સાવધાન! AIને આ પ્રકારના સવાલો પૂછશો તો પહોંચી જશો જેલના સળિયા પાછળ… | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

સાવધાન! AIને આ પ્રકારના સવાલો પૂછશો તો પહોંચી જશો જેલના સળિયા પાછળ…

આજકાલ જમાનો ડિજિટલ છે આ ડિજિટલ એરામાં ચેટજીપીટી (ChatGPT), જેમિની (Gemini), કોપાઈલોટ (Copilot) જેવા એઆઈ ચેટબોટ્સે આપણું જીવન સરળ બનાવી દીધું છે. સ્ટુડન્ટ એસાઈનમેન્ટ્સ માટે કે પછી નોકરી કરતાં લોકો પ્રોજેક્ટ, પીપીટી પ્રેઝેન્ટેશન માટે એ એઆઈની મદદ છે.

પરંતુ શું તમને ખબર છે કે આ એઆઈને કેટલાક સવાલો પૂછી તમે મુશ્કેલીમાં ફસાઈ શકો છો, સેફ્ટી અને સિક્યોરિટી બંનેની દ્રષ્ટિએ આવું કરવું જોખમી સાબિત થશે? ચાલો તમને આજે આ વિશે જણાવીએ…

એઆઈ ચેટબોટ્સ ગમે એટલા સ્માર્ટ કેમ ના હોય પણ તેની પણ એક મર્યાદા છે. જો તમે એક વખત આ મર્યાદાઓ ઓળંગવાનો પ્રયાસ કરો છો તો તમારી પ્રાઈવસી, ડેટા અને ત્યાં સુધી કે તમે લીગલી પણ મુશ્કેલીમાં ફસાઈ શકો છો. કેટલાક એવા સવાલો છે કે જેને કારણે તમે મુશ્કેલીમાં ફસાઈ શકો છો.

આપણ વાંચો: બ્રિટન ભારતમાં એઆઈ અને ફિનટેક ક્ષેત્રે 3.6 બિલિયન પાઉન્ડનું રોકાણ કરશે, રોજગારીનું સર્જન થશે

પર્સનલ ઈન્ફોર્મેશન શેર કરતાં સવાલ

જ્યારે તમે એઆઈને પોતાની કે કોઈ બીજી વ્યક્તિના બેંક એકાઉન્ટ, પાસવર્ડ, આધાર કાર્ડ, મોબાઈલ નંબર કે એડ્રેસ જેવી પર્સનલ માહિતી શેર ના કરો. એઆઈ મોડલ્સ તમારા ડેટાને સુરક્ષિત રાખવાનો પ્રયાસ કરે છે, પણ એ વાતની ગેરન્ટી નથી હોતી કે આ માહિતી કોઈ સર્વર પર સેવ નથી થઈ રહી. હેકર્સ આવા ડેટાનો મિસ યુઝ કરી શકે છે. આ કારણે જ પર્સનલ ઈન્ફોર્મેશન આપતો કોઈ પણ સવાલ એઆઈને ના કરશો.

હેકિંગ કે ગેરકાયદે પ્રવૃત્તિ સાથે સંકળાયેલા સવાલો

કેટલાક લોકો ઉત્સુકતાને કારણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને પૂછે છે કે હેક કેવી રીતે કરવું કે પછી વાઈરસ કઈ રીતે બનાવી શકાય કે પછી કોઈનું એકાઉન્ટ કેવી રીતે ક્રેક કરવું જેવા સવાલો એઆઈને પૂછે છે. આવા સવાલો એઆઈની પોલિસીની વિરુદ્ધ છે અને સાઈબર લોની દ્રષ્ટિએ પણ ગુનો છે. એઆઈ તરત જ આવી રિક્વેસ્ટને બ્લોક કરી નાખે છે અને અનેક કિસ્સામાં તો સિક્યોરિટી એજન્સીને પણ રિપોર્ટ કરવામાં આવે છે.

આપણ વાંચો: આયુર્વેદ આહાર ઉત્પાદનનાં લાઈસન્સ માટે એફએસએસએઆઈની વિશિષ્ટ સુવિધા

સંવેદનશીલ કે રિસ્ટ્રિક્ટેડ સવાલ

એઆઈને રાજકારણ, ધર્મ, હિંસા કે આંતકવાદ જેવા સંવેદનશીલ વિષયો પર ભડકાઉ સવાલ પૂછવા જોખમી સાબિત થઈ શકે છે. આ માત્ર અફવા ફેલાવવાનું કારણ તો બને જ પણ એની સાથે સાથે એકાઉન્ટ પણ સસ્પેન્ડ કે બેન થઈ શકે છે. એઆઈ મોડલ્સ આ તમામ બાબતો પર નિષ્પક્ષ અને તથ્યાત્મક જવાબ આપવા માટે ડિઝાઈન કરવામાં આવ્યા છે, પણ જાણી જોઈને ભડકાઉ કે નફરત ફેલાવનારા સવાલો કાયદેસર અપરાધ માનવામાં આવે છે.

મેડિકલ કે કાનુની સલાહ માંગવી જોખમી

અનેક લોકોને આદત હોય છે કે સ્વાસ્થ્ય કે કાયદાકીય બાબતોમાં પણ એઆઈની સલાહ લેવા લાગે છે જેમ કે મને કઈ દવા લેવી જોઈએ કે પછી જો પોલીસે મને રોક્યો તો શું કહું વગેરે વગેરે. આ તમામ સવાલના જવાબ એઆઈ આપી શકે છે, પણ ડોક્ટર કે વકીલની જગ્યા એઆઈ નથી લઈ શકતું. ખોટી માહિતી પર ભરોસો કરવાથી તમે કોઈ કાનૂની કે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યામાં ફસાઈ શકો છો.

આપણ વાંચો: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની માતાનો એઆઈ વીડિયો: મહારાષ્ટ્ર ભાજપે કૉંગ્રેસની નિંદા સાથે વિરોધ પ્રદર્શનો કર્યા

ભવિષ્યવાણી કે પર્સનલ ડિસીઝન સાથે સંકળાયેલા સવાલ

એઆઈને મારું ભવિષ્ય કેવું હશે, મારા માટે કયો બિઝનેસ સારો રહેશે જેવા સવાલો ના પૂછવા જોઈએ. એઆઈ કોઈ જ્યોતિષ નથી અને તે માત્રે ડેટાને આધારે જવાબ આપે છે. આવા જવાબ પર ભરોસો કરીને તમે ખોટો નિર્ણય લઈ શકો છો એટલે નુકસાન તો તમને જ થશે.

ટૂંકમાં કહીએ તો એઆઈ તમારી મદદ માટે જ છે, પણ એનો ઉપયોગ કરતી વખતે સાવધાની અને જવાબદારીપૂર્વક વર્તન કરવું ખૂબહ જ આવશ્યક છે. ખાનગી કે ગેરકાયદેસર માહિતી પૂછવી, અફવાઓ ફેલાવવી કે સંવેદનશીલ વિષયો પર સવાર પૂછવા તમને મુશ્કેલીમાં ફસાઈ શકે છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button