નેશનલસ્પેશિયલ ફિચર્સ

પહેલી ઓક્ટોબર પહેલાં આ કામ કરી લો, નહીંતર મુશ્કેલીમાં મૂકાઈ શકો છો…

સપ્ટેમ્બર મહિનો પૂરો થઈને ઓક્ટોબર મહિનો શરૂ થવાને હવે માત્ર 3-4 દિવસનો સમય બાકી છે. પહેલી ઓક્ટોબરથી પાંચ મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે, જેને કારણે સર્વસામાન્ય લોકોના જીવનમાં પણ પરિવર્તન આવશે. આજે અમે અહીં તમને એવા કેટલાક કામો વિશે જણાવવા જઈ રહ્યા છે કે જે તમે જો 30મી સપ્ટેમ્બર સુધી પૂરા કરી લેવા જોઈએ-

દર મહિનાની પહેલી તારીખે નાના-મોટા ફેરફારો કરવામાં આવે છે અને આ પહેલી ઓક્ટોબરથી પણ આવા જ કેટલાક ફેરફારો કરવામાં આવી રહ્યા છે-


20000 રૂપિયાની નોટ બદલવાની છેલ્લી મુદ્દત
જી હા, સૌથી મહત્ત્વની અને મુદ્દાની વાત છે આ. 2000 રૂપિયાની નોટ બદલવા માટેની અંતિમ મુદ્દત 30મી સપ્ટેમ્બર છે, એટલે પહેલી ઓક્ટોબરથી આ નોટ બદલી શકાશે નહીં. જો તમારી પાસે પણ આ 2000 રૂપિયાની નોટ હોય તો બેંકમાં જઈને બદલાવી આવો, કારણ કે પહેલી ઓક્ટોબરથી આ નોટ ચલણમાં નહીં વાપરી શકાશે.


એલપીજી-તેલની કિંમતમાં થઈ શકે ઘટાડો
દર મહિનાની પહેલી તારીખે એલપીજી અને તેલ કંપનીઓ દ્વારા સીએનજી, પીએનજીની કિંમતમાં ફેરફાર કરવામાં આવે છે. આ વખતે પણ એલપીજી અને તેલની કિંમતમાં ફેરફારો થઈ શકે છે, એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


ફોરેન ટ્રિપ્સ થશે મોંઘી
જો તમે પણ ફોરેન ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો પહેલી ઓક્ટોબરથી તમારા આ પ્લાનિંગ પર અસર જોવા મળે છે. પહેલી ઓક્ટોબરથી સાત લાખ રૂપિયા સુધીના ટૂર પેકેજ પર પાંચ ટકાનો ટીસીએસ આપવો પડશે, જ્યારે સાત લાખથી ઉપરના પેકેજ માટે 20 ટકા ટીસીએસ ચૂકવવો પડશે.


પીપીએફ, પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમ સાથે આધારકાર્ડ લિંક કરાવો
30મી સપ્ટેમ્બર સુધી પીપીએફ, પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમ અને સુકન્યા સમૃદ્ધિ જેવી યોજનામાં રોકાણ કરનારાઓએ આધાર કાર્ડ લિંક કરાવવા માટે 30મી સપ્ટેમ્બર સુધીનો સમય છે. જો આવું નહીં કરવામાં આવે તો તમારું એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવશે, જેને કારણે તમે તમારા એકાઉન્ટમાંથી કોઈ પણ પ્રકારના ટ્રાન્ઝેક્શન કરી શકશો નહીં.


16 દિવસ રહેશે બેંકો બંધ
ઓક્ટોબર મહિનામાં બેંકો 16 દિવસ બંધ રહેશે અને એની અસર રોજિંદા બેંકના કામકાજ પર જોવા મળશે. જો તમે પણ આવતા મહિનામાં કોઈ બેંક સંબંધિત કામ કરવા માગતા હોવ તો આ ચાર દિવસમાં જ પૂરા કરી લો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button