દિવાળી પહેલાં ચોક્કસ કરી લો આ કામ, થશે છપ્પરફાડ ધનવર્ષા, પછી કહેતાં નહીં કીધું નહોતું… | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

દિવાળી પહેલાં ચોક્કસ કરી લો આ કામ, થશે છપ્પરફાડ ધનવર્ષા, પછી કહેતાં નહીં કીધું નહોતું…

હિંદુશાસ્ત્રમાં દિવાળીનું એક આગવું જ મહત્ત્વ છે અને તમામ હિંદુ તહેવારમાં દિવાળી સૌથી મોટો તહેવાર મનાય છે. દર વર્ષે કારતક મહિનાની અમાસ પર દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે અને આ વખતે 20મી ઓક્ટોબરના રોજ દિવાળી ઉજવાશે, પરંતુ આજે અમે તમને કેટલીક એવી વાસ્તુ ટિપ્સ વિશે જણાવીશું જે તમારે દિવાળી પહેલાં ચોક્કસ અમલમાં મૂકવી જોઈએ જેનાથી માતા લક્ષ્મીની કૃપા વરસશે અને ધનની કમી નહીં વર્તાય…

દિવાળી પહેલાં મોટાભાગના તમામ ઘરોમાં સાફ-સફાઈ કરવામાં આવે છે અને એવી માન્યતા છે કે આવું કરવાથી ઘરમાં માતા લક્ષ્મીનો વાસ રહે છે. આજે આપણે કેટલીક વાસ્તુ ટિપ્સ વિશે વાત કરીશું જેને અમલમાં મૂકવાથી ઘર-પરિવારમાં ધનવર્ષા થશે. આવો જાણીએ કઈ છે આ વાસ્તુ ટિપ્સ વિશે…

ધનના આગમન માટે…

જો તમે પણ ઈચ્છો છો કે ઘર-પરિવાર પર ધનવર્ષા થાય તો તમારે ઘરની ઉત્તર દિશામાં તિજોરી રાખો. આવું કરવાથી જીવનમાં ધનનું આગમન થાય છે. આ સિવાય કોઈ જગ્યાએ જો અટકી પડેલાં પૈસા પણ તમને આ ઉપાય કરવાથી પાછા મળી શકે છે.

દેવામાંથી મુક્તિ મેળવવા આટલું કરો

જે લોકો પર ખૂબ જ વધારે દેવુ છે અને આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે ઘરની દક્ષિણ દિશામાં દાગિના મૂકી રાખો. આ ઉપાય ખૂબ જ કારગર માનવામાં આવે છે અને ટૂંક સમયમાં જ તમને દેવામાંથી મુક્તિ મળશે. આ દિવાળી પર પણ જો તમે દેવામાંથી મુક્તિ મેળવવા માંગો છો તો આ ઉપાય ચોક્કસ અજમાવો.

ભાગ્ય ઉઘડી જશે

ઘણા લોકો ગમે એટલી મહેનત કરે પણ તેમને ભાગ્યનો સાથ મળતો નથી. દિવાળી પહેલાં ઘરની દક્ષિણ દિશામાં મહત્ત્વના ડોક્યુમેન્ટ્સ રાખવાથી રાતોરાત પ્રગતિ થાય છે અને તમારું સુતેલું ભાગ્ય ઉઘડી જાય છે.

મનોકામના પૂરી થશે

વાસ્તુશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર જે લોકો ઘરની દક્ષિણ દિશામાં કુબેર યંત્ર રાખે છે, તેમનાથી કુબેર દેવ પ્રસન્ન થાય છે અને મનોકામના પૂરી થાય છે. જો તમે પણ ઈચ્છો છો કે તમારી મનોકામના પૂરી થાય તો ચોક્કસ જ આ ઉપાય અજમાવો.

બિઝનેસમાં લાભ મેળવવાનો ઉપાય

તમારા બિઝનેસ કે કામકાજમાં સફળતા મળે એ માટે ઘરની દક્ષિણ દિશામાં માતા લક્ષ્મીની મૂર્તિની સ્થાપના કરો. લાંબા સમયથી અટકી પડેલાં પૈસા પાછા મેળવવા માટે પણ આ ઉપાયને અમલમાં મૂકો અને જુઓ જાદુ. બિઝનેસમાં તમને અપરંપાર લાભ થઈ રહ્યો છે.

આ પણ વાંચો…સોના ચાંદી નહીં તો ધનતેરસ પર શું ખરીદવું? જાણો સુખ-સમૃદ્ધિ લાવતી પાંચ શુકનવંતી વસ્તુઓ

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button