નેશનલસ્પેશિયલ ફિચર્સ

યુરિક એસિડ નામના રાક્ષસથી લડવું હોય તો આ કરો

આજકાલ સાંધાનો દુઃખાવો, ગાઉટ અથવા કિડનીમાં પથરીની સમસ્યામાં વધારો થઇ રહ્યો છે. ઉંમર, ખાનપાનની ખોટી આદતો, અનહેલ્ધી લાઇફસ્ટાઇલ જેવા કારણોથી લોહીમાં યુરિક એસિડ લેવલનું પ્રમાણ પણ વધી જાય છે.

યુરિક એસિડ લોહીમાં ભળતો એક ગંદો પદાર્થ છે, શરીર યુરિક એસિડ ત્યારે બનાવે છે જ્યારે તે પ્યૂરિનને તોડે છે. પ્યૂરિન આપણાં દ્વારા લેવામાં આવતા ખાદ્યપદાર્થોમાં મળી આવે છે. મોટાંભાગે યુરિક એસિડ લોહીમાં ભળી જાય છે અથવા કિડનીમાં પહોંચીને પેશાબ વાટે બહાર નિકળી જાય છે. પરંતુ જો બોડીમાં યુરિક એસિડનું લેવલ વધી જાય તો પથરી તરીકે કિડનીમાં અને દુઃખાવા તરીકે સાંધા અને શરીરના ટિશ્યુમાં જમા થઇ શકે છે. જેના કારણે ગાઉટ, કિડનીમાં પથરી, હૃદયરોગ, પેશાબ સંબંધિત બીમારીઓ, કિડની સાથે જોડાયેલા અન્ય રોગ થવાનું જોખમ વધી શકે છે. યુરિક એસિડથી ભવિષ્યમાં ગાઉટ, સંધિવાની બીમારી થઇ શકે છે. કેટલીક પ્રાકૃતિક જડીબુટ્ટીઓ આ ગંદા પદાર્થને દૂર કરવામાં મદદ કરી શકે છે.

ત્યારે આ યુરિક એસિડ નામના રાક્ષસને મારવા અમુક આયુર્વેદિક ઉપાયો છે.

જેમાં પહેલું નામ આને ગૂગળનું. મોટી ઉંમરના કે ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો માટે આ નામ નવું નથી. આ એક પ્રાકૃતિક જડીબુટ્ટી છે જેમાં એન્ટીઓક્સિડન્ટ્સ ગુણ હોય છે જે સંધિવા અને યૂરિક એસિડના લક્ષણોને ઘટાડવામાં મદદ કરે છે. જ્યારે લીમડાના પાન અને બીજમાં એન્ટીઓક્સિડન્ટ્સ અને એન્ટીઇન્ફ્લેમેન્ટરી ગુણો સંધિવાના દુઃખાવામાં રાહત આપે છે. આ ઉપરાંત આખી મેથી અને પાન સંધિવા માટે ઉપયોગી છે જ્યારે પુનર્નવા પણ એક આયુર્વેદિક જડીબુટ્ટી છે જે યુરિક એસિડના સંક્રમણને દૂર કરવામાં મદદ કરે છે. મેથીના સેવનથી તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ અને એન્ટીઇન્ફ્લેમેન્ટરી ગુણો સાંધાના દુઃખાવામાં રાહત આપે છે.

ગિલોયના પાનમાં પણ એન્ટીઇન્ફ્લેમેન્ટરી ગુણો રહેલા છે જે સાંધાના દુઃખાવા અને યુરિક એસિડ લેવલને ઘટાડવામાં ઉપયોગી છે.

જોકે આ તમામ ઉપાયો તમે તમારા તબીબની સલાહ મુજબ જ અમલમાં મૂકો તે વધારે હિતાવહ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker