતા પેસેન્જરના મોબાઈલ પર ડેસ્ટિનેશન એલાર્મ મોકલવામાં આવશે. પેસેન્જર સ્ટેશન પર પહોંચે તેની 20 મિનિટ પહેલા આ એલાર્મ વાગશે. સ્ટેશન પર પહોંચવાના 20 મિનિટ પહેલાં એલાર્મ વગાડવાથી, મુસાફરો સરળતાથી તેમનો સામાન એકત્રિત કરી શકે છે અને ઉતરવાની તૈયારી કરી શકે છે.


વેકઅપ એલાર્મ સેટ કરવા માટે પેસેન્જરે તેના મોબાઈલથી IRCTC હેલ્પલાઈન નંબર 139 પર કોલ કરવો પડશે. કૉલ લાગશે ત્યારે તમને પસંદગીની ભાષા સેટ કરવા માટે કહેલૃવામાં આવશે. આ પછી વેકઅપ ડેસ્ટિનેશન એલર્ટ માટે, તમારે નંબર 7 અને પછી 2 દબાવવો પડશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ