દિવાળીમાં મિઠાઈ ખાતા પહેલાં સાવધાન, એક્સપર્ટ્સે આપી ચેતવણી, નહીંતર…

આજથી દિવાળીના પાવન પર્વની શરૂઆત થઈ ગઈ છે અને આપણે ત્યાં તો તહેવારોની સિઝનમાં મિઠાઈઓનું વેચાણ ખૂબ જ ઝડપથી વધી જાય છે. જોકે, ઘણી વખત આ મિઠાઈ જ આપણા હેલ્થ માટે મુશ્કેલીનું કારણ બની જાય છે અને ફેસ્ટિવલના સેલિબ્રેશનના રંગમાં ભંગ પાડે છે. પરંતુ જો અમુક વાતોનું ધ્યાન રાખવામાં આવે તો આ સેલિબ્રેશનની મજા ડબલ થઈ જાય છે. આજે અમે તમને અહીં કેટલીક એવી જ વાતો જણાવવા જઈ રહ્યા છીએ કે જેથી તમારું દિવાળી સેલિબ્રેશન એકદમ ધમાકેદાર બની જશે.
શું કહે છે હેલ્થ અને ફૂડ એક્સપર્ટ્સ?
હેલ્થ અને ફૂડ સેફ્ટી એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર દરેક મિઠાઈની મેન્યુફેક્ચરિંગ ડેટ અને તેની બનાવટ પ્રમાણે તેનું સેવન કરવાની એક મર્યાદા હોય છે, જેનું ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક છે, નહીં તો તબિયત ખરાબ થઈ શકે છે.
મિઠાઈઓનું સેવન કરતી વખતે આટલું ધ્યાન રાખો
કઈ મિઠાઈ કેટલા સુધી ખાઈ શકાય એની વાત કરીએ તો એના માટેના પણ વિવિધ માપદંડો અને ટાઈમ પીરિયડ છે. ચાલો એના વિશે વાત કરી લઈએ-
દૂધમાંથી બનાવવામાં આવેલી મિઠાઈઃ
દૂધમાંથી બનાવવામાં આવેલી મિઠાઈઓ જેમ કે મિલ્ક કેક, રસગુલ્લા, રબડી, શાહી ટોસ્ટ, રાજભોગ, ચમચમ, મલાઈ રોલ જેવી મિઠાઈઓને બનાવવામાં આવ્યાના બે દિવસની અંદર ફ્રિજમાં રાખીને તેનું સેવન કરવું જોઈએ.

માવામાંથી બનાવવામાં આવેલી મિઠાઈઃ
આ ઉપરાંત માવામાંથી બનાવવામાં આવેલી તેમ જ વિવિધ લાડુ-પેંડા એટલે કે પેડા, બરફી, પિસ્તા બર્ફી, કોકનટ બર્ફી, ચોકલેટ બર્ફી, બૂંદીના લાડુ, નારિયલના લાડુ જેવી મિઠાઈઓ બનાવવામાં આવી હોય એના ચાર દિવસમાં આરોગી લેવી જોઈએ. ત્યાર બાદ આ મિઠાઈઓની સેવન કરવાની હેલ્થ ઈશ્યૂ થઈ શકે છે.

સૂકા મેવાની મિઠાઈઃ
ઘી કે પછી સૂકા મેવામાંથી બનાવવામાં આવતી મિઠાઈઓ જેવી કે કે કાજુ કતલી, બાલુ શાહી, કાજૂ અંજીર રોલ, ચંદ્રકલા, કાજુ રોલ, કાજુ ખજૂર કે પછી મોહનથાળ વગેરે સાત દિવસ સુધી ખાઈ શકાય છે. જ્યારે લોટ અને સૂકા મેવામાંથી બનાવવામાં આવેલા બેસનના લાડુ, કરાંચી હલવો, સોહન હલવો, ગજક, ચિક્કી જેવી વસ્તુઓ તમે એક મહિના સુધી આરામથી આરોગી શકો છો.

મિઠાઈઓને સાફ અને ઠંડી જગ્યાઓ પર રાખો
તહેવારો દરમિયાન મળેલી મિઠાઈઓને સાફ-સૂથરી અને ઠંડી જગ્યાઓ પર રાખવી જોઈએ. મિઠાઈના રંગ, ગંધ કે સ્વાદમાં ફેર લાગે તો તેનું સેવન કરવાથી બચવું જોઈએ. આ સિવાય કોઈ પણ મિઠાઈ ખાતા કે ખરીદતા પહેલાં તેની પેકેજિંગ અને મેન્યુફેક્ચરિંગ ડેટનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
આ જરૂરી માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે અવશ્ય શેર કરજો, જેથી એમની તહેવારની મજા ના બગડે અને તેઓ મજા કરી શકે. આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.
(ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જ્ઞાનને આધારે છે. તેના પર અમલ કરતાં પહેલાં એક્ટપર્ટ્સની સલાહ લેવી આવશ્યક છે.)
આ પણ વાંચો…તમે ખાવ છો એ મિઠાઈ પર લગાવવામાં આવેલો ચાંદીનો વરખ અસલી કે નકલી? આ રીતે ઓળખો…