દિવાળીની સફાઈનું ટેન્શન ભૂલી જાઓ: ફોલો કરો ફટાફટ ઘરને ચકાચક કરવા માટેની સ્માર્ટ અને સરળ ટિપ્સ! | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

દિવાળીની સફાઈનું ટેન્શન ભૂલી જાઓ: ફોલો કરો ફટાફટ ઘરને ચકાચક કરવા માટેની સ્માર્ટ અને સરળ ટિપ્સ!

દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે તમે પણ ઘરની સાફ-સફાઈ, શોપિંગ વગેરેનું પ્લાનિંગ કરી દીધું હશે? જો તમે પણ ફટાફટ ઘરની સફાઈ કરવા માંગો છો તો અહીં આજે અમે તમને કેટલીક એવી સ્માર્ટ ટિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેની મદદથી તમે ખૂબ જ સ્માર્ટલી ફટાફટ તમારું ઘર ક્લીન કરી લેશો.

તહેવારો કે ફેમિલી ફંક્શન માટે ઘરની સાફ-સફાઈ કરવી એ સૌથી મોટો ટાસ્ક હોય છે અને સૌથી મહત્ત્વનું પણ હોય છે. પરંતુ આ ચેલેન્જિંગ અને કંટાળાજનક લાગતું કામ ખૂબ જ ઝડપથી અને સ્માર્ટલી કરી લેશો. ચાલો જોઈએ કઈ છે આ સ્માર્ટ ટિપ્સ…

આ પણ વાંચો: દિવાળી પહેલાં ચોક્કસ કરી લો આ કામ, થશે છપ્પરફાડ ધનવર્ષા, પછી કહેતાં નહીં કીધું નહોતું…

ઝડપી સાફ-સફાઈ માટે રાખો આ વાતોનું ખાસ ધ્યાન

અહીં જણાવવામાં આવેલી ટિપ્સને અમલમાં મૂકીને ઘરને એકદમ ચકાચક ફેસ્ટિવ લૂક આપી શકો છો-

⦁ નકામા સામનને હટાવો

ઘરને ઝડપથી સાફ કરવા માટે સૌથી પહેલાં તો જરૂરી સામાન અને નકામા સામાનને અલગ અલગ તારવી લો. આને કારણે તમે ઝડપથી તમારા ઘરની સાફ-સફાઈ સમય પર પૂરી કરી લેશો.

⦁ દરરોજ કરો થોડી થોડી સફાઈ

દિવાળીની સાફ-સફાઈ ઝડપથી કરવાની વાત હોય તો એક સાથે એક જ સમય પર આખા ઘરની સાફ-સફાઈ કરવાને બદલે રોજ થોડી થોડી સફાઈ કરવી જોઈએ. આવું કરવાથી તમારું કામ પણ સરળ બનશે અને એક સાથે વધારે લોડ પણ નહીં આવે. તમે તમારા કામને દિવસોમાં ડિવાઈડ કરી શકો છો.

⦁ કિચનની સાફ-સફાઈ

કિચનની સફાઈ કરવી ખૂબ જ જરૂરી પણ છે અને સાથે સાથે તે અઘરું અને ચેલેન્જિંગ કામ પણ છે. કિચનની સફાઈ કરતી વખતે જરૂરી અને નકામા સામાનને અલગ અલગ વર્ગીકૃત કરી લો અને ત્યાર બાદ તમે સરળતાથી કિચનની સફાઈ કરી શકશો.

⦁ બેડરૂમની સફાઈઃ

બેડરૂમની સફાઈ કરતી વખતે સૌથી પહેલાં ડેકોરેશનની અને નાજુક સમાનને પહેલાં જ દૂર કરો, જેથી સાફ-સફાઈ કરતી વખતે કોઈ નુકસાન ના થાય અને સરળતાથી સાફ-સફાઈ કરી શકાય.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button